- આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી
- Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટ પકડાઈ, પીસીબીએ ૯ દિવસમાં ૨૦ આરોપીઓને ઝડપ્યા
- 23 જુલાઈનું પંચાંગ
- Jamnagarના ધૂડસિયા ગામના શખ્સને પોતાની સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ૨૦ વર્ષની સખત કેદ
- 23 જુલાઈનું રાશિફળ
- Jamnagarની ડેન્ટલ કોલેજના રૂ. ૧.૩૬ કરોડના ચેક કૌભાંડમાં તપાસ કરનાર ત્રણ પોલીસ અધિકારીઓને ’શો કોઝ’ નોટિસ!
- Jamnagarમાં જમવાનું આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે ઇંટના ઘા ઝીંક્યા ,મજૂર ગંભીર રીતે ઘાયલ
- Jamnagarમાં વિધવા સહાયના નામે વિશ્વાસ જીતી એક મહિલાએ રૂ. ૧૭.૧૩ લાખ પડાવ્યા
Author: Vikram Raval
કાપડના વેપારી પાસેથી ધંધાના વિકાસ માટે 10 લાખ રૂપિયા લીધા હતા Rajkot,તા.21 શહેરના હોલસેલ રેડીમેડ અને કાપડના વેપારી પાસેથી ધંધાના વિકાસ માટે શો રૂમધારક પિતા પુત્રે ઉછીના લીધેલા રૂપિયા પાંચ પાંચ લાખ પરત કરવાના બે ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે પિતા પુત્ર બંનેને અલગ અલગ એક એક વર્ષની સજા અને ચેકની રકમ ફરિયાદીને વળતર તરીકે ચુકવી દેવાનો હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ શહેરમાં શ્યામ લાઈફ સ્ટાઈલના નામે રેડીમેઈડ, હોલસેલ કાપડનો વ્યવસાય કરતા દિનેશભાઈ પોપટભાઈ ભુત્ત અને શ્યામ દિનેશભાઈ ભુત પિતાપુત્રે બડા બજારના નામે રેડીમેઈડ અને હોલસેલ કાપડ ધંધાર્થી રાજેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા પાસેથી વેપારી સંબંધો હોવાના કારણે ધંધા માટે બંને પિતા-પુત્રએ…
Rajkot,તા.21 શહેર પંથકમાં દારૂ બંધીનો કડક અમલ કરવા માટે બુટલેગરો સામે કડક સાથે કામગીરીના આદેશને પગલે દારૂના નોંધાયેલા ગુના માં ફરારી અપરાધીઓને ઝડપી લેવા શહેર પોલીસ કમિશનર બ્રજે કુમાર ઝા આદેશના પગલે ક્રાઈમ બ્રાન્ચે ડીસીબી પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સાત મહિનાથી ફરાર સાયલા પંથકના કુખ્યાત બુટલેગરને દબોચી લીધો હતો. શહેર ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમઆર ગોંડલીયા, એમ.એલ ડામોર, સીએચ જાદવ ના માર્ગદર્શન ડીસીબી પોલીસ સ્ટેશન ના પી.આઈ વિડી ડોડીયા ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી ડીસીબી પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં સાત મહિનાથી ફરાર રામજી વિભાભાઈ સરવૈયા 30 રહે ગરાંભડી જિ, સુરેન્દ્રનગર વાળા ન ઝડપી લીધો હતો તેની સામે સૌરાષ્ટ્ર ના…
શહેર પોલીસ દ્વારા ધ્વનિ – પ્રદુષણ ફેલાવનારા મોડીફાઈડ સાયલન્સર સામે કાર્યવાહીથી સ્ટાઇલિશ યુવાઓમાં ફફડાટ Rajkot,તા.21 શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોંઘા દાટ બાઇકમાં એક્સ્ટ્રા એસેસરીઝ તરીકે લગાવવામાં આવેલ અને ધ્વનિ પ્રદુષણ ફેલાવનારા મોડીફાઈડ સાયલન્સર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. વધુ વિગત મુજબ શહેરમાં બાઈક ચલાવનારા યુવાનો , સ્ટાઈલ અને શોખ માટે મોડીફાઈડ સાયલન્સર સાથે ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હોય છે.કંપનીના માન્ય સાયલેન્સરની જગ્યાએ અનઅધિક્રુત રીતે વધુ ધ્વનિ અને પ્રદુષણ ફેલાવતા અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા મોડીફાઇડ સાયલેન્સર ફિટ કરેલ હોય જેનો ઉપયોગ નીતિગત અને કાનૂની દ્રષ્ટ્રીએ દંડનીય છે, જેને ધ્યાને લઇ આવા મોટર સાયકલ/બુલેટ ચાલકો વિરુધ્ધ શહેરના રેસકોર્ષ રીંગ રોડ, કાલાવડ રોડ,…
