Author: Vikram Raval

Tamil Nadu,તા.11 તમિલનાડુમાં રસોઈ ગેસના બાટલા ભરેલી ટ્રક પલટી ગયા બાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટના મંગળવારે સવારે બની હતી. ટ્રક તિરુચિરાપલ્લીથી અરિયાલુર જઈ રહી હતી એ દરમિયાન વારણવાસી પહોંચતા જ સિલિન્ડરોમાં વિસ્ફોટ થયો અને આગ લાગી હતી. આગ લાગતાં એક સાથે અનેક સિલિન્ડરોના વિસ્ફોટથી નજીકના ગામમાં ગભરાટ ફેલાયો હતો. સિલિન્ડરો ફૂટવાનો અવાજ લગભગ 2 કિલોમીટરના ઘેરાવામાં સંભળાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘાયલ ડ્રાઈવર, કનાગરાજ (35), ને અરિયાલુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તારણો દર્શાવે છે કે ટ્રક ડ્રાઈવરે વળાંક પર કાબુ ગુમાવતા ટ્રક…

Read More

New Delhi તા.11 નિઠારી કાંડના સૌથી ચર્ચિત આરોપી સુરેન્દ્ર કોલીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કર્વેટિવ પિટિશનનો સ્વીકાર કરતા તેની અંતિમ સજા રદ કરી દીધી અને તેને સંપૂર્ણ રીતે દોષ મુક્ત જાહેર કરી દીધો છે. આ કેસ 2005-2007 વચ્ચે નોઇડાના નિઠારી વિસ્તારમાં બાળકીઓની સામૂહિક હત્યા સાથે જોડાયેલો છે, જેણે આખા દેશને ચોંકાવી દીધો હતો. સુરેન્દ્ર કોલી પર કુલ 13 મામલે કેસ ચાલી રહ્યા હતા. જેમાંથી 12 કેસમાં તે પહેલા જ અલ્લાહાબાદ હાઇકોર્ટમાંથી મુક્તિ મેળવી ચૂક્યો છે. જો કે, એક કેસમાં તેની સજા યથાવત્ હતી. સુપ્રીમ કોર્ટે હવે આ મામલે ચુકાદો આપતા કહ્યું કે, એક જ પુરાવા અને…

Read More

Dhaka,તા.11 આતંકવાદી હાફિઝ સઈદ ભારત પર હુમલા માટે નવાં ષડયંત્ર બનાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સઈદ આ હુમલા માટે બાંગ્લાદેશને લોન્ચપેડ તરીકે તૈયાર કરી રહ્યો છે. આ ખુલાસો પાકિસ્તાનના ખૈરપુર તામેવાલીમાં 30 ઓક્ટોબરના રોજ થયેલી એક રેલીના વીડિયોમાંથી થયો છે. લશ્કર-એ-તૈયબાના સિનિયર કમાન્ડર સૈફુલ્લાહ સૈફે કહ્યું- હાફિઝ સઈદ ખાલી બેઠા નથી, તેઓ બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે. સૈફે કહ્યું- ભારત આપણી ઉપર હુમલો કરી રહ્યું હતું, અમેરિકા તેમની સાથે હતું, પરંતુ આજે તેમનો સાથ કોઈ આપતું નથી. સૈફે દાવો કર્યો કે, લશ્કરના આતંકી પહેલાંથી જ બાંગ્લાદેશમાં સક્રિય છે અને `ઓપરેશન સિંદૂર’નો બદલો લેવાની તૈયારીમાં…

Read More

Washington તા. 11 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોમાં નરમાઈના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે અમેરિકા અને ભારત એક “વ્યાપક અને ન્યાયસંગત” વેપાર કરારની અત્યંત નજીક છે અને ટૂંક સમયમાં ભારતીય વસ્તુઓ પર લગાવવામાં આવેલી ઊંચી ટેરિફ દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા વેપારી તણાવમાં ઘટાડો થવાની આશા જાગી છે. ટ્રમ્પે કહ્યું, “અત્યારે તેઓ (ભારત) મારાથી બહુ ખુશ નથી, પરંતુ તેઓ ફરીથી અમને પસંદ કરશે. અમે એક નિષ્પક્ષ વેપાર કરારની ખૂબ નજીક છીએ, જે બંને દેશો માટે ફાયદાકારક રહેશે.” છેલ્લા કેટલાક મહિનાઓમાં, ખાસ કરીને ટેરિફ અને…

Read More

Bhutan.તા.11 પીએમ મોદી 11 અને 12 નવેમ્બરના રોજ ભુતાનની બે દિવસીય રાજકીય યાત્રાએ છે. આ હિમાલયી દેશ ભુતાનની તેમની 2014 પછીની ચોથી મુલાકાત હશે. તેમની આ મુલાકાત દરમિયાન, તેઓ ભુતાન સરકાર દ્વારા આયોજિત ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ’માં ભાગ લેશે, જે વિશ્વ શાંતિ અને માનવતાના ઉત્થાનના ઉદ્દેશ્યથી આયોજિત કરાઈ રહ્યો છે. બંને દેશો વચ્ચેના ખાસ દોસ્તી અને સહયોગના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે દ્વિપક્ષીય ઉચ્ચ-સ્તરીય નિયમિત વાટાઘાટોની પરંપરાને અનુરૂપ છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ભુતાનના વડાપ્રધાન ત્સેરિંગ ટોબગે સાથે…

Read More

Mumbai,તા.11 ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐયર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આગામી ODI સીરિઝમાં રમે તેવી શક્યતા ઓછી છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝ દરમિયાન ફિલ્ડિંગમાં થયેલી ગંભીર ઈજાને કારણે BCCI અને પસંદગી સમિતિ બંને તેમની વાપસી અંગે કોઈ ઉતાવળ કરવા માંગતા નથી. શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ (26 ઓક્ટોબર) મેચ દરમિયાન ગંભીર ઈજા પહોંચી હતી. એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ભારતીય ટીમના વાઇસ-કેપ્ટન શ્રેયસને ડાબી પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) થવાને કારણે તેમને તાત્કાલિક સિડનીની એક હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ…

Read More

Mumbai,તા.11 રોહિત શર્મા જેટલો મોટો ક્રિકેટર છે તેટલો જ મહાન એન્ટરટેનર પણ છે. તે મેદાન પર પોતાની વાતોથી બધાને એન્ટરટેન કરે છે તો મેદાનની બહાર પણ તેનો અંદાજ દિલ જીતનારો છે. આ વખતે પણ તેણે કંઈક આવું જ કર્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા ‘આજ મેરે યાર કી શાદી’ સોન્ગ પર નાચી રહ્યો છે. આ વીડિયો જોઈને તમને લાગે કે, કદાચ આ તેના કોઈ મિત્રના લગ્નનો વીડિયો હશે, પરંતુ એવું નથી. આ તો મોમેન્ટ વાળો વીડિયો છે. એક યુઝરે આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે,…

Read More

Mumbai,તા.11 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફરી એકવાર ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં રમતા જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગાંગુલીનું માનવું છે કે શમી સંપૂર્ણ રીતે ફિટ છે અને શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જોકે, ચીફ સિલેક્ટર અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ હાલમાં 35 વર્ષીય આ અનુભવી ફાસ્ટ બોલરને ફરી એન્ટ્રી આપે તેવું લાગતું નથી. શમીને દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ માટેની ટીમમાં જગ્યા મળી નથી. તેણે છેલ્લે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તરફથી મેચ રમી હતી. સૌરવ ગાંગુલીએ શમીના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે, “શમી અત્યારે બહુ શાનદાર બોલિંગ કરી રહ્યો છે.…

Read More

Mumbai,તા.11 ગૌતમ ગંભીરના કોચિંગમાં ઘણા એવા નિર્ણયો લેવાયા છે જે સમજણ બહાર રહ્યા છે. આમાંથી એક ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાંથી અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ જેવા મુખ્ય ખેલાડીઓને બહાર રાખવા. કુલદીપ યાદવને ઘણી વાર ટેસ્ટ ટીમમાં પણ સ્થાન નથી મળ્યું. હવે આ મુદ્દે પોતાનું મૌન તોડતા ભારતીય હેડ કોચે જવાબ આપ્યો છે. BCCI દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં ગૌતમ ગંભીર કહી રહ્યો છે કે કોચ તરીકે મારા માટે આ જ સૌથી મુશ્કેલ કાર્ય છે. ગંભીરે કહ્યું કે ભારતની બેન્ચ સ્ટ્રેન્થ ઘણી સારી છે, પરંતુ અંતે તો માત્ર 11 ખેલાડીઓને જ તક આપી શકાય છે. ગંભીરે કહ્યું કે, ‘એક કોચ તરીકે…

Read More

Mumbai,તા.11 આગામી IPL સીઝન પહેલાં સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની સંભવિત ‘સ્વેપ ડીલ’ને લઈને ક્રિકેટ જગતમાં ગરમાવો છે. આ અટકળો વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર રવિચંદ્રન અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. અશ્વિને દાવો કર્યો છે કે, ‘જો સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં જાય તો પણ તે ટીમનો કેપ્ટન બનશે નહીં.’ અહેવાલ અનુસાર, પાંચ વખતની ચેમ્પિયન CSK અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે આ બે દિગ્ગજ ખેલાડીઓને લઈને ટ્રાન્સફર ડીલ લગભગ અંતિમ તબક્કામાં છે, જે 15 નવેમ્બરની રિટેન્શન ડેડલાઇન પહેલા પૂર્ણ થઈ શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સ સેમસનને ખરીદવા માટે રવિન્દ્ર જાડેજા અને અન્ય એક ખેલાડીને રિલીઝ કરવા તૈયાર…

Read More