Rajkot. તા.06
ઢેબર કોલોનીમાં ચાલુ ઈક્કો કાર પર બે શખ્સોએ હુમલો કરી તોડફોડ કરી હતી. જે હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. બનાવ અંગે ધ્રોલના ગાયત્રીનગર પ્લોટ નં.106 માં રહેતાં આસીફભાઇ અબ્બાસભાઇ જસરાયા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સમીર ઉર્ફે ભાણો રહીમ જામ અને મોહસીન અનવર (રહે બંને. ઢેબર કોલોની) નું નામ આપી જણાવ્યું હતું કે, તે છુટક ટ્રક ડ્રાઇવિંગનો ધંધો કરી ગુજરાન ચલાવે છે.
ગઈકાલે તેમના ઢેબર કોલોનીમાં રહેતાં સગા મામાના દિકરા રીયાઝના લગ્ન હોય જેનુ જમણવાર હોય જેથી તેઓ ધ્રોલથી ભાડાની ઈકો ગાડીમાં પત્ની તથા બાજુમા રહેતા યાસીનભાઈ, તથા રમઝાનભાઈ સાથે મામાના દિકરાના લગ્નમા બપોરના દોઢેક વાગ્યે આવેલ હતાં. ત્યા મારા સગા બનેવી સાજીદભાઈ હુશેનભાઈ ભેગા થયેલ અને કહેલ કે, મારે આસીફ સાથે ગઈકાલે બોલાચાલી થયેલ હતી.
જેથી ફરીયાદી અને બનેવી સાજીદભાઈ ઢેબર કોલોનીમા આવેલ મસ્જીદ પાસે સમાધાન માટે ગયેલ હતા. આ આસીફ સાથે સમાધાન થઇ ગયેલ ત્યારબાદ તેઓ ઇકો ગાડી લઈ ધ્રોલ જવા માટે ઢેબર કોલોનીમાથી નીકળેલ અને ઢેબર રોડ ઉપર આવતા હનુમાનજીના મંદીર પાસે ચારેક વાગ્યે એક એક્સેસમાં ડબલ સવારીમા ઘસી આવેલ શખ્સમાંથી એક શખ્સે ઈકો ગાડીમા આગળના ભાગે બેઝબોલનો ધોકો મારતા ગાડીનો આગળનો કાચ તુટી ગયેલ અને ગાડીમા પાછળ બેસેલ રમઝાન રાધાને આ લોકોએ ચાલુ બાઈકે બેઝબોલનો ધોકો મારતા તેને લોહી નીકળવા લાગતા આ બન્ને જણા ત્યાથી તમો આજ તો બચી ગયા છો હવે પછી તમને જાનથી મારી નાખશું તેમ કહી ગાળો દઈ ત્યાથી બન્ને જણા નાશી ગયેલ હતાં.
ત્યારબાદ પરત ઢેબર કોલોની આવતા બનેવી સાજીદભાઈએ કહેલ કે, તમને મારનાર હનીફભાઈનો સગો ભાણેજ સમીર ઉર્ફે ભાણો જામ તથા તેની સાથે હનીફનો કુટુંબીક ભાણેજ મોસીન અનવરભાઈ હતા. દરમિયાન રમઝાનને હાથમા લોહી નીકળતુ હોય જેથી તેમને સારવારમા લઇ ગયેલ હતો. તેમજ ઈકો ગાડીમા પણ નુકશાન થયેલ હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