કોપર પ્લાન્ટ, નેશનલ હાઇવે, નર્મદા સીમેન્ટ સહિતના પ્રશ્નો બાબતે આગેવાનોએ કરી રજુઆત, Rajula,તા.21 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજુલાની મુલાકાતે પધાર્યા હતા. રાજુલા શહેરમાં આવેલ લાયન લોડ્સ હોટેલ ખાતે રાજુલા-જાફરાબાદના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી. તેમજ રાજુલા-જાફરાબાદના પ્રશ્ર્નો સંદર્ભે ઉગ્ર રજુઆતો કરાઇ હતી. જેમા જયદીપભાઇ ધાખડા તથા ચેતનભાઇ વ્યાસ સહિતના લોકોએ કોપર પ્લાન્ટના નિર્માણ સામે પર્યાવરણ સામે ખતરો હોય બંધ રાખવા રજુઆત કરી હતી. તેમજ બાબરકોટ ગામે ખેડૂતોએ નર્મદા સીમેન્ટ કંપની દ્વારા નવ હજાર વિઘા જમીન એક્વાયર કરી હોય બાબરકોટમા હવે બાજરો…
Rajkot,તા.21 રાજ્યમાં ચોમાસાના પાણી થકી ભૂગર્ભ જળસંચય કરવાના મુખ્ય હેતુસર સુજલામ સુફલામ જળ અભિયાન -‘કેચ ધ રેઈન-૨.૦’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં હાલ જળસંપત્તિ વિભાગના ૧૪૫ જેટલાં કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ જળસંચયનાં જુદા-જુદા કામોનું આયોજન કરવા માટે હાલમાં યોજાયેલી બેઠકમાં જણાવાયું હતું કે, જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે જળસંપત્તિ વિભાગના વિવિધ પ્રકારના ૧૫૪ જેટલા કામોમાંથી ૧૪૫ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ચેકડેમ ડીશીલ્ટીંગનાં ૨૦ કામો, ચેકડેમ રીપેરીંગનાં ૧૩ કામોનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૬૬ તળાવો ઊંડા ઉતારવામાં આવશે. એક નદીને પુનઃજીવિત કરવામાં આવશે, ૩૯ નદીઓ તથા એક વોકળાની સાફસફાઈ કરાશે. અત્યાર સુધીમાં જળાશય ડીશીલ્ટીંગનાં…
નાગરિકોએ પીએમજેવાય કાર્ડ, જાતિ ના દાખલા, રેશનકાર્ડ, પીએમ કિસાન અંતર્ગતની વિવિધ સેવાઓનો એક જ સ્થળે લાભ લીધો : સ્થળ પર જ ૧૮૦૦ અરજીઓનો નિકાલ કરાયો Junagadh, તા.21 જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેશોદ તાલુકાના બાલાગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાગરિકોએ પીએમજેવાય કાર્ડ, જાતિ ના દાખલા, રેશનકાર્ડ, પીએમ કિસાન અંતર્ગતની વિવિધ સેવાઓનો એક જ સ્થળે લાભ લીધો હતો. આ સેવાસેતુ કાર્યક્રમાં સ્થળ પર જ ૧૮૦૦ અરજીઓનો નિકાલ કરાયો હતો. જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ કેશોદના બાલાગામ ખાતે પટેલ સમાજમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોએ પશુ સારવાર, આધાર કાર્ડમાં અપડેશન, પીએમજેવાય કાર્ડ ને લગતી સેવા ,ફાર્મર…
