- બે લોકોની સરખામણી કરવી મૂર્ખતા છે’, શમિતાએ બહેન Shilpa Shetty સાથેની સરખામણી પર વાત કરી
- છૂટાછેડા પછી ઘરે પહોંચ્યો ભૂતપૂર્વ પતિ, અભિનેત્રીએ તિલક લગાવીને સ્વાગત કર્યું
- R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો
- Ranveer-Deepika ગણપતિ ઉત્સવમાં પહોંચ્યા, ’દેવ શ્રી ગણેશ’ પર નાચ્યો
- Asia Cup માટે ભારતીય ટીમને ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો
- Devdutt Paddikkal ની ટીમનું ટાઇટલનું સ્વપ્ન ચકનાચૂર, શ્રેયસ ગોપાલની ટીમે જીત મેળવી
- ૨૧ વર્ષીય બેટ્સમેન Danish Malevar બેવડી સદી ફટકારીને ધમાલ મચાવી
- 30 ઓગસ્ટ નું રાશિફળ
Author: Vikram Raval
દાયકાઓ અગાઉ ગીતકાર-સંગીતકારની આ જોડીએ ‘જંગલબૂક’ થી તેમનું કોલબરેશન શરુ કર્યું હતું Mumbai,, તા.૨૭ ગીતકાર ગુલઝાર અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ ફરી ‘ગુસ્તાખ ઈશ્ક’ ફિલ્મથી કોલબરેશન કરી રહ્યા છે. વિજય વર્મા તથા ફાતિમા સના શેખની જોડી ધરાવતી ફિલ્મમાં નસીરુદ્દિન શાહ તથા શરીબ હાશ્મી સહિતના કલાકારો છે. દાયકાઓ અગાઉ ગીતકાર-સંગીતકારની આ જોડીએ ‘જંગલબૂક’ થી તેમનું કોલબરેશન શરુ કર્યું હતું. તે પછી ‘માચિસ’, ‘ઓમકારા’ અને ‘મકબૂલ’ તથા ‘હૈદર’ સહિતની ફિલ્મોમાં તેમણે સાથે કામ કર્યું છે. વિશાલ ભારદ્વાજ પોતે બોલીવૂડના ટોચના દિગ્દર્શકોમાં સ્થાન પામે છે પરંતુ ‘ગુસ્તાખ ઈશ્ક’ ફિલ્મમાં તેઓ ફક્ત સંગીતકાર તરીકે જ કન્ટ્રીબ્યૂટ કરી રહ્યા છે. આ ફિલ્મથી કોશ્યુમ ડિઝાઈનર મનિષ મલ્હોત્રા …
સુનીલ શેટ્ટી છેલ્લીવાર ‘કેસરી વીર’ ફિલ્મમાં નજર આવ્યો હતો. જે મે ૨૦૨૫માં રિલીઝ થઈ હતી Mumbai,, તા.૨૭ બોલિવૂડના ‘અન્ના’ એટલે કે સુનીલ શેટ્ટી તેની એક્શન ફિલ્મ માટે જાણીતો છે. તેની ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ પર પૈસાનો વરસાદ કરી રહી છે. પણ, હાલમાં જ અભિનેતા મધ્યપ્રદેશના ભોપાલમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ત્યાં એક મિમિક્રી આર્ટિસ્ટની કળાને જોઈને ભડકી ઉઠ્યા હતા. ત્યારબાદ સુનીલે માઇક લઈને મિમિક્રી આર્ટિસ્ટની જાહેરમાં આટલું બધુ અપમાન કર્યું હતું,જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ ગયો. આ વીડિયો જેવો વાઇરલ થયો કે યુઝર્સ અભિનેતાને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એક મિમિક્રી…
બોનીએ કાનૂની અરજી દાખલ કરી છે, જેમાં તેમણે ત્રણેય દ્વારા છેતરપિંડી કરવાનો પ્રયાસ ગણાવ્યો છે Mumbai,, તા.૨૭ બોલિવૂડના ડિરેક્ટર અને પ્રોડ્યુસર બોની કપૂરે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ત્રણ વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ચેન્નાઈના ફાર્મહાઉસની માલિકીનો દાવો કરી રહ્યા છે જે એક સમયે તેમની સ્વર્ગસ્થ પત્ની, સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીનું હતું.બોનીએ કાનૂની અરજી દાખલ કરી છે, જેમાં તેમણે ત્રણેય દ્વારા છેતરપિંડી કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. ચેન્નાઈમાં ઈસ્ટ કોસ્ટ રોડ પર સ્થિત વિવાદિત મિલકત શ્રીદેવીએ ૧૯ એપ્રિલ ૧૯૮૮ના રોજ એમ.સી. સંબંદા મુદલિયાર પાસેથી ખરીદી હતી. મુદલિયારના પરિવારે ૧૯૬૦માં પરસ્પર મિલકતનું વિભાજન કર્યું હતું અને આ પારિવારીક વહેંચણીના…
