પીડિત યુવતીને ન્યાય અપાવવા હાઇકોર્ટના એડવોકેટ બ્રિજેશ શેઠ મેદાને
Amreli,તા.18
અમ૨ેલીના કથિત લેટરકાંડમાં પોલીસદમન સામે મુળ રાજકોટવાસી અમદાવાદના યુવા એડવોકેટ બ્રિજ શેઠે નેશનલ હ્યુમન ૨ાઈટસ કમિશનમાં ફરીયાદ નોંધાવી છે.
અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીના લેટરપેડનો તેમજ સહી અને સિકકાનો દુરુપયોગ કરવામાં આવેલ હોવાના કથિત બનાવમાં એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી. જે ફરીયાદમાં આરોપીઓની ધડપકડ થયેલ અને પાટીદાર સમાજની એક યુવા દીકરીને પણ આરોપી બનાવી મોડી રાતે તેણીના નિવાસ સ્થાનેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમાં બનાવના રિકન્સ્ટ્રકશનના બહાને મહીલા આરોપી સહીત તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવેલ. તેમાં નેશનલ હયુમન રાઈટસ કમિશનની ગાઈડલાઈન વિરૂધ્ધ મહીલા પ્રજાજનના બંધારણીય હકકો અને માનવ અધિકાર ઉપર પોલીસના અતિક્રમણ બાબતે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ બ્રિજ શેઠે નેશનલ હયુમન રાઈટસ કમિશનમાં ફરીયાદ કરી છે.જે તે ફરીયાદમાં તેમણે ભોગ બનનાર દિકરી અને તેને વેઠેલી તકલીફો તેમજ પોલીસ તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા તેની સાથે કરવામાં આવેલ ગેરકાયદેસર, અપમાનજનક, ગેરબંધારણીય તેમજ માનવ અધિકારનો સરેઆમ ભંગ થયા બદલ ભોગ બનનાર દિકરીને ન્યાય આપવા માટે નેશનલ હયુમન રાઈટસ કમિશનને વિનંતી અરજી કરાતા કમિશને આ ફરીયાદ સ્વીકારી તા.૧૬/ ૧/ ૨૫ના રોજ રજિસ્ટર કરી છે. ટૂંક સમયમાં આગળની કાર્યવાહી થશે તેમ મનાય છે. અત્રે યાદ રહે અમદાવાદના યુવા એડવોકેટ બ્રિજ શેઠ રાજકોટના સિનિયર એડવોકેટ વિકાસ શેઠના પુત્ર છે.

