Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
    • પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: માનવ જીવનની સુરક્ષા માટે સિંહોનાં ટોળાંને સુરક્ષિત સ્થળે ખસેડવા વનમંત્રીને રજૂઆત
    અમરેલી

    Amreli: માનવ જીવનની સુરક્ષા માટે સિંહોનાં ટોળાંને સુરક્ષિત સ્થળે ખસેડવા વનમંત્રીને રજૂઆત

    Vikram RavalBy Vikram RavalOctober 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમરેલીના ખાંભા પંથકમાં સિંહોનાં ટોળાંના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ,ખાંભાના આશ્રમપરા, જીવણવાડી અને મીતિયાળારોડ વિસ્તારમાં સિંહોની અવરજવરથી લોકોમાં ફફડાટ

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૧૫ઃ

    અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ખાંભા પંથકમાં સિંહોની વધતી અવર જવર અને ટોળાં દ્વારા પશુઓ પર વારંવાર કરવામાં આવતા હુમલાઓને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાંભાના

    આશ્રમપરા, જીવણવાડી અને મીતિયાળારોડ આસપાસ સિંહોનાં ટોળાંના આંટાફેરા વધી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

    ત્યારે નવરાત્રિના તહેવાર અને ખેતીની મોસમ દરમિયાન પણ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોનાં ટોળાંને ગ્રામ્ય વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ ચાવડા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

    અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ જે. ચાવડાએ વનમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ગીર  કાંઠાના ખાંભા ગામના આશ્રમપરા, જીવણવાડી અને મીતિયાળારોડ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોનાં ટોળાં વારંવાર આંટાફેરા કરી રહ્યાં છે. સિંહોની આ અવરજવરને કારણે પશુઓ પર હુમલાની ઘટનાઓ પણ બની રહી છે. પરિણામે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.

    વધુમાં રજૂઆત મુજબ, સિંહોનાં ટોળાંની સતત અવર જવરને કારણે લોકોમાં એટલો ભય વ્યાપ્યો છે કે, રાત્રિના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.બીજી તરફ હાલ નવરાત્રિના તહેવારની ઉજવણી તેમજ ખેતીની સિઝન ચાલી રહી હોવાથી ગ્રામજનોને વિવિધ કામો માટે ઘરની બહાર નીકળવું પડે છે. આવી સ્થિતિમાં સિંહોનાં ટોળાંનો સામનો થવાની શક્યતાને પગલે લોકોમાં ચિંતા વધી રહી છે.

    તાજેતરમાં નજીકના ગામમાંથી સિંહ દ્વારા એક બાળક પર હુમલો કરી તેને ફાડી ખાવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે આસપાસના ગામોના લોકોમાં પણ ભય વધ્યો છે. આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય અને માનવ જીવનની સુરક્ષા જળવાય તે માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

    ખાંભા પંથકમાં સર્જાયેલી પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સિંહોનાં ટોળાંને ગ્રામ્ય રહેણાક વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆતમાં માંગ કરવામાં આવી છે. લોકોની સુરક્ષા, પશુધનનું રક્ષણ અને ભવિષ્યમાં માનવ-વન્યજીવ સંઘર્ષની ગંભીર ઘટનાઓ અટકાવવા વન વિભાગ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ વધુ એક મહિલા તબીબને રૂ. ૨૦ હજારનો દંડ
    Next Article Amreli: સુખનિવાસ કોલોની ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ

    October 15, 2026
    અમરેલી

    Amreli: સુખનિવાસ કોલોની ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન

    October 15, 2026
    અમરેલી

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026
    અમરેલી

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    અમરેલી

    Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ

    October 7, 2026
    અમરેલી

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,300
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,110
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,250
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-10-2026 23:19
    Categories
    Latest News

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી,કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.