(મિલાપ રૂપારેલ) Amreli, તા.14
બાબરામાં એનર્જી કંપનીના મેનેજર અને કર્મચારીઓ ઉપર નાની કુંડળ ગામે હથીયારોથી હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડયાના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રતાપ આલુભાઈ ગોવાળીયા રે. રાયપર તા.ગઢડા, જિ.બોટાદને પીઆઈ આર.આર. પરમાર સ્ટાફના કિરણભાઈ સોલંકી, રાજભા વાઘેલા, જગદીશભાઈ રામાણી વિ.એ ઝડપી લઈ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે

