Hyderabadતા.18
અત્રે ગઈકાલે રાત્રે એક પ્રાઈવેટ એસી બસમાં આગ લાગી હતી જોકે ડ્રાઈવર અને સ્ટાફની ત્વરિત સમય સૂચકતાથી જાનહાની ટળી હતી. આ અંગેની વિગત મુજબ શુક્રવારે રાત્રે 10-45 વાગ્યે હૈદ્રાબાદના કેપીએચબી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં એક પ્રાઈવેટ બસમાં અચાનક આગ લાગી હતી. બસ દુર્ગા માલેશ્વરી ટ્રાવેલ્સની એસી સ્લીપર બસ હતી.
બસમાં લગભગ 18 યાત્રી સવાર હતા. આગ ડ્રાઈવરની કેબિનમાં શરૂ થઈ હતી. ડ્રાઈવર અને બસ સ્ટાફની ત્વરિત સૂઝબૂઝથી બધા યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
આગ બસમાં ઝડપથી ફેલાઈ હતી, પરંતુ યાત્રી કે સ્ટાફને ઈજા પહોંતી થઈ. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ગાડી બનાવ સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનાને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. આગનું કારણ હજુ બહાર નથી આવ્યું.

