Author: Vikram Raval

પુસ્તકમાં જ લેખક યાસિર ઉસ્માને ઉમરાવ જાનના નિર્દેશક મુઝફ્ફર અલીના હવાલેથી રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધને લઈને આ વાત લખી છે Mumbai, તા.૨૧ બોલીવુડમાં ઘણીવાર એવું થાય છે કે એક સાથે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યા પછી હીરો હીરોઇન એકબીજાના પ્રેમમાં પડે. પ્રેમમાં પડ્યા પછી ઘણા એક્ટર્સ લગ્ન કરી લેતા હોય છે તો ઘણાની લવ સ્ટોરીનો દુઃખદ અંત આવી જતો હોય છે. પરંતુ તેની ચર્ચા વર્ષો સુધી થાય છે. આવી જ લવ સ્ટોરી છે અમિતાભ બચ્ચન અને રેખાની. એ વાત સૌ કોઈ જાણે છે કે રેખા અમિતાભ બચ્ચનના ગળાડૂબ પ્રેમમાં હતી. રેખા એક સમયે અમિતાભ બચ્ચનના પ્રેમમાં એટલી પાગલ થઈ…

Read More

કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિક ૨૬ ઓગસ્ટ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે : ફિલ્મ ઈંટરનેટ પર છવાઈ Mumbai, તા.૨૧ કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિક ૨૬ ઓગસ્ટ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને પહેલાથી જ ઇન્ટરનેટ પર બઝ ક્રિએટ કરવામાં આવ્યો છે અને હવે તેમાં વધારો થઈ ગયો છે. આ વધારો થયો છે યુકે સેન્સર બોર્ડના સર્ટિફિકેટથી. યુકે સેન્સર બોર્ડે યશની ફિલ્મ ટોક્સિકને ૧૮ પ્લસ કેટેગરીની ફિલ્મ ગણાવી છે. ફિલ્મને અલગ અલગ કેટેગરીમાં પાંચમાંથી પાંચ રેટિંગ મળ્યું છે. યુકેના સેન્સર બોર્ડના સર્ટિફિકેટ અનુસાર ટોક્સિક ફિલ્મ એનિમલ અને ધુરંધર ફિલ્મને પણ પાછળ છોડી દેશે તેવું લાગે છે. યુકે સેન્સર બોર્ડે…

Read More

Ayodhya, તા.21 રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયનો 9 પાનાનો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પત્રમાં તેમણે શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની આંતરિક કામગીરી, નાણાકીય વ્યવસ્થા, બેન્કિંગ સિસ્ટમ, ઓડિટ અને રામલલાના દર્શન માટેની વ્યવસ્થા અંગે અનેક દાવા કર્યા છે. પત્રમાં ચંપત રાયે દાવો કર્યો છે કે, રામ મંદિર ટ્રસ્ટ તમામ સરકારી નિયમોનું પાલન કરે છે અને તેણે ક્યારેય આવકવેરાની ચોરી કરી નથી. તેમના જણાવ્યા અનુસાર ટ્રસ્ટ દ્વારા ટેક્સ,GST, TDS, PF, ESI, લેબર સેસ અને સ્ટેમ્પ ડ્યૂટી સહિતના જરૂરી કર અને સરકારી ચુકવણીઓ કરવામાં આવે છે. વાયરલ પત્રમાં ચંપત રાયે ટ્રસ્ટની નાણાકીય…

Read More

New Delhi, તા, 21 ભારતનો આર્થિક વિકાસ દર ચાલું નાણાકીય વર્ષમાં 7 ટકાની આસપાસ રહી શકે છે, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના 6.7 ટકાના અંદાજ કરતાં વધુ મજબૂત છે. ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તાએ જણાવ્યુ હતું કે આ વૃદ્ધિ દર ભારતને વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાં જાળવી રાખશે. મદ્રાસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ખાતેનાં એક કાર્યક્રમમાં પૂનમ ગુપ્તાએ જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં મજબૂત ગ્રોથની અપેક્ષાને કારણે આ સકારાત્મક અંદાજ સામે આવ્યો છે. અધિકૃત આંકડાઓ ચાલું મહિનાનાં અંતમાં જાહેર થવાનાં છે, જેમાં અર્થશાસ્ત્રીઓ 6.9 ટકાથી 8 ટકા વચ્ચે વૃદ્ધિની આગાહી કરી રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે આ સ્થિતિ દર્શાવે છે…

Read More

Colombo, તા. 21 ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) મેદાન પર રમાવાની છે. શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી ચૂકેલી ભારતીય ટીમ બીજી ટેસ્ટ જીતીને શ્રીલંકાનો સફાયો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. કોલંબોમાં ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું રહ્યું છે. તેમણે જુલાઈ 2010માં કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડ પર શ્રીલંકા સામે શાનદાર 203 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી, જે શ્રીલંકા સામે તેમનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 2017માં રમી હતી ટેસ્ટ સિરીઝ  ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે શ્રીલંકામાં તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ…

