Amreli તા. 13
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જીલ્લામાં મિલકત ગુમના બનાવોમાં સત્વરે મિલકત શોધી મુળ માલીકને પરત કરવા તથા “તેરા તુજકો અર્પણ” કાર્યક્ર્મ ની અમલવારી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અરજદાર હરસુખભાઇ જીવરાજભાઇ ડાભી (રહે.અમરેલી, સુળીયાટીંબો, પેટ્રોલપંપની સામે) વાળાએ ગત તા.૧૦ ના રોજ લગ્ન પ્રસંગમાથી પરત આવતા હતા ત્યારે પોતાની પાસે રહેલ રોકડા રૂપિયા ૨,૬૦,૦૦૦ તથા એક પાંચ ગ્રામની સોનાની વીટી કિમત રૂપિયા ૫૦,૦૦૦ તથા પાંચ ગ્રામની સોનાની બુટી કિમત રૂપિયા ૫૦,૦૦૦ એક થેલીમાં રાખેલ હોય જે થેલી પોતાના ઘરે આવતા રસ્તામાં ક્યાક પડી ગયેલ હતી.
જે અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમા રૂબરૂ આવી હકિકત જણાવતા જે અનુસંધાને અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફ તથા બહારપરા બીટ દ્વારા ટેક્નીકલ સોર્સ તથા કમાન્ડ કંટ્રોલ સી.સી.ટી.વી.ની મદદથી શોધી અરજદારને તેના રોકડા રૂપીયા ૨,૬૦,૦૦૦ તથા સોનાની વીટી કિમત રૂપિયા ૫૦,૦૦૦ તથા સોનાની બુટી કિમત રૂપિયા ૫૦,૦૦૦ અરજદારને પરત કરી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરેલ હતો.
milap ruparel

