(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૮
Jamnagar શહેરમાં કલ્યાણ ચોક વિસ્તારમાં રહેતા એક યુવાને આર્થિક સંકળામણથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે.મળતી માહિતી મુજબ, કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોક વિસ્તારમાં રહેતા અને કડીયાકામનો વ્યવસાય કરતા કમલેશભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.વ. ૩૩) છેલ્લા કેટલાક સમયથી કામકાજ બરાબર ન ચાલતા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આર્થિક સંકડામણ અને ચિંતાના કારણે તેમણે તા. ૧૬ જૂનના રોજ જી.જી. હોસ્પિટલ સામે જ્યોતિ હોટેલ પાસે જાહેર સ્થળે ઝેરી દવા પી લીધી હતી.
આ બનાવ અંગે તેમના ભાઈ ચંદ્રેશભાઈ કાનજીભાઈ પરમારે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કમલેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત ની નોંધ કર્ડવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે એ.એસ.આઈ. પી.કે. ગુઢકા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