Read More

New Delhi,તા.૨૧ ગોલ સ્ટેડિયમમાં પાંચમાં દિવસની પીચ સ્પિન બોલિંગ માટે સારી હતી. કુલદીપ યાદવ તેનો ફાયદો ઉઠાવી શક્યા હોત. પરંતુ તેમણે 11 ઓવરમાં 38 રન આપીને એક પણ વિકેટ લીધી ન હતી. માનવામાં આવી રહ્યું છે કે બીજી ટેસ્ટમાં કુલદીપની જગ્યાએ ઓફ-સ્પિનર સારાંશ જૈનને તક મળી શકે છે. શ્રીલંકાની ટીમમાં ઘણા ડાબોડી બેટ્સમેનો છે, તેથી ઓફ-સ્પિનર તેમના સામે ઉપયોગી સાબિત થઈ શકે છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલની નજરમાં કુલદીપ ત્રીજા સ્પિનર હતા. તેમણે જાડેજા અને માનવ સુથાર પાસે બોલિંગ કરાવી હતી. બંનેએ મળીને 46.4 ઓવર કરી અને 14 વિકેટ લીધી. કુલદીપના ખરાબ પ્રદર્શન માટે કેપ્ટન કે ટીમ મેનેજમેન્ટને દોષ દેવો…

Read More

New Delhi, તા. 21 ટીમ ઈન્ડિયાએ ગોલ ટેસ્ટ જીતીને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. પરંતુ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલના ફોર્મે ટીમની ચિંતા વધારી દીધી છે. ડાબોડી હાથનો આ બેટ્સમેન છેલ્લી આઠ ઇનિંગ્સમાં 18.38ની એવરેજથી માત્ર 147 રન જ બનાવી શક્યો છે. તે બે વાર ખાતું પણ ખોલી શક્યો નથી. આ દરમિયાન 58 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. તેનો ફેવરિટ કટ શોટ અને હથિયાર જ તેની સૌથી મોટી નબળાઈ બની ગયો છે. ફાસ્ટ બોલરો તેને સરળતાથી શિકાર બનાવી રહ્યાં છે. કોલંબોમાં 23 ઓગસ્ટથી શરૂ થનારી બીજી ટેસ્ટ પહેલાં યશસ્વીએ પોતાની આક્રમકતા પર નિયંત્રણ રાખવું પડશે. યશસ્વી માટે સૌથી જરૂરી…

Read More

New Delhi,તા, 21 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એક્સ’ પર ભારતીય ટીમની પ્રશંસા કરતાં લખ્યું કે, પાકિસ્તાન સામેની આ જીતમાં ખેલાડીઓએ રમત પર ઉત્કૃષ્ટ પકડ અને શ્રેષ્ઠ કૌશલ્ય દર્શાવીને દાયકાઓથી ચાલ્યાં આવતાં ભારતનાં દબદબાને અકબંધ રાખ્યો છે. તેમણે ટીમ ઈન્ડિયાને આગામી તમામ મેચો માટે ખાસ શુભકામનાઓ પણ પાઠવી હતી. એમસ્ટલવીન ખાતે રમાયેલા આ મહત્વના મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. આ હાર સાથે જ ચાર વખતની ચેમ્પિયન પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, જે છેલ્લા 10 વર્ષથી ભારત સામે એકપણ મેચ જીતી શકી નથી.

Read More

New Delhi,તા.૨૧ ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક ફરી એકવાર ICC મેન્સ ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં વિશ્વના નંબર 1 બેટ્સમેન બન્યા છે. બ્રુકે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું છે. આ ચોથી વખત છે જ્યારે બ્રુક ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં નંબર 1 પર છે. તેણે પહેલી વાર ડિસેમ્બર 2024 માં આ સિદ્ધિ મેળવી હતી. બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનનું પરિણામ ટ્રેવિસ હેડને ભોગવવું પડ્યું છે. તેણે મેચની બંને ઇનિંગ્સમાં અનુક્રમે 22 અને 17 રન બનાવ્યા હતા. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને બાંગ્લાદેશ સામે 9 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રદર્શન બાદ હેડ ત્રણ સ્થાન નીચે સરકીને ચોથા સ્થાને પહોંચી ગયો…

Read More

New Delhi તા, 20 નીધરલેન્ડ્સના એમસ્ટેલવીનમાં રમાઈ રહેલાં FIH હોકી વર્લ્ડ કપમાં ભારતીય પુરુષ હોકી ટીમે પાકિસ્તાનને 5-3 થી હરાવીને ટૂર્નામેન્ટના આગામી રાઉન્ડમાં પ્રભાવશાળી રીતે પ્રવેશ કરી લીધો છે. ભારતે સમગ્ર મેચ દરમિયાન શાનદાર તાલમેલ અને આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. આ મહત્વપૂર્ણ વિજય સાથે ભારતે વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામેનો પોતાનો સૌથી મોટો વિજય પણ નોંધાવ્યો છે, જ્યારે બીજી તરફ આ શરમજનક પરાજયના કારણે પાકિસ્તાનની ટીમ માટે ટૂર્નામેન્ટની આગળની સફર આ તબક્કે જ પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ બહાર થઈ ગયા છે. મેચના પ્રથમ મિનિટથી જ ભારતીય ટીમે પાકિસ્તાનનાં ડિફેન્સ પર ભારે દબાણ બનાવીને મેચ પર પોતાની પકડ મજબૂત…

Read More