Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ખેડામાં ગળતેશ્વર દર્શને જતાં બસની Brake ફેલ થતાં ખાડામાં પડતાં એકનું મોત નિપજયું

    June 15, 2026

    લોકોએ હજી Week જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે

    June 15, 2026

    મમતાના “પ્રિય” વ્યક્તિએ મૂછો મુંડાવી અને પોતાનો દેખાવ બદલી નાખ્યો, છતાં પોલીસે તેમને Keralaની બહાર ખેંચી કાઢ્યા હવે જનતાએ તેમના પર ઇંડા વરસાવ્યા

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ખેડામાં ગળતેશ્વર દર્શને જતાં બસની Brake ફેલ થતાં ખાડામાં પડતાં એકનું મોત નિપજયું
    • લોકોએ હજી Week જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે
    • મમતાના “પ્રિય” વ્યક્તિએ મૂછો મુંડાવી અને પોતાનો દેખાવ બદલી નાખ્યો, છતાં પોલીસે તેમને Keralaની બહાર ખેંચી કાઢ્યા હવે જનતાએ તેમના પર ઇંડા વરસાવ્યા
    • Rashmika Mandanna એ વિજય દેવરાકોંડાના કપાળ પરથી પરસેવો લૂછ્યો, પછી તેની મૂછો ફેરવી
    • New Delhiના દરેક પોલીસ સ્ટેશનમાં હવે ’જાહેર સુનાવણી યોજાશે;કમિશનરે આદેશ જારી કર્યો
    • Odishaમાં દીકરાએ માતા અને પિતા બંનેની હત્યા કરી, ગામમાં બેવડી હત્યાથી ગભરાટ ફેલાયો
    • Srileela ના જન્મદિવસ પર કાર્તિક આર્યને એક રહસ્યમય સેલ્ફી પોસ્ટ કરી, અરીસા પર તેના હૃદયસ્પર્શી શબ્દો લખ્યા
    • આગામી ૪-૫ દિવસમાં Maharashtra અને બિહાર સહિતના રાજ્યોમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં ગ્રીન કવર વધારવા સ્તુત્ય પ્રયાસ અદાણી ફાઉન્ડેશન અને CERCની મોટી પર્યાવરણીય પહેલ
    અમદાવાદ

    Ahmedabad માં ગ્રીન કવર વધારવા સ્તુત્ય પ્રયાસ અદાણી ફાઉન્ડેશન અને CERCની મોટી પર્યાવરણીય પહેલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક’ ના બહિષ્કારની પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ અને પ્લાન્ટ્સનું વિતરણ

    Ahmedabad,તા.15

    ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારો સામે માત્ર વાતો નહીં પરંતુ નક્કર અમલીકરણ જરૂરી છે, તે વાતને સાર્થક કરતા અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL), અદાણી ફાઉન્ડેશન અને કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (CERC) દ્વારા અમદાવાદના ગોતા વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. “કુદરતથી પ્રેરિત, ક્લાયમેટ માટે, આપણા ભવિષ્ય માટે” ના વૈશ્વિક સૂત્ર હેઠળ ગોટાના ‘અદાણી ગ્રીનમોસ્ફિયર પાર્ક’ ખાતે લાંબાગાળાના પર્યાવરણીય પ્રભાવ માટે વિશેષ આયોજન કરાયું હતું.

    આ પાર્ક જાપાનીઝ ‘મિયાવાકી ટેકનોલોજી’ પર આધારિત છે, જે ઓછા સમયમાં ગીચ શહેરી જંગલ વિકસાવવા વૈશ્વિક સ્તરે સફળ સાબિત થઈ છે. તે અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં ગ્રીન કવર વધારવા અને ગ્લોબલ વોર્મિંગ સામે સ્થાનિક સ્તરે લડત આપવા માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.

    અમદાવાદના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ને ધ્યાનમાં રાખીને, અહીં પ્રદૂષણ સામે લડવા અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારતા ખાસ વૃક્ષો જેવા કે આસોપાલવ, ગુલમોહર અને ચંપાના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પહેલથી સ્થાનિક જૈવવિવિધતાને પુનર્જીવિત કરવામાં મોટી મદદ મળશે.

