Jamnagar પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૭ઃ
Jamnagar માં અનુસૂચિત જાતિ ની સગીરા પર થયેલા અત્યાચાર અને અપહરણ ના ચકચારી કેસ માં પોક્સો સ્પેશિયલ કોર્ટે આરોપી ને ૨૦ વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે. જામનગર માં થોડા સમય પહેલા એક સગીરા નુ અપહરણ, અત્યાચાર અને દુષ્કર્મ ના કેસ માં પોક્સો કોર્ટે મહત્વનો અને કડક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ ગુનાના આરોપી ઇસ્માઇલ હસન માંડલિયા ને કસૂરવાર ઠેરવી ને ૨૦ વર્ષ ની જેલની સજા ફટકારી છે. આ કેસ માં મૂળ ફરિયાદીના તરફે વકીલ અમીત જે. પરમાર, રાહુલ જે. પરમાર, દિપક વી. ચૌહાણ, મહાવીર જે. દીક્ષિત, ઇસ્માલ માણેક તેમજ જ્યોતિબેન મૂછડીયા રોકાયા હતા.

