Morbi,તા.31
સદનસીબે કોઈ જાનહાની નહિ, સતત ધમધમતા વિસ્તારમાં બની ઘટના
શહેરના મોટાભાગના હોલસેલરની દુકાનો આવેલ છે તેવા સતત ધમધમતા નવાડેલા રોડ વિસ્તારમાં આજે દુર્ઘટના સર્જાઈ હતી જર્જરિત દુકાનનો છજાનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો ત્યારે સ્થળ પર પડેલા બે વાહનોમાં નુકશાન થવા પામ્યું હતું સદનસીબે જાનહાની થઇ નથી
મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ તંત્ર જર્જરિત મકાનો તોડી પાડવાની કામગીરી કરી રહ્યું છે જોકે શહેરમાં અનેક આવા જોખમી ઈમારતો આવેલ છે જેના હજુ સર્વે પણ કરાયા નથી સતત મોતના માંચડા સમાન આવી ઈમારતો તોડી પાડવી જરૂરી છે મહાપાલિકા તંત્રએ તાજેતરમાં મકાનો તોડવાની કામગીરી કરી હતી અને બાકી રહેલા મકાનો તોડી પાડે તે પૂર્વે આજે નવાડેલા રોડ પર દુકાનનો છજાનો ભાગ ધરાશાયી થઈને તૂટી પડયો હતો જેથી રોડ પર પડેલી એક કાર અને એક રીક્ષાને નુકશાન થયું હતું આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ ? તેવો ગણગણાટ પણ વેપારીઓમાં જોવા મળ્યો હતો