(મિલાપ રૂપારેલ) Amreli , તા.2
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની સગીર વયની તરૂણીને રાજુલા તાલુકાના વડનગર ગામે રહેતાં અને તરુણીના કૌટુંબીક ફઈના દિકરા થતા આરોપી વનરાજ ઉર્ફે પપુ લાલજીભાઈ બાબરીયા નામના આરોપી ગત તા. 30/8/24 ના રોજ તેણી સગીર વયની હોવાનું જાણવા છતા તેણીના ધરે જઈ મજાક મસ્તી કરી તેણીને મોબાઈલ નંબર આપી, અને “તારી સાથે લગ્ન કરવા છે તેમ કહી’ આરોપીએ પોતાના સગા મામાને ઘરે કોઈ હાજર ન હોય ત્યાં તરૂણીને બોલાવી ધરના રૂમમાં તરૂણી સાથે શરીર સંબંધ બાંધેલ હતો.
ત્યાર બાદ આરોપી સાતમ-આઠમના તહેવારમાં તેમના મામાને ધરે તહેવાર કરવા આવી અને તરૂણીને લગ્ન કરવાની લાલચ આપી, સાંજના સાતેક વાગે આરોપીએ તેમની મોટર સાયકલમાં બેસાડી પોતાના ગામ રાજુલા તરફ લઈ ગયેલ હતો. અને પોતાના ધરે પણ તેણી સાથે શરીર સંબંધ બાંધેલ હતો.
આ અંગેનો કેસ આ અંગેનો કેસ ધારીના સ્પેશ્યલ પોકસો જજ અને ત્રીજા એડી. સેસન્સ જજ એમ.એન. શેખ સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ વિકાસભાઇ વડેરાની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઈ કોર્ટે આરોપી વનરાજ ઉર્ફે પપુ લાલજીભાઈ બાબરીયાને પોકસો એકટની કલમ દોષીત ઠરાવી, આરોપીને રપ વરસ ની સખત કેદની જેલની સજા તથા રૂપિયા 5,50,000 દંડની સજા કરવામા આવેલ છે. જ્યારે આ બનાવમાં ભોગ બનનાર તરૂણીને રૂપિયા 5,00,000 વચગાળાના વળતર સહીત, ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કરવામાં આવેલ છે.

