- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
થરૂરે જૂથ સામેના પડકારો અને ભારતની વેપાર ખાધનો પણ ઉલ્લેખ કર્યો છે New Delhi,તા.૧૧ બ્રિક્સ અંગે કોંગ્રેસ પાર્ટીમાં અલગ અલગ મંતવ્યો ઉભરી આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે તાજેતરમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે છેલ્લા બે કે ત્રણ બ્રિક્સ સમિટથી ભારતને કેટલો મૂર્ત લાભ મળ્યો છે. હવે, તેમના જ પક્ષના સંસદ સભ્ય શશિ થરૂરે બ્રિક્સના મહત્વ અને તેનાથી ભારતને થયેલા કેટલાક ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો છે. જોકે, થરૂરે જૂથ સામેના પડકારો અને ભારતની વેપાર ખાધનો પણ ઉલ્લેખ કર્યો છે. દિલ્હીમાં બ્રિક્સ સમિટ પહેલા, શશિ થરૂરે કહ્યું કે ગ્લોબલ સાઉથમાં વિકાસશીલ દેશો માટે બ્રિક્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ…
Prayagraj,તા.૧૧ સહારનપુર મસ્જિદ તોડી પાડવાના કેસમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૧૨ ઓક્ટોબરે થશે. હાઇકોર્ટે સિટી મેજિસ્ટ્રેટના વળતર તરીકે ૬.૪૧ કરોડ વસૂલવાના આદેશ પર પણ વચગાળાનો સ્ટે મૂક્યો છે. મસ્જિદ સમિતિ પાસેથી વળતર વસૂલવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. સહારનપુર કલેક્ટરેટ સંકુલમાં સ્થિત વિવાદિત મસ્જિદનું તોડી પાડવાનું કામ સરકારી જમીન પર અનધિકૃત કબજો અને કોર્ટના નિર્ણયો સાથે સંબંધિત છે. માર્ચ ૨૦૨૫ માં, બજરંગ દળના ભૂતપૂર્વ પ્રાંત કન્વીનર વિકાસ ત્યાગીની ફરિયાદના આધારે, મહેસૂલ વિભાગે કાર્યવાહી શરૂ કરી, કલેક્ટરેટની ૩૧૫ ચોરસ મીટર જમીન (ઠાસરા નંબર ૫૩૯)…
New Delhi ,તા.૧૧ દિલ્હીમાં BRICS Summitનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મહેમાનો દિલ્હી આવી રહ્યા છે. હવે, સમગ્ર વિશ્વની નજર દિલ્હી પર કેન્દ્રિત છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી આવી પહોંચ્યા છે. પુતિનનું વિમાન આજે સવારે લગભગ ૩ વાગ્યે પાલમ એરફોર્સ સ્ટેશન પર ઉતર્યું. પુતિન બ્રિક્સ સમિટ માટે ભારત આવ્યા છે, પરંતુ તે પહેલાં, આજે, ૧૧ સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક અને ચર્ચાનું આયોજન છે. ૧૧ બ્રિક્સ સભ્ય દેશો ઉપરાંત, ૧૨ અન્ય દેશોને પણ આ સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, અને તેમના પ્રતિનિધિઓ આ સમિટ માટે દિલ્હી જઈ રહ્યા છે. બ્રિક્સ સમિટમાં…
ફોટો ફ્રેમના ભાવતાલ મામલે રકઝક થતાં યુવકને રહેસી નખાયો: અન્ય સ્ટોલધારકને પણ છરીનો ઘા ઝીંકી દેવાયો મેળામાં ખૂનને અંજામ આપનાર મુખ્ય આરોપી સહીત પાંચ શખ્સોની ધરપકડ: બે સગીર સહીત વધુ ચારને સકંજામાં લેવા તજવીજ Gondal ગોંડલના આઇકોનિક મેળામાં ખૂની ખેલ ખેલાતા નાશભાગ મચી હતી. વછેરાનાં વાડા માં ચાલી રહેલા આઇકોનિક મેળામાં સ્ટોલ ધરાવી ફોટોફ્રેમ અને ભગવાનની છબી વેંચી પેટીયું રળતા પરપ્રાંતીય યુવાન પર વોરાકોટડા રોડ પર રહેતા રાહુલ ડોડીયા નામનાં શખ્સ સહીતની ટોળકીએ અન્ય ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ફોટોફ્રેમના ભાવની રકઝકમાં યુવાનને છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દેવાતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. હત્યાને અંજામ આપી મેળામાંથી નાસી…
આર.એમ. ટ્રેડિંગ પેઢીના સંચાલક પાસેથી ગોધરાની શ્રીજી આલુ ભંડાર પેઢીના માલિકે રૂ. 22 લાખનો માલ મંગાવ્યો: રૂ. 6.40 લાખ ચૂકવી દુકાનને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી જઈ ઠગાઈ આચરી Jetpur જેતપુરના કણકીયા પ્લોટમાં આવેલી આર.એમ. ટ્રેડિંગ પેઢીના માલિક પાસેથી ગોધરાની શ્રીજી આલુ ભંડાર પેઢીના સંચાલકે રૂ. 15.61 લાખની છેયરપિંડી આચરી હતી. રૂ. 22 લાખનો માલ મંગાવી ફક્ત રૂ. 6.40 લાખ ચૂકવી અન્ય નાણાંનું બુચ મારી દેતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે જેતપુરમાં ધોરાજી રોડ પર પાવર હાઉસની બાજુમાં રહેતાં કલ્પેશભાઈ મહેશભાઈ ભાગવાણી (ઉ.વ.૩૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોધરામાં આવેલ શ્રીજી આલુ ભંડાર પેઢીના માલીક રાહુલ નામના શખ્સનું નામ આપી…
હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૦ઃ અમરેલી જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચિંતામાં મુકાયેલા અમરેલી જિલ્લાના ખેડૂતો માટે આજે ગુરુવારે વરસાદી માહોલ આશાનું કિરણ લઈને આવ્યો હતો. જિલ્લામાં સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને ખાંભા તાલુકાના વાંકુનીધાર પંથકમાં અનરાધાર વરસાદ વરસતાં અંદાજે દોઢથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. ભારે વરસાદના પગલે નદી-નાળામાં નવા નીર આવ્યા હતા અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. અમરેલી જિલ્લાના અનેક ગામોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. લીલીયા તાલુકાના હરીપર ગામે ઘોઘમાર વરસાદ પડતાં…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાહિતલક્ષી નિર્ણય Junagadh તા.૧૦ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુનાગઢ જિલ્લાના વિસાવદર શહેર ફરતે બગસરા, જેતપુર સ્ટેટ હાઇવેથી વિસાવદર, સતાધાર, સાસણગીર સ્ટેટ હાઇવે સુધી બાયપાસ રોડ બનાવવાની બાંધકામ પહેલાની પ્રવૃત્તિઓ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે મુખ્યમંત્રી સમક્ષ આ બાયપાસ રોડ નિર્માણ માટે સ્થાનિક પદાધિકારીઓ અને વિસાવદરના નગરજનોએ કરેલી રજૂઆતનો તેમણે ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપીને આ રકમ મંજૂર કરી છે.વિસાવદર શહેર ફરતે બાયપાસ બનાવવાની કામગીરી અંતર્ગત પ્રથમ તબક્કે બાંધકામ પહેલાની પ્રવૃત્તિઓમાં જમીન, સંપાદન, યુટીલીટી શિફ્ટિંગ, ડી.પી.આર. વગેરે કામગીરી માટે આ રકમ ઉપયોગમાં લેવાશે વિસાવદર શહેરની નજીકમાં સતાધાર યાત્રાધામ, સાસણગીર ફોરેસ્ટ, પૌરાણિક કનકેશ્વરી મંદિર તેમજ રૂપલમાં…
બંને પક્ષે છુટા હાથની મારામારી બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૦ઃ મોરબીના રફાળેશ્વર ગામે સમાજ વાડીમાં જુગાર રમવાની ના કહેતા ત્રણ ઇસમોએ કાર, હોટેલમાં નુકશાન કરી બાદમાંપાર્લર, એકટીવા અને રીક્ષામાં પાઈપ વડે તોડફોડ કરી નુકશાન કરી રૂ ૬ હજારની લૂંટ ચલાવી હોવાની મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો સામાપક્ષે પણ મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે મોરબીના રફાળેશ્વર ગામે રહેતા નીતાબેન પ્રકાશભાઈ કામેજડીયા (ઉ.વ.૩૮૦ વાળાએ આરોપીઓ સુલતાન ગીરધરભાઈ વાઘેલા, અજય ચૌહાણ અને મુકેશ કરશન પરમાર રહે ત્રણેય રફાળેશ્વર વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ફરિયાદીના પતિએ જ્ઞાતિની સમાજ વાડીમાં સાતમ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૦ઃ શહેરના વાવડી રોડ પર ન્યુ ગાયત્રી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૨૪,૪૦૦ રોકડ જપ્ત કરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં ૦૩ માં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ચંદ્રકલાબેન હરીશચંદ્ર જાદવ, વિશાલ હરેશભાઈ અગ્રાવત, ગીતાબેન હકાભાઇ સુરેલા, રીનાબેન આશિષભાઈ મકવાણા, ભૂમીબેન ઉર્ફે દિવ્યાબેન જયેશભાઈ પટેલ, શીતલબેન ઉપેનભાઈ ગોવાણી, કાજલબેન દીપકભાઈ ચોટલીયા, જયશ્રીબેન હરપાલભાઈ જોષી, અનસોયાબેન હર્ષદભાઈ ભટાસણા અને સવિતાબેન શાંતિલાલ મનાણી એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૪૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૦ઃ માળિયામાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી પોલીસે ઝડપી લઈને હજુ ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે ત્યારે મોરબીમાં વધુ એક ભેળસેળ કરી દારૂ વેચવાના કારસાનો પોલીસે પર્દાફાશ કરી મુદામાલ ઝડપી લીધો છે આરોપી રેડ દરમિયાન નાસી જતા વધુ તપાસ ચલાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા ધોળેશ્વર રોડ પર રહેતા આરોપી સાજીદ કાદર લધાણીના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપી રેડ દરમિયાન નાસી ગયો હતો મકાનમાંથી ગ્રીન લેવલ વ્હીસ્કી ૧૮૦ મિલીની બોટલોનો ઈંગ્લીશ દારૂ વપરાયેલ ૧૦૦ પાઈપર સ્કોચ વ્હીસ્કીની કાચની બોટલમાં ભરી આર્થિક ફાયદા માટે નીચલી ગુણવત્તાવાળો દારૂ ઉંચી…
