New Delhi, તા.9
ઈલેકટ્રીક વાહનોમાં 1 ઓકટોબર 2026થી એવીએએસ સિસ્ટમ લગાવવી ફરજીયાત બનશે. તેની મદદથી અવાજ વિના ચાલતા ઈવીમાં ધ્વનિ પેદા થશે જેથી રાહદારી અને સાથે ચાલતા વાહનોને તેની હાજરીનો સંકેત મળી જશે.
આમ થવાથી દુર્ઘટનાઓની સંભાવનાઓ પર ઘણી હદ સુધી લગામ લગાવવામાં સફળતા મળશે. આટલું જ નહીં, 1 ઓકટોબર 2027 સુધીમાં જૂના ઈલેકટ્રીક વાહનમાં થતા આ એલર્ટ સિસ્ટમને ફીટ કરાવવી પડશે.
આ સીસ્ટમ ઈ-વાહનમાં અવાજ ઉત્પાદન કરી રાહદારીઓની સુરક્ષા વધારે છે. ઈલેકટ્રીક વાહન ધીમી ગતિમાં રસ્તા પર ચાલતા રાહદારીઓ માટે વધુ જોખમ પેદા કરી શકે છે. કારણ કે તેમાં પારંપરિક એન્જીનના બદલે ઈલેકટ્રીક મોટરનો ઉપયોગ થાય છે.
રિપોર્ટ મુજબ ઈલેકટ્રીકકારો પેટ્રોલ-ડીઝલ કારોની તુલનામાં રાહદારીઓ માટે 20 ટકા વધુ અને ઓછી ગતિ પર 50 ટકા વધુ જોખમ પેદા કરે છે. આ સીસ્ટમ અમેરિકા, જાપાન અને યુરોપમાં અનિવાર્ય છે, તેને હવે ભારતમાં ફરજીયાત કરવાની તૈયારી છે.
શું છે એકોસ્ટિક વ્હીકલ સીસ્ટમ
આ સીસ્ટમ એક સુરક્ષા ફીચર છે, જે ઈલેકટ્રીક અને હાઈબ્રીડ વાહનોમાં હોય છે, તેનું કામ પગપાળા આવતા લોકો અને આસપાસના આવતા વાહનોને એ બતાવવાનું છે કે વાહન આવી રહ્યું છે. કારણ કે ઈલેકટ્રીક વાહન અવાજ વિના ચાલતુ હોય છે, લોકો તેને સાંભળી નથી શકતા. તેમાં લાગેલા સ્પીકરથી અવાજ નીકળે છે. આ અવાજ સ્પીડના હિસાબે બદલતો રહે છે.

