Ahmedabad,તા.04
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી અને વૈભવ સૂર્યવંશીની ખાસ વાતચીતનો વીડિયો શેર કર્યો હતો. IPL 2026 ની ફાઈનલ પછી કોહલીએ યુવા બેટ્સમેનને કહ્યું, “હજુ વધારે ઉપર જવાનું છે. જે મળ્યું છે તે મહેનત અને ભરોસાના કારણે મળ્યું છે. કોણ શું બોલી રહ્યું છે, એ સાંભળશો નહીં. એક બિહારી સબ પૈ ભારી, બસ પછી ગેમ ખતમ.”
15 વર્ષીય વૈભવે આ સિઝનમાં 776 રન બનાવીને પોતાની પહેલી ઓરેન્જ કેપ મેળવવાની સાથે સાથે ઈમર્જિંગ પ્લેયર અને સુપર સ્ટ્રાઈકર, સૌથી વધુ સિક્સર અને સૌથી પ્રભાવશાળી પ્રદર્શનનો ખિતાબ જીત્યો. તેમણે 72 સિક્સર ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો અને 237.30 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી

