આયુષમાન ખુરાના અને સારા અલી ખાન ઉડતા તીર નામની સ્પાય કોમેડીમાં બીજીવાર સાથે દેખાશે
Mumbai,તા.29
પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત ફિલ્મ હૈવાન અગિયાર સપ્ટેમ્બરે દુનિયાભરના થિયેટર્સમાં રજૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પણ હવે આયુષમાન ખુરાના અને સારા અલીખાનની ફિલ્મ ઉડતા તીર પણ આ જ તારીખે રજૂ થવાની જાહેરાત થતાં બંને ફિલ્મોની બોક્સઓફિસ પર ટક્કર જોવા મળશે.
રસપ્રજ બાબત એ છે કે હૈવાનમાં સૈફ અલી ખાન અને અક્ષય કુમાર ૨૫ વર્ષ બાદ ફરી એકવાર સાથે કામ કરી રહ્યા છે. અગાઉ તેમણે મેં ખિલાડી તુ અનાડી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. બીજી મહત્વની વાત એ છે કે સૈફ અમૃતાની પુત્રી સારા અલી ખાનની ફિલ્મ તેના પિતાની ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર ટકરાતી જોવા મળશે. હેરાફેરી, ભૂલભૂલૈયા અને વિરાસત જેવી હીટ ફિલ્મો આપનારા પ્રિયદર્શનની આ ફિલ્મ હૈવાન તેમની ૨૦૧૬માં આવેલી થ્રીલર ઓપ્પમની હિન્દી રીમેક છે. ઓપ્પમમાં મોહનલાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.બીજી તરફ આયુષમાન ખુરાનાની ફિલ્મ ઉડતા તીર એક સ્પાય કોમેડી છે જેમાં આયુષમાન પિતા અને સારા પુત્રીની ભૂમિકામાં જોવા મળશે. આયુષમાન અને સારાની જોડી અગાઉ ફિલ્મ પતિ, પત્ની ઔર વોહ દો આવી ચૂકી છે. આ ફિલ્મનું નિર્દેશન આકાશ એ. કૌશિકે કર્યું છે. તેના પાંચ નિર્માતાઓમાં એક કરણ જોહર છે.

