ધીરેન મોનાણીને ચેરમેન પદની જવાબદારી, અગિયાર સભ્યોની સત્તાવાર વરણી
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૭ઃ
Jamnagar Municipal Corporation માં નવા શાસનની રચના બાદ આજે સ્ટેન્ડિંગ કમિટીની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. Jamnagar Municipal Corporation ની સૌથી મહત્વપૂર્ણ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન સહિત અગિયાર સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલી આ નવી ટીમ આગામી સમયમાં શહેરના વિકાસકાર્યો, વહીવટી નિર્ણયો અને નાણાકીય કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
જાહેર કરાયેલા નામો મુજબ ધીરેન મોનાણીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં સમાવેશ કરાયેલા અન્ય સભ્યોમાં જયરાજસિંહ જાડેજા, જીતુભાઈ શિંગાડા, આશિષ જોશી, સંજય મુંગરા, તૃપ્તિબેન ખેતિયા, નિલેશ હાડા, ધવલ નાખવા, મનીષ કટારિયા, પૂર્વેશ પરમાર, પાર્થ કોટડીયા, અને જશુબા ઝાલા ની નિયુક્તિ કરાઈ છે.સ્ટેન્ડિંગ કમિટી એ મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ સમિતિ તરીકે ઓળખાય છે, જે બજેટ મંજૂરી, વિકાસકાર્યો, ટેન્ડર પ્રક્રિયા, નાણાકીય વહીવટ તેમજ વિવિધ નીતિગત નિર્ણયો લેવામાં કેન્દ્રસ્થાને રહે છે. નવી ટીમ જાહેર થતા ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
Trending
- આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani
- વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું
- Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો
- Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ
- Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા
- Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ
- Amreli માં ગે ડેટિંગ એપથી હનીટ્રેપઃ યુવકને નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવી છરીની અણીએ લૂંટ્યો
- Jamnagarમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો

