સંબંધનો દાવો કરી દાગીના જોવાના બહાને ચોરી મુથૂટ ફાઇનલ માંથી લોન લેવાની મોર્ડસ ઓપરન્ટિટી યુવાનને ભારે પડી …
Dhoraji,તા.27
ધોરાજીમાં વૃદ્ધોને સંબંધના દાવે વાતોમાં નાખી દાગીના સેરવીને મુથૂટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી લોન ઉપાડી લેવાના કેસમાં જૂનાગઢના યુવાનને ધોરાજી કોર્ટે ત્રણ વર્ષની કેદ અને દસ હજાર નો દંડ નો હુકમ કર્યો હતો.
આ અંગેની વિગતો મુજબ ધોરાજીમાં તારીખ ૧૨ માર્ચ ૨૦૧૯ ના રોજ મંજુલાબેન મગનભાઈ સોની ના ઘેર આવેલા જુનાગઢના નિમિશ ઉર્ફે નેમીશ રસિકલાલ પુરોહિત એ પોતે સંબંધી નો દિકરો હોય, જમવાનું આમંત્રણ આપવા આવ્યો છું તેમ કહી મકાનનું વાસ્તુ ના આમંત્રણ ના બહાને મંજુલાબેન ને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના જોવા માંગ્યા હતા, અને સાત ચેન, ત્રણ લોકેટ બે વીટી બતાવેલ તે દાગીના લઈને નિમિશ ભાગી ગયો હત આજ રીતે , સરસ્વતીબેન મહેન્દ્રકુમાર, અને ભગવાનજીભાઈ પાનસુરીયા પાસેથી પણ નિમિશે દાગીના સેરવી લીધા હતા અને દાગીના મુથૂટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી લોન લઈ લીધી હતી આ અંગે ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે નિમિશ ની ધરપકડ કરી મુથૂટ ફાઇનાન્સ માંથી દાગીના કબજે કરી ચાર્જશીટ મૂકી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ ચાલી જતા ધોરાજી કોર્ટમાં ચાલી જતા સુનાવણી દરમિયાન ફરિયાદી સાહેદો નીજુબાની અને પોલીસ પુરાવા તેમજ ફરિયાદીને આરોપી નું નિવેદન સાથેની સુનાવણી બાદ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પી બી ગામીત દ્વારા નિમેશ રસિકલાલ પુરોહિત જુનાગઢ વાળા ને કસુરવાર ઠેરવી ત્રણ વર્ષની સખત કેદ ની સજા અને રૂપિયા 10,000 નો દંડ નો હુકમ કર્યો હતો
આ કેસમાં ફરિયાદ પક્ષ્ વતી એ પી પી, એસ બી ચૌધરી, અને મદદનીશ તરીકે ધોરાજીના ધરાશાસ્ત્રી, ચંદુલાલ પટેલ રોકાયા હતા