(મિલાપ રૂપારેલ) Amreli, તા.7
અમરેલી તાલુકાના જાળીયા પંથકમાં રહેતી એક 16 વર્ષીય તરૂણીને 7 વર્ષ પહેલાં જાળીયા ગામે રહેતો આરોપી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદઇરાદે ભગાડી લઇ ગયેલ હતો. આ અંગે જે તે સમયે તરુણીના પિતાએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.
આ અંગેનો કેસ અમરેલીની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલને કોર્ટે માન્ય રાખી આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમનાશિક્ષાપાત્ર ગુનામાં 14 વર્ષની સખત કેદ તથા રૂપિયા 30,000 ના દંડની સજાનો હુકમ ફરમાવેલ હતો.
અમરેલી તાલુકાના જાળીયા પંથકમાં રહેતી એક 16 વર્ષીય તરૂણીને ગત તા.26/3/19 ના રોજ સવારે 7/45 વાગ્યે જાળીયા ગામે રહેતો આરોપી વિપુલ ઉર્ફે માંગો જગદીશભાઇ સાંગેસા લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદઇરાદે ભગાડી લઇ ગયેલ હતો. આ અંગે જે તે સમયે તરુણીના પિતાએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.
આ અંગેનો કેસ અમરેલીની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની દલીલને કોર્ટે માન્ય રાખી આરોપી વિપુલ ઉર્ફે માંગો જગદીશભાઇ સાંગેસાને ભારતીય દંડ સંહિતાની કલમ-363, 366 મુજબ શિક્ષાપાત્ર ગુનામાં 7 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 10,000 ના દંડ તથા 376 તથા તથા પોક્સો એક્ટની કલમ-4, 6, 8 તથા 18 મુજબ શિક્ષાપાત્ર ગુનામાં 14 વર્ષની સખત કેદ તથા રૂપિયા 20,000 ના દંડની સજાનો હુકમ ફરમાવેલ હતો.

