Mumbai, તા.૨૫
અનુપમ ખેરની ફ્લાઈટનું સુરતમાં ઈમરજન્સી લેન્ડિંગ! મુંબઈમાં રન-વે પર ઉતરવાની જ હતી ત્યાં ફરી ભરી આકાશમાં ઉડાન, એક્ટરે કહ્યું- ૨ વર્ષમાં ચોથી વખત ડરામણો અનુભવ. બોલિવૂડના જાણીતા અભિનેતા અનુપમ ખેર માટે હવાઈ મુસાફરીનો એક સામાન્ય પ્રવાસ અચાનક ચિંતાજનક અનુભવમાં ફેરવાઈ ગયો હતો. ગોવાથી મુંબઈ જઈ રહેલી તેમની ફ્લાઇટને મુંબઈમાં લેન્ડિંગ પહેલાં જ ફરી ઊંચાઈ પર જવું પડ્યું હતું. ત્યારબાદ વિમાનમાં ઇંધણ ઓછું હોવાની સ્થિતિ સર્જાતાં તેને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.બોલિવૂડના જાણીતા અભિનેતા અનુપમ ખેર માટે હવાઈ મુસાફરીનો એક સામાન્ય પ્રવાસ અચાનક ચિંતાજનક અનુભવમાં ફેરવાઈ ગયો હતો. ગોવાથી મુંબઈ જઈ રહેલી તેમની ફ્લાઇટને મુંબઈમાં લેન્ડિંગ પહેલાં જ ફરી ઊંચાઈ પર જવું પડ્યું હતું. ત્યારબાદ વિમાનમાં ઇંધણ ઓછું હોવાની સ્થિતિ સર્જાતાં તેને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટમાં અનુપમ ખેર સહિત કુલ ૧૪૨ મુસાફરો સવાર હતા. સુરતમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થતાં તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો શેર કરીને અનુપમ ખેરે પોતાનો ડરામણો અનુભવ પણ વ્યક્ત કર્યો છે.અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું કે તેઓ ગોવાથી મુંબઈ જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર થયા હતા. વિમાન બપોરે આશરે ૧ઃ૧૦ વાગ્યે ગોવાથી રવાના થયું હતું.મુંબઈ પહોંચ્યા બાદ વિમાન લાંબા સમય સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું હતું. ત્યારબાદ જ્યારે વિમાન રનવે પર લેન્ડ થવાની તૈયારીમાં હતું અને જમીનને સ્પર્શવાની થોડી જ મિનિટો બાકી હતી, ત્યારે અચાનક પાયલટે વિમાનને ફરી ઊંચાઈ પર લઈ જવાનો નિર્ણય લીધો હતો.આ અણધાર્યા નિર્ણયથી વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. અનુપમ ખેરના જણાવ્યા પ્રમાણે, રનવે પર અન્ય કોઈ વિમાનની હાજરી અથવા એર ટ્રાફિકની સ્થિતિને કારણે આવું બન્યું હોવાની શક્યતા છે.મુંબઈમાં ફરી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરવાને બદલે પાયલટે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને સુરત તરફ વાળવાનો નિર્ણય કર્યો હતો.એર ટ્રાફિક કંટ્રોલને વિમાનમાં ઇંધણનું પ્રમાણ લઘુત્તમ સ્તરે પહોંચવાની સ્થિતિ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ માટે મંજૂરી માગવામાં આવી હતી.આ ફ્લાઇટમાં કુલ ૧૪૨ મુસાફરો સવાર હતા. વિમાન બપોરે આશરે ૩ઃ૩૧ વાગ્યે સુરત એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. એરપોર્ટ પર ઇમરજન્સી પ્રક્રિયા મુજબ જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ તૈયાર રાખવામાં આવી હતી.સુરત એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનનું રિફ્યુઅલિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂરી ટેકનિકલ તપાસ અને સલામતી સંબંધિત પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરવામાં આવી હતી.આ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે દોઢ કલાકનો સમય લાગ્યો હતો. ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલ તરફથી જરૂરી મંજૂરી મળતાં વિમાન ફરી મુંબઈ જવા માટે રવાના થયું હતું.આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. જોકે, લેન્ડિંગ પહેલાં જ વિમાને ફરી ઊંચાઈ પર જતાં મુસાફરો માટે આ અનુભવ ચોક્કસપણે તણાવપૂર્ણ રહ્યો હતો. ‘હું નર્વસ ફ્લાયર છું, ૨ વર્ષમાં ચોથી વખત આવું બન્યું’અનુપમ ખેરે વીડિયો દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ પહેલેથી જ હવાઈ મુસાફરી દરમિયાન થોડા નર્વસ રહે છે.

