- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
શહેર-જિલ્લામાં જુગારના જુદા-જુદા ૮ સ્થળે દરોડાઃ ૫૦થી વધુ શખ્સો ઝડપાયા, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે (નયના દવે દ્વારા) Jamnagar તા ૧૧ શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ હોવા છતાં જુગારની લત ધરાવતા તત્વોની પ્રવૃત્તિ અટકી ન હતી. શ્રાવણના અંતિમ દિવસે પણ જુગાર રમતા શખ્સો સામે જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જુદા-જુદા સ્થળોએ દરોડા પાડવામાં આવતા મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાયા હતા. જામનગર શહેરના સિટી એ વિભાગ પોલીસ મથક હેઠળ હવાઈચોક ભાનુશાળીવાડ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો પાસેથી રૂ.૧૦,૩૫૦ની રોકડ તથા ગંજીપાનાં કબજે કરવામાં આવ્યાં હતાં. જ્યારે સિટી બી વિભાગ પોલીસે…
આલેખન: વિનોદભાઇ માછી નિરંકારી ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી.મોરેશ્વર નામના ગણપતિના એક અનોખા ભક્ત થઈ ગયા. તેમની નિશ્છલ ભક્તિના કારણે જ પ્રભુ સાથે તેમનું નામ જોડાઈ ગયું તેથી આ દિવસોમાં “ગણપતિ બાપ્પા મોરિયા”ના પવિત્ર નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠે છે.ભારતીય સંસ્કૃતિના ઋષિમુનિઓએ ગણપતિને ખૂબ જ મહત્વ આપ્યું છે.પ્રત્યેક શુભ કે મંગળ કાર્યમાં તેમનું જ પ્રથમ પૂજન કરવામાં આવે છે. પુરાણોમાં એક પ્રસિદ્ધ કથા આવે છે કે માતા પાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઈ.તેમણે પોતાના શરીર પરથી મેલ ઉતારીને તેનું એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યા,જેથી તે બાળક જીવંત બન્યું. તેમણે તે બાળકને દ્વાર પર પહેરો ભરવા ઊભો રાખ્યો અને…
મુંબઈ, તા.૧૧ કેમેરામેન્સ સાથે તેના રુક્ષ વર્તનને કારણે પોતાને જયા બચ્ચનનાં લાઈટ વર્ઝન તરીકે ઓળખાવવામાં આવે છે તે બાબતે પ્રતિભાવ આપતાં Taapsee Pannuએ જણાવ્યું હતું કે આ તો મારી પ્રશંસા ગણાય. હું હમેશા માત્ર સારી બાબત જોઉં છું. તે એક સારી એક્ટર અને ખૂબ મજબૂત મહિલા છે. મને તેમની સાથે સરખાવી લોકો તેમની ઉદારતા દાખવી રહ્યા છે. તાપસીએ તેના કેમેરામેન્સ સાથેેના તેના અનુભવ બાબતે નિખાલસતાથી વાતો કરતાં જણાવ્યું હતું કે મારી સાચાં ખોટાની સ્પષ્ટ સેન્સને કારણે હું તેમને ગમતી નથી. મારી થોડાં વધારે નમ્ર બનવું જોઇએ પણ તેઓ મારાં નામની બૂમો પાડે છે તે મને ગમતું નથી. મારા માતાપિતા સિવાય…
પ્રિયદર્શનની પોતાની ૨૦૧૬ની મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ પરથી ‘હૈવાન’નું રૂપાંતરણ કરવામાં આવ્યું છે મુંબઈ, તા.૧૧ અક્ષય કુમાર અને Saif Ali Khanની ‘હૈવાન’ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ સાથે Saif Ali Kha પહેલી વખત દિગ્દર્શક પ્રિયદર્શન સાથે કામ કરી રહ્યો છે. ફિલ્મમાં સૈફે દૃષ્ટિહીન વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે, જે માર્શલ આટ્ર્સમાં નિપુણ છે. આ પાત્ર માટે સૈફે અનેક પડકારજનક એક્શન સીન પોતે જ કર્યા હતા.ફિલ્મનાં એક ગંભીર એક્શન સીન વિશે વાત કરતાં સૈફે જણાવ્યું કે શરૂઆતમાં તેનાં પાત્રને કેટલાક લોકો મારપીટ કરીને હેરાન કરે છે. તેને લાતો મારવામાં આવે છે અને થપ્પડ પણ મારવામાં આવે છે. ત્યારબાદ દર્શકોને સ્વાભાવિક રીતે…
New Delhi,તા.૧૧ ભારતીય ક્રિકેટ ટીમ હવે તેના આગામી મિશન માટે તૈયાર છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી૨૦ શ્રેણી શરૂ થવાની છે. ભારતીય ટીમ મેચ માટે દિલ્હી પહોંચી ગઈ છે. શ્રેણીની પહેલી મેચ ૧૩ સપ્ટેમ્બરે રમાશે. દરમિયાન, ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી ગઈ છે અને તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આનો એક વીડિયો પણ બીસીસીઆઇ દ્વારા શેર કરવામાં આવ્યો છે ભારત અને અફઘાનિસ્તાન ત્રણ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાના છે. ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થતી શ્રેણીની બધી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. જોકે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ શ્રેણીનું આયોજન કરી રહ્યું છે. ટીમ ઈન્ડિયા ગુરુવારે દિલ્હી પહોંચી હતી અને સ્ટેડિયમમાં…
