બેંકમાં ગીરવે મુકેલા ૧૩૧ ગ્રામ સોનુ છોડાવી તમારી દુકાને વેચાણ અર્થે રાખો તેમ આજીજી કરી અભિલવ ખાચર નામના શખ્સે શીશામાં ઉતાર્યા
Jasdan તા.૧ઃ
Jasdanના સોની વેપારીને પરિચિત શખ્સે રૂ. ૧૦.લાખનો ધુંબો માર્યો હતો. અભિલવ ખાચર નામના શખ્સે પોતાનું ૧૩૧ ગ્રામ સોનુ બેંકમાં ગીરવે પડેલ છે, પૈસા નહિ ભરે તો બેંક ઘરેણાની હરાજી કરી નાખશે, જેથી તમે હાલ પૈસા ભરી દાગીના છોડાવી તમારી દુકાને વેચાણ અર્થે રાખો તેમ કહી સોની વેપારીને ફસાવ્યા હતા. વેપારીએ ગોલ્ડ લોન પેટે રૂ. ૧૦ લાખ જમા કરાવતા ભેજાબાજ શખ્સે સોની વેપારીની જાણ બહાર લોન ક્લોઝ કરી સોનુ છોડાવી લીધું હતું. બનાવ અંગે જસદણમાં અંબીકાનગરમાં ન્યાયમંદીર વાળી શેરીમાં પલ હોસ્પીટલની બાજુમાં રહેતાં
હાર્દીપભાઈ રસીકભાઈ ધોરડા (ઉ.વ.૪૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અભીલવ ખાચર ઉર્ફે લાલો (રહે. જસદણ) નું નામ આપતાં જસદણ પોલીસે છેતરપીંડી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
અભીલવ ખાચર ઉર્ફે લાલાને બે મહીનાથી ઓળખે છે. જેમા ગઇ તા.૧૨/૦૮ ના તેઓ રાજકોટ સોની કામ તથા બેંક કામ માટે ગયેલ હતો, જસદણથી અભિલવ ઉર્ફે લાલો બોલુ છુ કહીં વાત કરેલ કે, જસદણ આઈ.આઈ.એફ.એલ ગોલ્ડ લોન ફાઇનાન્સમાં ૧૩૧ ગ્રામ સોનુ પડેલ છે, જે સોનાના દાગીના છોડાવવા મારી પાસે હાલ પૈસા નથી અને વ્યાજ પણ ભરાતુ નથી, જો વ્યાજ સમયસર નહી ભરવામાં આવે તો લોનવાળા સોનાની હરાજી કરી નાખશે જેથી તમે કઈ રસ્તો કરી આપો.જેથી ફરીયાદીએ કહેલ કે, હું હાલ રાજકોટ છુ, સવારે આવીને બેંક ખાતે જઈ સોનાના દાગીના જોઈ બાદ તમને આગળ વાત કરીશ. તા.૧૩/૦૮ ના જસદણ ખાતે આવેલ અને અભિલવને આઇ.આઇ.એફ.એલ ગોલ્ડ લોન ફાઇનાન્સ બેંક ખાતે મળેલ હતા.
બન્ને બેંકના મેનેજરને મળેલ તો સોનાના દાગીના ૧૩૧ ગ્રામ વજનના હતા જેના ઉપર ૧૪.૦૫ લાખનો બોજો હતો લાલાએ ફરીયાદીને કહેલ કે, તમે સોનાના દાગીના છોડાવી વેંચાણ અર્થે રાખો તેમ કહી લાલચ આપતાં તેઓએ એકાઉન્ટમાંથી બેંકની લીંક મારફતે રૂ.૧૦ લાખ જમા કરાવેલ અને બાકીના રૂ.૪.૦૫ લાખ જમા કરાવવા લાલાને બીજા દિવસે પૈસાનું કહેલ હતુ. જેથી ફોન કરી વાત કરેલ કે તમારી હાજરીમાં રૂ.૧૦ લાખ લીંક મારફતે જમા કરાવેલ છે, તો મારા વગર આ લાલાભાઈનું ગોલ્ડ રિલીઝ કરતા નહી જયારે આવે ત્યારે મને જાણ કરજો.બાદ તા.૨૦/૦૮ ના ફાઇનાન્સ બેંક ખાતે ગયેલ અને મેનેજરને કહેલ કે, જે સોનાના દાગીનામાં ૧૦ લાખ રૂપીયા ભરેલ છે, તે મુદો મને બતાવો, જેથી મેનેજરએ તેમના સ્ટાફને અભિલવ ખાચરના સોનાના દાગીના બતાવવા સારૂ બોલાવે તો જાણવા મળેલ કે, અભિલવ ખાચર તેના ઘરેણા છોડાવી ગયેલ અને લોન કલોઝ કરેલ છે. જેથી મેનેજરને કહેલ કે, તમે મને બાંહેધરી આપેલ હતી કે, તમારા વગર ઘરેણા નહી છોડુ, તો તેઓએ કહેલ કે, હું રજા પર ગયેલ અને ઓડીટ આવેલ જે દરમ્યાન લાલો ઘરેણા છોડાવી ગયેલ છે. બાદ આરોપીને ફોન કરી આ બાબતે પુછપરછ કરતા તેઓએ કહેલ કે, હવે રૂપીયા, ઘરેણા બધુ ભુલી જાજે નહિતર જાનથી મારી નાખીશ એમ ધમકી આપેલ હતી.

