Ahmedabad,તા.૨૩
રાજ્યના આદિવાસી વિસ્તારોના વિકાસ અને સ્થાનિક પ્રશ્નોને સીધા સમજવા માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના પ્રવાસ બાદ હવે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ આદિવાસી વિસ્તારોમાં ૭૨ કલાક એટલે કે ૩ દિવસનો પ્રવાસ ખેડશે. આગામી તારીખ ૨૭ થી ૨૯ નવેમ્બર દરમિયાન રાજ્યના મંત્રીઓ આદિવાસી વિસ્તારોની મુલાકાત લેશે.
મંત્રીઓના આ આગામી પ્રવાસના વ્યવસ્થિત આયોજન અને રૂપરેખા નક્કી કરવા માટે ગાંધીનગર ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ૨૭ થી ૨૯ નવેમ્બર દરમિયાન યોજાનારા ૩ દિવસના પ્રવાસ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી બાદ હવે સમગ્ર મંત્રીમંડળ ૭૨ કલાક સુધી આદિવાસી વિસ્તારોમાં રહીને વિવિધ કાર્યક્રમો અને મુલાકાતો કરશે, જેના કારણે રાજ્યના રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ગતિવિધિ તેજ બની છે.
આદિવાસી વિસ્તારોના પ્રવાસ દરમિયાન કયા મંત્રી કયા જિલ્લા અને તાલુકામાં રહેશે તેની વિગત
હર્ષભાઈ સંઘવી (નાયબ મુખ્યમંત્રી)ઃ છોટાઉદેપુર (જેતપુર પાવી)
કનુભાઈ દેસાઈઃ ડાંગ
કુંવરજીભાઈ બાવળિયાઃ નવસારી (વાંસદા)
નરેશભાઈ પટેલઃ દાહોદ (ફતેપુરા)
પ્રફુલભાઈ પાનસેરિયાઃ અરવલ્લી (ભિલોડા)
મુકેશભાઈ પાનસેરિયાઃ તાપી (વ્યારા)
સંજયસિંહ મહિડાઃ સુરત (માંડવી)
ઈશ્વરસિંહ પટેલઃ વલસાડ (કપરાડા)
કૌશિકભાઈ વેકરિયાઃ સાબરકાંઠા (ખેડબ્રહ્મા)
મનીષાબેન વકીલઃ મહીસાગર (સંતરામપુર)
ત્રિકમભાઈ છાંગાઃ નર્મદા (નાંદોદ)
પ્રવિણભાઈ માળીઃ દાહોદ (લીમખેડા)
ડો. જયરામભાઈ ગામીતઃ નવસારી (ગણદેવી)
પી.સી. બરંડાઃ વલસાડ (ધરમપુર)
રિવાબા જાડેજાઃ સુરત (મહુવા)

