New Delhi, તા.12
અહીંના તુગલકાબાદ વિસ્તારમાં વિસ્તારમાં ગત રાત્રે એક બિલ્ડીંગમાં આગ ભભુકી ઉઠતા ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 6 લોકોના સુરક્ષિત રેસ્ક્યુ કરાયા હતા. દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી ઘર, હોટેલોમાં આગ લાગવાના બનાવ વધી રહ્યા છે, જેમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં ગઇકાલે રાત્રે પાંચ માળની ઇમારતમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. આગ મકાનમાં ઉભેલા વાહનોમાં લાગી હતી. આગથી પુરી ઇમારતમાં ધુમાડો ફેલાઇ ગયો હતો.
આગની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઇને આગમાં સપડાયેલા 6 લોકોનો બચાવ કર્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના આ બનાવમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે.
બચાવાયેલા કુલ 8 લોકોને સારવાર માટે જુદી-જુદી હોસ્પિટલોમાં ખસેડાયા છે. આગ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેલી 3 સ્કુટી, 2 બાઇક અને એક સાઇકલમાં લાગી હતી, ત્યારબાદ પૂરી ઇમારતમાં આગ ફેલાઇ હતી

