- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
શર્મિલા ટાગોરે કાન્સમાં સુંદર સાડી પહેરી હતી, શર્મિલા ટાગોર વાદળી રંગની સાડીમાં એકદમ શાહી લાગી રહી છે Mumbai, તા.૨૧ ઘણા બોલિવૂડ સેલેબ્સે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી છે. હવે શર્મિલા ટાગોર પણ તેમની પુત્રી સબા સાથે આવી છે. તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે.શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ કાન્સમાં પોતાના શાહી અંદાજમાં જોવા મળ્યા હતા.માતા અને પુત્રી બંનેની જોડી પરફેક્ટ લાગી રહી છે. બંને સાથે પોઝ આપી રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે.સત્યજીત રેની ફિલ્મ “અરનૈયર દિન રાતી” ના સ્ક્રીનિંગ માટે શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ કાન્સમાં પહોંચી ગયા છે. આ ૧૯૭૦ ની ક્લાસિક ફિલ્મ છે જેનું ૪કે વર્ઝન…
પરેશ રાવલે જાન્યુઆરી મહિનામાં જ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તે હેરાફેરી-૩માં જોવા મળશે Mumbai, તા.૨૧ ફિલ્મોમાં કોર્ટરૂમ ડ્રામા તો ઘણા થાય છે, પરંતુ રિયલ લાઈફમાં બે જાણીતા અભિનેતા વચ્ચે કોર્ટરૂમ ડ્રામા લગભગ પહેલીવાર જોવા મળશે. હેરાફેરી ળેન્ચાઈઝીના બે કલાકાર અક્ષય કુમાર અને પરેશ રાવલ હવે કોર્ટમાં રિયલ લાઈફનો કેસ લડતા જોવા મળે તેવી પૂરી સંભાવના છે. આ ઘટના પણ હેરાફેરી ફિલ્મની સાથે સંબંધ ધરાવે છે. દિગ્દર્શક પ્રિયદર્શનની સુપરહીટ ફિલ્મ હેરાફેરીનો ત્રીજો ભાગ બની રહ્યો છે, પરંતુ અચાનક અભિનેતા પરેશ રાવલે ફિલ્મ ન કરવાની જાહેરાત કરી દીધી છે. ફિલ્મ અક્ષય, સુનીલ શેટ્ટી અને પરેશ ત્રણેયની જોડીએ કમાલ…
વૉર ફિલ્મમાં રીતિક સાથે દીપિકા પદુકોણે જોડી જમાવી હતી જ્યારે સિક્વલમાં કિયારા અડવાણી રીતિકની હીરોઈન છે Mumbai, તા.૨૧ રીતિક રોશન અને જૂનિયર એનટીઆરની ફિલ્મ વૉર-૨ ઑગસ્ટ મહિનામાં રીલિઝ થવાની છે. આ ફિલ્મની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. વૉર ફિલ્મમાં રીતિક સાથે દીપિકા પદુકોણે જોડી જમાવી હતી જ્યારે સિક્વલમાં કિયારા અડવાણી રીતિકની હીરોઈન છે. ફિલ્મનું ટીઝર લૉંચ થયુ છે ત્યારથી રીતિક અને જૂનિયર એનટીઆર કરતા વધારે ચર્ચા કિયારાની થઈ રહી છે.જો તમે ફિલ્મનું ટીઝર જોયું હોય તો આખું એક્શનથી ભરપુર છે. રીતિક અને એનટીઆર વચ્ચે વૉરના સિન્સથી ભરેલા ટીઝરમાં કિયારા તો માત્ર એક સેકન્ડ માટે જ દેખાઈ છે, પણ આટલા ટાઈમમાં…
અક્ષયે તાજેતરમાં પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત ફિલ્મ ભૂત બાંગ્લાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે Mumbai, તા.૨૧ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત તેની આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા ‘નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ અંગે અક્ષયે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે અભિનેત્રી વામિકા ગબ્બી સાથે જોવા મળી રહ્યો છે. આ ગીત કેરળમાં શૂટ કરવામાં આવ્યું છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે આ સમય દરમિયાન દિગ્દર્શક અમિત રાય પણ અક્ષય કુમાર સાથે કેરળ ગયા હતા.સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અમિતના મનમાં ફિલ્મ ‘ઓએમજી ૩’ સાથે જોડાયેલા ઘણા વિચારો હતા. આ સમય દરમિયાન, તેમણે…
