(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૧૨
અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા અમરેલી જિલ્લાના નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ તેમજ નામદાર કોર્ટોના લાંબા સમયથી પેન્ડીંગ ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસોના આરોપીઓ પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હતી. અમરેલી પેરોલ ફર્લો ટીમના ઉપરી અધિકારીઓ તરફથી મળેલ સુચના માર્ગદર્શન મુજબ કામગીરી કરવા સતત પ્રયત્નશીલ હોય જે અનુસંધાને નામ.ધારી કોર્ટના ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસોના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકન્ીકલ સોર્સ મારફતે હકીકત મેળવી નવસારી ગામે રહેતા અમીતભાઇ વિનોદભાઇ માધવાણી તથા કાર્તિકભાઇ વિનોદભાઇ માધવાણી નામના બંને આરોપીઓને તા.૧૧ ના રોજ નવસારી ખાતેથી પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા ધારી પોલિસ સ્ટેશન તરફ સોંપી આપેલ છે. ઝડપાયેલ બંને આરોપીઓ વિરૂધ્ધ્માં ધારીના સેકન્ડ એડી.ચીફ જ્યુડી. મેજી. કોર્ટના ફોજદારી કેસ નં.૧૦૬/ ૨૦૧૯ તથા ફોજદારી કેસ નં.૧૦૮/૨૦૧૯ મુજબ ધી નેગો. ઈન્સ્ટ્રુ.એકટ કલમ.૧૩૮ મુજબના કેસો ચાલતા હોય અને જે કેસમાં બંને આરોપીઓ છેલ્લા સાત વર્ષથી ફરાર હતા.