વિકી કૌશલનો પહેલો લૂક જાહેર કરીને ૨૦૨૬માં ક્રિસમસ દરમિયાન રિલીઝ કરવાની જાહેરાત કરાઈ હતી Mumbai,, તા.૨૭ વિકી કૌશલની મેડોક ફિલ્મ્સ સાથેની બીજી ફિલ્મ ‘મહાવતાર’ની થોડી વધુ રાહ જોવી પડી શકે છે. શરૂઆતમાં ૨૦૨૬માં ક્રિસમસ દરમિયાન રિલીઝ થવાની હતી. પરંતુ એક અહેવાલ મુજબ, આ માઇથોલોજિકલ ફિલ્મ હવે ૨૦૨૭ સુધી મુલતવી રાખવામાં આવી છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ‘લવ એન્ડ વૉર’ના શૂટિંગને કારણે આ ફિલ્મની રિલીઝમાં વિલંબ થઈ શકે છે.મેડોકની ‘મહાઅવતાર’ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થવાનું હતું. પરંતુ હવે ‘મહાવતાર’નું શૂટ આગામી એપ્રિલમાં જ શરૂ થવાની ધારણા છે, જેના કારણે ડિસેમ્બર ૨૦૨૬માં રિલીઝ થવાની શક્યતા ઓછી…
યશરાજ ફિલ્મ્સની સર્જનાત્મક ટીમ પહેલાથી જ એજન્ટ વિક્રમ માટે એક સ્ટેન્ડઅલોન ફિલ્મ વિકસાવી રહી હતી Mumbai, તા.૨૭ ‘વૉર ૨’ની નિષ્ફળતાએ યશરાજ ફિલ્મ્સને તેનાં મૂળ સુધી હચમચાવી નાખ્યું છે, ફિલ્મની નબળી સ્ક્રિપ્ટ માટે તો તેને ટીકાનો સામનો કરવો જ પડ્યો છે, સાથે જ તે થિયેટરમાં પણ મુશ્કેલીથી ટકી શકી છે, જેના કારણે તમામ હિસ્સેદારોને ભારે નાણાકીય નુકસાન થયું છે. સાથે જ આદિત્ય ચોપરાએ જુનિયર એનટીઆરનાં પાત્ર ઉર્ફે એજન્ટ વિક્રમ પરની પહેલાં જ નક્કી થયેલી સ્ટેન્ડઅલોન ફિલ્મ પણ આદિત્ય ચોપરાએ હાલ તો કોરાણે મુકી દીધી છે.સ્ટુડિયોની નજીકના એક સૂત્ર તરફથી જાણવા મળ્યું છે કે, યશરાજ ફિલ્મ્સે જુનિયર એનટીઆરની લોકપ્રિયતાનો સમગ્ર ભારતમાં લાભ…
શિલ્પા શેટ્ટીએ કહ્યું, કુન્દ્રા પરિવારમાં ૧૩ દિવસનો શોક હોવાથી ધાર્મિક ઉજવણી નહીં Mumbai,, તા.૨૭ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ જાહેરાત કરી છે કે તે આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરે. તેના ભવ્ય અને ભક્તિમય ગણપતિ ઉત્સવ માટે જાણીતી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા છે, ચાહકોને માહિતી આપી છે કે કુન્દ્રા પરિવાર હાલ શોકમાં હોવાથી તેઓ તેઓ ૧૩ દિવસ સુધી શોક પાડશે.પોતાની પોસ્ટમાં શિલ્પા શેટ્ટીએ લખ્યું, “પ્રિય મિત્રો, ઊંડા શોક સાથે, અમને તમને જણાવતા દુઃખ થાય છે કે, પરિવારમાં શોકને કારણે, આ વર્ષે અમે અમારા ઘેર ગણપતિ ઉત્સવ યોજીશું નહીં. પરંપરા મુજબ, અમે ૧૩ દિવસનો શોક પાડીશું અને તેથી…
સૈયામી ખેર પહેલી વાર અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને ડિરેક્ટર પ્રિયદર્શન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે Mumbai,, તા.૨૭ અભિનેત્રી સૈયામી ખેર સત્તાવાર રીતે પ્રિયદર્શનની ફિલ્મ ‘હૈવાન’ના કલાકારો સાથે જોડાઈ ગઈ છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારો અક્ષય કુમાર અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે એવી આ ફિલ્મનું શૂટિંગ કોચીમાં શરૂ થઈ ગયું છે અને તેની પહેલાંથી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે.‘હૈવાન’ ઘણા કારણોસર એક ખાસ ફિલ્મ બની રહી છે. સૈયામી ખેર પહેલી વાર અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને ડિરેક્ટર પ્રિયદર્શન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. દર્શકો માટે અક્ષય અને સૈફ છેલ્લે ‘ટશન’માં જોવા મળ્યા હતા અને હવે, ૧૮ વર્ષ પછી અક્ષય…
આ ફિલ્મ ૨ ઓક્ટોબરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે, જે ગાંધી જયંતિ અને દશેરા સાથે રિલીઝ થવાની છે Mumbai, તા.૨૭ ધર્મા પ્રોડક્શન્સે વરુણ ધવન અને જાહ્નવી કપૂરની આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ના પોસ્ટરનાં રિલીઝ સાથે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી છે. આ પોસ્ટર, એક મોશન પિક્ચર ડિઝાઇન છે, જેમાં ફક્ત મુખ્ય પાત્રો જ નહીં પરંતુ રોહિત સરાફ અને સાન્યા મલ્હોત્રાને પહેલા ક્યારેય ન જોયેલા અવતારોમાં દર્શાવવામાં આવ્યા છે, જે ફિલ્મમાં સંબંધોના ગૂંચવાડા તરફ સંકેત આપે છે.આ પોસ્ટરે ટિ્વસ્ટેડ લવસ્ટોરીને સમજવા માટે ઉત્સુક ફૅન્સમાં ચર્ચાઓ જગાવી છે. બ્રાઇટ ગોલ્ડન સાડીમાં જોવા મળતી જાહ્નવી કપૂર અને સુંદર કાળા…
મૃતકની બે સગી ભાણેજ સહિત ચાર સામે ફરિયાદઃ બનાવમાં ઉપયોગમાં લીધેલું દોરડું સળગાવી પુરાવાનો નાશ કરાયો Morbi, તા.૨૭ રફાળેશ્વર ગામે એક મહિલા દારૂ પીને અવારનવાર માથાકૂટ કરતી હોવાથી તેની બે સગી ભાણેજે અન્ય સાથે મળીને મહિલાને ખાટલામાં દોરડા વડે ધોકાથી માર મારતા બાંધી માથામાં જીવલેણ ઈજાઓ કરી હત્યા નીપજાવી હતી. મોરબી તાલુકા પોલીસે બે મહિલાઓ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.મોરબીના રફાળેશ્વર ગામે રહેતા કાંતાબેન ગાંડુભાઈ સોલંકી નામના વૃદ્ધાએ આરોપીઓ હીના લક્ષ્મણ રાઠોડ, મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડ, હુશેન ફિરોજ જુણેજા અને નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી લક્ષ્મીને દારૂ…
Amreli, Bagasara તા.૨૭ બગસરા તાલુકાના સાપર ગામમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં સંતાનોના પ્રેમ પ્રકરણના મનદુઃખમાં એક ભાઈએ પોતાની સગી બહેનની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જેમાં મામા-ફઈના પિતરાઈ ભાઈ-બહેન પ્રમાંધ બનીને ભાગી જતાં બન્નેના પરિવાર વચ્ચે થયેલા મનદુઃખના ઉશ્કેરાટમાં આ કરુણ બનાવ બન્યો હતો, જેમાં એક માતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, બગસરા તાલુકાના સાપર ગામમાં રહેતા ગીતાબેન ચૌહાણ (ઉ.વ.૫૦)ની આજે તેમના જ મકાનમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપ તેમના સગા ભાઈ નરેશભાઈ ખીમજીભાઈ ચૌહાણ પર મૂકવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, મૃતક ગીતાબેનના દીકરા અને આરોપી…