દુનિયાભરની સંપત્તિ પણ શાહરૂખ છે મિડલ ક્લાસ સફળતાના દરેક સ્વાદનો સ્વાદ ચાખી ચૂકેલા શાહરૂખ ખાનને ઘણા લોકો ડાઉન ટુ અર્થ તરીકે વર્ણવે છે Mumbai, તા.૨૧ શાહરૂખ ખાને ફિલ્મ ઉદ્યોગમાં ૩૨ વર્ષ પૂર્ણ કર્યા છે. શરૂઆતના દિવસોમાં, અભિનેતાએ એટલી સખત અને ખંતથી મહેનત કરી કે થોડા જ સમયમાં તે બોલિવૂડનો કિંગ ખાન બની ગયો. સફળતાના દરેક સ્વાદનો સ્વાદ ચાખી ચૂકેલા શાહરૂખ ખાનને ઘણા લોકો ડાઉન ટુ અર્થ તરીકે વર્ણવે છે. પોતાના અભિનય અને વર્તનથી શાહરુખે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ લોકોના દિલ પર રાજ કર્યું છે. ફિલ્મ ‘રા.’ ‘વન’ દ્વારા શાહરૂખ સાથે કામ કરી ચૂકેલા દિગ્દર્શક અનુભવ સિંહાએ શાહરૂખ…
Morbi,તા.21 મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત ડીમોલીશન કામગીરી ચાલી રહી છે જેમાં આજે શનાળા રોડ પરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ૫૦ જેટલા દબાણો દુર કરવામાં આવ્યા હતા તેમજ ૫ મકાનોને નોટીસ આપવામાં આવી છે મોરબીના હાઉસિંગ બોર્ડમાં મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું વિસ્તારમાં આવેલ ૫૦ જેટલા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા જેસીબી દ્વારા સાર્વજનિક જગ્યામાં ખડકાયેલા ૫૦ જેટલા છાપરા સહિતના દબાણો દુર કરવામાં આવ્યા છે પાંચ મકાનને દબાણ હટાવવા પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે
Morbi,તા.21 મોરબીના કંડલા બાયપાસ કામધેનું પાર્ટી પ્લોટ પાસે બપોરના સમયે કાર ઓચિંતી સળગી ઉઠી હતી કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી કાર સળગી ઉઠતા થોડીવાર માટે વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો
Morbi,તા.21 રંગપર ગામના મકાનમાં દરોડો કરી પોલીએ દેશી દારૂ ૧૪૦ લીટર અને ઈંગ્લીશ દારૂની ૮૦ બોટલ મળીને કુલ રૂ ૧.૩૧ લાખનો મુદામાલ કબજે લઈને આરોપીની શોધખોળ હાથ ધરી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામે રહેતા આરોપી ભીખુભાઈ દાદભાઈ તકમરીયાના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનના ફળિયામાં માલ ઢોર માટે રાખેલ નીરણ નીચે છુપાવી રાખેલ દેશી દારૂ ૧૪૦ લીટર કીમત રૂ ૨૮ હજાર અને ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૮૦ કીમત રૂ ૧,૦૩,૮૦૦ સહીત કુલ રૂ ૧,૩૧,૮૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી…
Morbi,તા.21 હરીપરથી મીતાણા જતા રોડ પરથી મોટરસાયકલ લઈને આધેડ જતા હતા ત્યારે કાર ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા બાઈક ચાલક અને પાછળ બેસેલ મહિલાને પછાડી દેતા ઈજા પહોંચી હતી ટંકારાના નસીતપર ગામના રહેવાસી રાજેન્દ્રભાઈ બધાભાઈ દાફડાએ કાર જીજે ૧૦ ડીજે ૪૯૯૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રાજેન્દ્રભાઈ અને જ્યોતિબેન બાઈક લઈને હરીપર ગામથી મીતાણા રોડ પર જતા હતા ત્યારે કાર ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારી ફરિયાદી રાજેન્દ્રભાઈ અને જ્યોતિબેનને પછાડી દેતા ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Morbi,તા.21 નવી પીપળી ગામ નજીક ફેકટરીમાં કામ કરતા યુવાને લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોરબીના નવી પીપળી નજીક આવેલ સીપોન સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા રાજુભાઈ જગન્નાથ યાદવ (ઉ.વ.૨૦) નામના યુવાને ગત તા. ૨૦ ના રોજ લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે
