Kharagpur, તા.18
વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે આઇઆઇટી ખડગપુર બદનામ થઇ રહી છે અને છેલ્લા 16 માસમાં 8 જેટલા વિદ્યાર્થીઓએ શંકાસ્પદ સ્થિતિમાં આત્મહત્યા કરી છે તેમાં હવે આજે ઝારખંડની આ ટોચની ટેકનોલોજી ઇન્સ્ટીયુટના કેમ્પસમાં અમદાવાદના એક 21 વર્ષના વિદ્યાર્થી જયવિરસિંહ દરિયાએ આઠમાં માળેથી પડતુ મુકીને આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે.
આ વિદ્યાર્થી અચાનક જ પડી ગયો હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. આજે સવારે મેન્યુફેક્ચરીંગ એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થીનો લોહીથી લથબથ મૃતદેહ અહીંના હોસ્ટેલ કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો.
માનવામાં આવે છે કે, આ અંગે તૂર્ત જ સીસીટીવી કેમેરા ચકાસાયા છે જેમાં આ વિદ્યાર્થી આઠમાં માળેથી પડતો દેખાઇ છે. જો કે પોલીસે હજુ આત્મહત્યાનો કેસ દાખલ કર્યો નથી પરંતુ તપાસ બાદ સમગ્ર ઘટના બહાર આવશે.
પોલીસને શંકા છે કે, મૃત્યુનું સાચુ કારણ અન્ય કોઇ બાબત છે. આ ઇન્સ્ટીયુટયમાં છેલ્લા 16 મહિનામાં 8 વિદ્યાર્થીના આ રીતે શંકાસ્પદ મોત થયા છે.

