Surendranagar, તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે ત્યારે ખાસ કરીને સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી માટે સ્થાનિક લોકોને વલખા મારવા પડી રહ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ગઢાદ ગામે સ્થાનિક લોકોને પીવાનું પાણી ન મળતું હોવાના કારણે અને પશુઓ માટે પણ પીવા માટેના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિક ફલોકોમાં રોષ જોવા મળ્યો છે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ પ્રશ્નનો કોઈ પણ પ્રકારનો નિવેડો આવી રહ્યો નથી..
ત્યારે આ અંગે ગ્રામજનો દ્વારા મુળી મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે અને પીવાનું પાણી તાત્કાલિક આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે ત્યારે નર્મદાના પાણીનો પુરવઠો લાંબા સમયથી અનિયમિત છે.
ત્યારે હાલના તબક્કામાં ગઢાદ ગામમાં રહેતા પરિવારજનો ખાનગી રીતે પૈસા ખર્ચી અને પાણી ખરીદી કરવા માટે મજબુર બની રહ્યા છે પીવા માટેનું પાણી નથી મળતું ત્યારે જીવન જરૂરિયાતના પાણી ની પણ ગંભીર પ્રકારની સમસ્યા સર્જાઈ છે.
ત્યારે ગામમાં માલ ઢોરની સંખ્યા પણ વધુ છે ત્યારે સ્થાનિક લોકોને પીવાનું પાણી નથી મળતો માલ ઢોરને બોરનું ખારું પાણી પીવડાવવું પડી રહ્યું છે જેને લઇને માલ ઢોર પર તેની અસર પડી રહી છે.
ત્યારે ગઢાદ ગામમાં નર્મદાના પાણીના પ્રશ્નનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા તેમજ યોગ્ય રીતે પાણી પુરવઠો પહોંચાડવા માટે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે અને હાલના તબક્કામાં જુઓ નર્મદાના પ્રશ્નના નિવેડાના આવે તો ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવાની પણ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.
ત્યારે જો ગામમાં પીવાનું પૂરતું પાણી પહોંચાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને અન્ય કાર્યક્રમો કરવા માટે મજબૂર થવું પડશે તેવી પણ ચીમકી મામલતદાર સમક્ષ ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે

