Amreli તા.02
રાજયભરમાંથી જેલમાંથી પેરોલ અથવા ફર્લો રજા ઉપરથી ફરાર કાચા/પાકા કામના કેદીઓને પકડી પાડવા સારૂ તા.૨૬/૧૧/૨૫ થી આગામી તા.૧૨/૧૨/૨૫ સુધી ૧૭ દિવસ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન ગુજરાતભરમાં કરવામાં આવેલ છે. ત્યારે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ આ ખાસ ડ્રાઇવ દરમિયાન જેલમાંથી પેરોલઅથવા ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના આપેલ હતી.
જે અન્વયે અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ. વી.એમ. કોલાદરાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ખાંભા પોલીસ સ્ટેશનના સને ૨૦૧૫માં આઇ.પી.સી. કલમ ૩૦૨ ના ગુનાના કામે અમદાવાદ મધ્યસ્થ જેલના આજીવન કેદની સજાના ભોગવતો રાજુલા તાલુકાના કાતર ગામનો વતની પરેશ ઉર્ફે પાંચાભાઇ રાજાભાઇ જોગદીયા નામનો આરોપી જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરીના હુકમ આધારે ગત તા.૬/૯/૨૫ થી તા.૨૧/૯/૨૫ સુધી ૧૬ દિવસની ફર્લો રજા ઉપર મુક્ત કરવામાં આવેલ હતો. મજકુર કેદીને તા.૨૧/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે જેલમાં હાજર થવાને બદલે ફર્લો રજા ઉપરથી ફરાર થઈ ગયેલ હતો. આ કેદીને બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગોવાના મારગાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી પકડી પાડવામાં આવેલ હોય, મજકુર પાકા કામના કેદીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે કેદમાં રહેવા સારૂ મોકલી આપેલ છે.

