Gandhinagar,તા,18
અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત ગેસે મોંઘવારી વચ્ચે સીધો પ્રતિ કિલો 3.75 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. ભાવવધારા બાદ આજથી જ આ નવા ભાવ અમલી બનાવી દેવામાં આવ્યા છે.ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવેલા 3.75 રૂપિયાના વધારા બાદ સીએનજીના નવા 88.76 રૂપિયા થયો છે. જ્યારે જૂનો ભાવ 85.01 રૂપિયા પ્રતિ કિલો હતો. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં અદાણી ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ગુજરાત ગેસે પણ ભાવ વધારી દેતાં સીએનજી વાહનચાલકો, રિક્ષાચાલકો અને ટેક્સી ચાલકોના બજેટ પર સીધી અસર પડશે. મોંઘવારીના સમયમાં ઈંધણના ભાવ વધતાં વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