    પર્યાવરણીય સંતુલન ઓફિસથી આગળ વધીને લોકોના ઘર સુધી પહોંચે તેવા આશયથી કાર્યક્રમમાં આવેલા તમામ મુલાકાતીઓને હવા શુદ્ધ કરતા ‘સિંગોનિયમ ઇન્ડોર પ્લાન્ટ્સ’ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે કંપનીના ESG (એન્વાયરમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ) મૂલ્યોને લોકોની અંગત જીવનશૈલી સાથે જોડવામાં આવ્યા હતા.

    કાર્યક્રમ દરમિયાન માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં અને વ્યાવસાયિક કામકાજમાં કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક’ ના સંપૂર્ણ બહિષ્કાર માટે તમામ ઉપસ્થિતોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. પર્યાવરણ સુરક્ષા તરફ કદમ વધારતા કાર્યક્રમના તમામ અગ્રણીઓ અને ઉપસ્થિતોએ એક વિશેષ સંકલ્પ પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.

    ATGL અને સહયોગી સંસ્થાઓની આ સંયુક્ત પહેલ જાગૃતિથી આગળ વધીને પ્રકૃતિના સીધા પુનઃસ્થાપન (Eco-Restoration) તરફનું એક સક્રિય કદમ છે, જે અમદાવાદ જેવા મેટ્રો સિટીને વધુ ગ્રીન અને લો-કાર્બન ભવિષ્ય તરફ દોરી જશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    લોકોએ હજી Week જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: ‘પ્યોર વેજ’ કેન્ટીનના નામે નોન-વેજ પીરસાતું હોવાની ફરિયાદ

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓનલાઈન ફૂડ ઓર્ડરના બહાને વેપારી સાથે ૩.૧૮ લાખની સાયબર ઠગાઈ

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad સાયબર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીને પકડ્યાં

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: મેફ્લાવર-એ.એમ.એ. Ladies Club Conclave ૨૦૨૬ સાથે “મહિલાઓના નવા યુગ” ની ઉજવણી

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટ પર નવું ફ્યુઅલ ફાર્મ શરૂ, ફ્લાઇટ ઓપરેશન્સ વધુ મજબૂત બનશે

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ખેડામાં ગળતેશ્વર દર્શને જતાં બસની Brake ફેલ થતાં ખાડામાં પડતાં એકનું મોત નિપજયું

    June 15, 2026

    લોકોએ હજી Week જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે

    June 15, 2026

    મમતાના “પ્રિય” વ્યક્તિએ મૂછો મુંડાવી અને પોતાનો દેખાવ બદલી નાખ્યો, છતાં પોલીસે તેમને Keralaની બહાર ખેંચી કાઢ્યા હવે જનતાએ તેમના પર ઇંડા વરસાવ્યા

    June 15, 2026

    Rashmika Mandanna એ વિજય દેવરાકોંડાના કપાળ પરથી પરસેવો લૂછ્યો, પછી તેની મૂછો ફેરવી

    June 15, 2026

    New Delhiના દરેક પોલીસ સ્ટેશનમાં હવે ’જાહેર સુનાવણી યોજાશે;કમિશનરે આદેશ જારી કર્યો

    June 15, 2026

    Odishaમાં દીકરાએ માતા અને પિતા બંનેની હત્યા કરી, ગામમાં બેવડી હત્યાથી ગભરાટ ફેલાયો

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ખેડામાં ગળતેશ્વર દર્શને જતાં બસની Brake ફેલ થતાં ખાડામાં પડતાં એકનું મોત નિપજયું

    June 15, 2026

    લોકોએ હજી Week જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે

    June 15, 2026

    મમતાના “પ્રિય” વ્યક્તિએ મૂછો મુંડાવી અને પોતાનો દેખાવ બદલી નાખ્યો, છતાં પોલીસે તેમને Keralaની બહાર ખેંચી કાઢ્યા હવે જનતાએ તેમના પર ઇંડા વરસાવ્યા

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.