New Delhi,તા.૨૩
યુરોપિયન પ્રવાસ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી આયર્લેન્ડ સામેની બે મેચની ટી ૨૦ શ્રેણીમાંથી બહાર થયા છે. ઈજાને કારણે નીતિશ કુમાર આયર્લેન્ડ સામે રમી શકશે નહીં. ઈંગ્લેન્ડ સામે આગામી વ્હાઇટ-બોલ શ્રેણીમાં તેમની ભાગીદારી પણ શંકામાં મુકાઈ ગઈ હોવાથી તેમની ઈજા અંગે ચિંતા વધી ગઈ છે.
ભારતીય ટીમ આયર્લેન્ડ સામે બે મેચની ્૨૦ૈં શ્રેણી રમશે. આ શ્રેણી નવા ટી ૨૦ કેપ્ટન શ્રેયસ ઐયર માટે પણ ખાસ રહેશે, કારણ કે તે પહેલીવાર આ ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કરશે. શ્રેયસે સૂર્યકુમાર યાદવનું સ્થાન લીધું છે. જોકે, શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયાને નીતિશ રેડ્ડીના રૂપમાં મોટો ફટકો પડ્યો છે. પીટીઆઈ અનુસાર, જાંઘના સ્નાયુઓમાં ઈજાને કારણે નીતિશ કુમાર રેડ્ડીને આયર્લેન્ડ ટી ૨૦ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમની રિકવરી જોતાં, ઇંગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવરની શ્રેણીમાં તેમની ભાગીદારી પણ અશક્ય માનવામાં આવે છે. પીટીઆઈ પાસે ઉપલબ્ધ મેડિકલ બુલેટિન અનુસાર, નીતિશ કુમાર રેડ્ડીને આયર્લેન્ડ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે. એમઆરઆઈમાં તેમના ડાબા ક્વાડ્રિસેપ્સમાં સોજો અને ફાઇબર ફાટી ગયાનું જાણવા મળ્યું. તેમને વધુ તપાસ માટે ર્ઝ્રઈ ને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે.
નીતીશ રેડ્ડી ઉપરાંત, સ્પિનર વરુણ ચક્રવર્તી પણ ટીમના આયર્લેન્ડ પ્રવાસનો ભાગ રહેશે નહીં. બીસીસીઆઇએ અગાઉ જાહેરાત કરી હતી કે આઇપીએલ ૨૦૨૬ દરમિયાન ડાબા પગમાં થયેલી ઈજા બાદ તે હાલમાં બેંગલુરુના બીસીસીઆઇ સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબિલિટેશન હેઠળ છે. પરિણામે, તે આયર્લેન્ડ ટી ૨૦ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. નોંધનીય છે કે બીસીસીઆઇએ ૨૧ જૂને ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. તે જ સમયે વરુણની ફિટનેસ અંગે અપડેટ પણ આપવામાં આવ્યું હતું. બોર્ડ માને છે કે ખેલાડીની એકંદર ફિટનેસને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે અને તેને મેદાનમાં ઉતાવળ ન કરવી જોઈએ.
ભારતીય ટીમ માટે આયર્લેન્ડ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે ટૂંક સમયમાં ઇંગ્લેન્ડ સામે પાંચ ટી ૨૦ અને ત્રણ વનડેના પડકારનો સામનો કરશે. પરિણામે, ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓની ફિટનેસ પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પહેલી ટી ૨૦ ૨૬ જૂને બેલફાસ્ટના સ્ટોરમોન્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. બીજી અને છેલ્લી ટી ૨૦ ૨૮ જૂને તે જ મેદાન પર રમાશે. હવે બધાની નજર નીતિશ રેડ્ડીના સ્વસ્થ થવા પર અને તે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સંપૂર્ણપણે ફિટ થશે કે નહીં તેના પર રહેશે.