મુંબઇ,ત.૧૧ આ સફળતા ધીરેન્દ્ર મુલ્કલવાર માટે ખાસ છે, જેમણે ફિલ્મનું પૃષ્ઠભૂમિ સંગીત રચ્યું છે, કારણ કે તે ફક્ત એક ફિલ્મની સફળતા નથી, પરંતુ તેમની ૨૦ વર્ષની રાહનો જવાબ છે. ધીરેન્દ્ર છેલ્લા બે દાયકાથી ઉદ્યોગમાં સક્રિય છે. તેઓ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક અને ટોયલેટઃ એક પ્રેમ કથા જેવા પ્રોજેક્ટ્સનો ભાગ રહ્યા છે, પરંતુ એક સ્વતંત્ર ફિલ્મ સંગીતકાર તરીકે, તેઓ પોતાની ઓળખ સ્થાપિત કરવાની તકની રાહ જોઈ રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે જે ફિલ્મે તેમને તે તક આપી તે કોઈ પરીકથાથી ઓછી નથી. તેઓ લગભગ બે મહિના પહેલા કૈચી ધામની મુલાકાતે ગયા હતા. તેમને ખબર નહોતી કે વિશાલ બાબાજી પર…
Ballia,તા.૧૧ ઉત્તર પ્રદેશની બલિયા ફેમિલી કોર્ટે ભોજપુરી અભિનેતા અને ભાજપ સ્ન્ઝ્ર Pawan Singhને તેમની પત્ની જ્યોતિ સિંહના ભરણપોષણ કેસની સુનાવણીમાં હાજર ન રહેવા બદલ ?૧,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. બુધવારે સુનાવણીમાં Pawan Singhનું નિવેદન નોંધવાનું નક્કી હતું, પરંતુ તેમના વકીલ હરિવંશ સિંહે જણાવ્યું હતું કે પટણામાં પૂરની સ્થિતિને કારણે તેઓ કોર્ટમાં પહોંચી શક્યા ન હતા. સુનાવણી મુલતવી રાખવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેમની ગેરહાજરીને કારણે કોર્ટે દંડ ફટકાર્યો હતો. આ પહેલી વાર નથી જ્યારે પવન સિંહ સુનાવણી માટે હાજર થયા નથી; તેઓ અગાઉ પાછલી સુનાવણીમાં ચૂકી ગયા હતા. આ કેસની આગામી સુનાવણી ૫ ઓક્ટોબરે યોજાશે. જ્યોતિ…
Ahmedabad,તા.૧૧ Gujarat High Court લગ્નના વચનના આધારે શારીરિક સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ સાથે યુવક સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર એટલા માટે કે લાંબા સમય સુધી સંબંધ રહ્યા બાદ લગ્ન થયા નથી અથવા યુવકે લગ્ન કરવાનો ઇનકાર કર્યો છે, તેના આધારે શરૂઆતથી જ લગ્નનું ખોટું વચન આપવામાં આવ્યું હતું અને છેતરપિંડીનો ગુનાહિત ઈરાદો હતો એવું આપમેળે માની શકાય નહીં. આ કેસની હકીકત મુજબ, યુવતી અને યુવક વચ્ચે જૂન ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૫ સુધી એટલે કે લગભગ બે વર્ષ સુધી સંબંધ રહ્યો હતો. યુવતીની ઉંમર ૩૭ વર્ષ હોવાનું પણ કોર્ટ સમક્ષ રજૂ થયેલી હકીકતોમાંથી સામે આવ્યું…
Ahmedabad,તા.૧૧ ગુજરાત રાજ્ય રમતગમત ક્ષેત્રે વૈશ્વિક ફલક પર પોતાની ઓળખ વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે. ગુજરાતને વર્ષ ૨૦૩૦ની Commonwealth Games 2030ની યજમાની મળી છે. આ ભવ્ય આંતરરાષ્ટ્રીય રમત મહોત્સવના સફળ આયોજન માટે રાજ્ય સરકારે અત્યારથી જ વ્યાપક સ્તરે કામગીરી શરૂ કરી દીધી છે. જે અંગે આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર છેલ્લા એક વર્ષમાં આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. રમતોના આયોજન માટે હોસ્ટ કોલોબ્રેશન એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત જરૂરી હોસ્ટ ફીની ચુકવણી પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ૧૨ ઓગસ્ટ ૨૦૨૪ રોજ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરીને અમદાવાદ ૨૦૩૦…
Gandhinagar,તા.૧૧ ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શરૂ કરવામાં આવેલી વાઇન એન્ડ ડાઇન સુવિધા બાદ વિદેશી દારૂના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કરેલી માહિતી મુજબ માત્ર એક વર્ષના સમયગાળામાં જ વિદેશી દારૂના વેચાણમાં અનેક ગણો વધારો નોંધાયો છે. ગિફ્ટ સિટીમાં દેશ-વિદેશની કંપનીઓની ઓફિસો તેમજ ઉદ્યોગપતિઓ અને વિદેશી પ્રતિનિધિઓની અવરજવર રહેતી હોવાથી આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગે આપેલી વિગતો અનુસાર, ૧ ઓગસ્ટ ૨૦૨૪થી ૩૧ જુલાઈ ૨૦૨૫ દરમિયાન ગિફ્ટ સિટીના વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી વિસ્તારમાં ૩,૭૧૬.૨૮ લિટર વિદેશી દારૂનું વેચાણ થયું હતું. ત્યારબાદના એક વર્ષમાં એટલે કે…