Manavadar,તા.21 માણાવદરના જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ મશરૂના 59 માં જન્મદિન અને સમર્થ લોકસંત મુક્તાનંદ મહારાજના 67 જન્મદિન નિમિતે લોહાણા મહાજન વંડી ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. વિજયભાઈ મશરૂને માણાવદર નગર પાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, માણાવદર મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અરવિંદભાઈ લડાણી, માણાવદર મામલતદાર એમ. ડી. શુક્લ, લોહાણા મહાજનના પ્રમુખ ગિરીશભાઈ સોમૈયા, એડવોકેટ અનિલભાઈ ગાથા રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ ભારતીબેન તન્ના, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ઉરેશ રાવલ ,રાકેશ ઓઝા, વિજય પાનસોરા, કનુભાઈ જાની, મયુરભાઈ પાનસેરા નગરસેવક વિજય જોશી ,ગો ઉપાસક મયૂર રાવલ, સુધીર ભટ્ટ, શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદરના મનીષ ખખ્ખર, માણાવદરના સિંધી સમાજના…
America, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સ વિરૂદ્ધની કવાયત દિવસેને દિવસે આકરૂ સ્વરૂપ ધારણ કરી રહી છે. ઈમિગ્રેશન ઓથોરિટીએ હાલ અમેરિકામાં વસતાં 4500 જેટલા ઈમિગ્રન્ટ્સને અંદાજે 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. જેમાં અમુક ઈમિગ્રન્ટ્સને 18 લાખ ડોલરનો ઊંચો દંડ કર્યો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઈમિગ્રેશન ઓથોરિટી દ્વારા ગેરકાયદે વસવાટ કરતાં લોકોને દંડ ફટકારતી નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસનો જવાબ 30 દિવસની અંદર આપવાનો રહેશે. જેમાં ડિપોર્ટેશનનો ઓર્ડરનો અમલ કરવાની પ્રતિજ્ઞા લેતું લેખિત નિવેદન રજૂ કરવાનું રહેશે. અમુક કિસ્સામાં દંડ ન લાગૂ કરવાના માન્ય કારણો પુરાવાઓ સાથે રજૂ કરવાના રહેશે.…
મહાનગરપાલિકાની ટીપીઓ શાખા ની ૬ ટુકડી દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ Jamnagar,તા.21 જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરીત ઈમારતો કે જેને સિફ સ્ટેજે લઈ જવા અથવા તો દૂર કરવા માટેની તાકીદની કાર્યવાહી ચાલી રહી છે, અને આવા તમામ જર્જરીત મકાનો વગેરેની રી-સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોઢી, આસી. મ્યુનિ કમિશનર ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ ટીપીઓ શાખા ના ઇજનેર ઊર્મિલ દેસાઈ છે. તેમજ અનિલ ભટ્ટની રાહબરી હેઠળ અલગ અલગ છ ટીમો બનાવી છે, અને ખાસ કરીને જૂના જામનગરનાશહેરી વિસ્તારમાં તમામ ટુકડીઓને તાત્કાલિક અસરથી દોડતી કરી દેવાઈગત…
નવાગામ ઘેડ સહિતના વિસ્તારના ૨૦ યુવકો વિડીયો બનાવીને ફૂલ સ્પીડે પરત ફરતા હતા દરમિયાન ખીજડીયા પાસે અકસ્માત નડયો Jamnagar,તા.21 જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા ગામના પાટીયા પાસે શનિવારે રાત્રે જામનગર તરફ આવી રહેલું એક બાઈક એક ટૂંક સાથે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો, અને બાઈકના ચાલક અંકિત દિલીપભાઈ મકવાણા નામના ૧૮ વર્ષના યુવાનને ગંભીર ઈજા થઈ હતી, અને તેને લોહી લુહાણ હાલતમાં ૧૦૯ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવ્યો છે, અને હાલ તેની આઈ.સી.યુ. વિભાગમાં સધન સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતા પંચકોષી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ લાંબરીયા બનાવના સ્થળે તેમજ…
