Author: Vikram Raval

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૦ઃ આંદરણા ગામમાં ઘર પાસે શેરીમાં પાર્કિંગ કરેલ બાઈક અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છેમોરબીના મહેન્દ્રનગર ગામે ક્રાંતિજ્યોત પાર્ક સોસાયટીમાં રહેતા સાવન પ્રકાશભાઈ સંઘાણીએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬ ના ૧૨ વાગ્યાથી બપોરે ૨  ૩૦ વાગ્યા દરમીયાન ફરીયાદીનું બાઈક જીજે ૩૬ બીસી ૫૭૧૧ કીમત રૂ ૬૦,૦૦૦ વાળું આંદરણા ગામે રહેતા શીવાભાઈ સંઘાણીના મકાન આગળ શેરીમાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Read More

૨૧ હજારથી વધુ લાભાર્થીઓને પ્રત્યક્ષ-પરોક્ષ લાભ મળશે રૂ.૧૫ કરોડના શૈક્ષણિક વિકાસકાર્યોનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ઃ ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી તથા જામનગર ૭૮- ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય Rivaba Jadejaના જન્મદિવસ નિમિત્તે સમાજને સમર્પિત ‘‘ એકવીશંતિ સેવા સંકલ્પનાઃ  ધ ૨૧ સેવા રિઝોલ્યુશન્સ’’ અંતર્ગત વિવિધ ૨૧ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી અંદાજે ૨૧,૦૦૦ થી વધુ લાભાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આગામી ૧૨ સપ્ટેમ્બર, શનિવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે જામનગરના ધન્વંતરિ ઓડિટોરીયમ ખાતે કરવામાં આવ્યું છે.સેવા સંકલ્પ અંતર્ગત જામનગરની વિવિધ શાળાઓમાં અંદાજે રૂ.૧૫ કરોડના ખર્ચે હાથ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ઃ Jamnagarમાં રહેતી ૩૦ વર્ષીય પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, લગ્નજીવન દરમિયાન પતિ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી હાથ મરોડતા તેમજ ગાલ અને વાંસાના ભાગે થપ્પડ મારતા હતા. ઘર સંસાર જાળવી રાખવાની ઇચ્છાથી પરિણીતાએ આ ત્રાસ સહન કર્યો હતો.ફરિયાદી અસ્મીતાબાના લગ્ન મુથ્વીરાજસિંહ નટવરસિંહ રાઠોડ સાથે તા. ૭ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ બંને જામનગરમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને સંતાનમાં ૮ વર્ષની પુત્રી છે. છેલ્લા આશરે ત્રણ વર્ષથી પતિ દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ શરૂ થયાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. ફરિયાદમાં વધુમાં…

Read More

રૂ.૬૪.૪૯ લાખના અનધિકૃત વ્યવહારો કરાયા, ખાતા ખોલાવી કમિશન મેળવી સાગરીતને કિટ સહિત ખાતા સોંપ્યાનો આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ઃ જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના નાણાંની હેરાફેરી માટે પોતાના નામે બેંક ખાતા ખોલાવી સાગરીતને ખાતાની કિટ સહિત આપી કમિશન મેળવનાર નવ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ દરમિયાન આશરે રૂ.૬૪,૪૯,૬૯૯ના અનધિકૃત નાણાકીય વ્યવહારો થયાનું સામે આવતાં કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ કારૂભાઈ ડાડુભાઈ વસરાએ સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, સાયબર ગઠિયાઓ દ્વારા બેંક ખાતા ધારકોને કમિશન આપી તેમના ખાતામાં ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી ગેરકાયદેસર આર્થિક વ્યવહારો કરવાની પ્રવૃત્તિ સામે…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ઃ જામનગર શહેર અને જામજોધપુરમાં પોલીસે જુગારના બે દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૧ શખ્સોને ઝડપી લીધા હતા. બંને સ્થળેથી કુલ રૂ.૨૨,૬૦૦ રોકડ તથા ગંજીપત્તાનાં ૧૦૪ પાનાં કબજે કરી જુગારધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામજોધપુર પોલીસે ખરાવાડ વિસ્તારમાં જનતા વોટરની સામે આવેલી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરમિયાન ગોળ કુંડાળું વળી ગંજીપત્તાનાં પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતા જામજોધપુરના અરવિંદભાઈ કાનજીભાઈ પરમાર, ભરતભાઈ ગભરૂભાઈ ઓળવીયા, રાજકોટના ભાવેશભાઈ રસિકભાઈ પરમાર, અનિલભાઈ કાન્તીભાઈ રાઠોડ અને ચંદુભાઈ મૂળજીભાઈ પરમાર ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી અલગ-અલગ રોકડ…

Read More

પત્ની વચ્ચે પડતાં છરીની ઝપાઝપીમાં એક આરોપીને જ ઈજા, બાદમાં કુહાડી-ધોકાથી હુમલો કરી હાથમાં ફ્રેક્ચર કરાયું (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ઃ જામનગરના ડીવાઇન હોસ્પિટલ પાછળના રીઘ્ધિ-સિઘ્ધિ એપાર્ટમેન્ટમાં પાનની પીચકારી મારવાના મુદ્દે થયેલા ઝઘડામાં ત્રણ શખ્સોએ એક મજૂર પર છરી, કુહાડી તથા ધોકાથી હુમલો કરી જમણા હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડ્યાની ફરિયાદ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. આ અંગે ઇસ્માઇલ કાસમભાઈ સીપાઈએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું છે કે તા.૮ સપ્ટેમ્બરની રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરે હાજર હતા ત્યારે ઇરફાન આરબ અને સાહિલ ઉર્ફે બોદુ તેમના ઘરે આવ્યા હતા અને અમારા ઘરે કેમ પાનની પીચકારી મારે છે? તેમ…

Read More

રૂ.૩.૦૪ લાખ રોકડ સહિત રૂ.૩૧.૬૪ લાખનો મુદ્દામાલ કબજે (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ઃ જોડિયા તાલુકાના અંબાલા ગામમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારના અખાડા પર એલસીબીની ટીમે દરોડો પાડી ગંજીપત્તાથી પૈસાની હારજીતનો જુગાર રમતા ૧૭ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૩,૦૪,૫૦૦ની રોકડ, ૫૨ ગંજીપત્તા, ૧૮ મોબાઇલ ફોન, પાંચ મોટરસાઇકલ અને ત્રણ ફોરવ્હીલર મળી કુલ રૂ.૩૧,૬૪,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જોડિયા પોલીસ મથક વિસ્તારમાં અંબાલા ગામે આરોપી નંબર-૧ની વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે એલસીબીની ટીમે તા.૧૦ સપ્ટેમ્બરના રોજ રાત્રિના એક વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા ૧૭ શખ્સો ઝડપાઈ…

Read More

પેથોલોજી વિભાગના એચઓડી અને જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિ. સામે ગંભીર આક્ષેપો સાથે રાષ્ટ્રીય તબીબી આયોગને રજૂઆત (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૦ઃ જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન જી.જી. હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજ્યની અમદાવાદ, ભાવનગર અને સુરત સહિતની સરકારી મેડિકલ કોલેજોમાં રેગિંગ સહિતના મુદ્દાઓને લઈને અગાઉ વિવાદો સર્જાયા બાદ હવે જામનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ પેથોલોજી વિભાગના વડા અને સંલગ્ન જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ સામે માનસિક ત્રાસ તથા ગેરવર્તણૂક સહિતના ગંભીર આક્ષેપો સાથે રાષ્ટ્રીય તબીબી આયોગ સમક્ષ ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે. રેસિડેન્ટ તબીબોની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પેથોલોજી વિભાગના વડા દ્વારા…

Read More

કન્ટેનરમા છુપાવેલો ૩૧,૪૫૨ બોટલ અંગ્રેજી દારૂ મળી રૂ. ૧, ૨૫ કરોડનો મુદ્દામાલ કબજે, રાજસ્થાની ચાલક ઝડપાયો  નાસિકના બુટલેગરની શોધખોળ Rajkot તા.૧૦ઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના કાગળ પરના દાવાઓ વચ્ચે વિદેશી દારૂની ઘૂસણખોરી દિવસેને દિવસે વધી રહી છે. પડોશી રાજ્યોમાંથી રોજેરોજ લાખો-કરોડોનો દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે, અને સરહદો સીલ હોવાના પોલીસના દાવાઓ વચ્ચે આ જથ્થો સીધો સૌરાષ્ટ્ર સુધી પહોંચી રહ્યો છે. આવા જ એક મોટા કિસ્સામાં સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન ઝાલાવાડ પંથકમાં સુરેન્દ્રનગર LCBએ મોટો દરોડો પાડી કાઠિયાવાડમાં કટિંગ થાય તે પહેલા જ લીંબડી-ચોટીલા નેશનલ હાઈવે પરથી રૂ. ૧ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી…

Read More

મૃતકના પિતરાઈ ભાઈ સાથેના જૂના ઝઘડાનો ખાર રાખી જાલસીકાના ૯ શખ્સો કારમાં ધસી આવ્યા, ધોકા-પાઈપ-છરીથી હુમલો કરતા ડેરી પાસે જ મોત ઠાકરના ભગત તરીકે ઓળખાતા વિરમભાઈ સરૈયાના મોતથી પરિવારમાં હૈયાફાટ રુદન, તાલુકા પોલીસે ૯ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો Rajkot તા.૧૦ઃ વાંકાનેર તાલુકાના વસુધરા ગામે બે જૂથ વચ્ચેના વર્ષોથી ઝઘડાની જુની અદાવતના કારણે ગઈ કાલે રાત્રે વસુંધરા ગામે જાલસિક્કા ગામના નવ જેટલા શખ્સો દ્વારા કાર લઈને વસુંધરા ગામે ઘસી આવ્યા હતા અને એક યુવકની પ્રાણ ઘાતક હથિયારો વડે યુવાન પર તૂટી પડ્યા હતા યુવાન ને સારવાર મળે તે પહેલાજ ઘટના સ્થળ પર મોત થયું હતું તેમજ સામા…

Read More