- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
લોકશાહી માર્ચ મુદ્દે કોંગ્રેસ નેતા Rahul Gandhi, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત અન્ય પ્રદર્શનકારીઓને નોટિસ New Delhi, તા.૧૫ મતદાર યાદીની સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે જીૈંઇમાં કથિત ગરબડો અને મનસ્વી રીતે મતદારોના નામ રદ કરવાના આક્ષેપ સાથે વિપક્ષ ચૂંટણી પંચ અને સરકારનો સતત વિરોધ કરી રહ્યો છે. આ દરમિયાન ૧૨ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ તરફ યોજાયેલી માર્ચ અને દેખાવોનો મુદ્દો ભારે ગરમાયો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતા ચૂંટણી પંચ (ઈઝ્રૈં) અને મુખ્ય ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી છે, તો બીજી તરફ ન્યાયતંત્ર પર દબાણ લાવવાના વિવાદાસ્પદ દેખાવો અને માર્ચ મુદ્દે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપાના વડા અખિલેશ…
સ્ટાફ માટે ૧૮ લોકોનું બુકિંગ કરાવ્યું, હોટેલ પહોંચ્યા ત્યારે તમામ વાઉચર્સ બોગસ નીકળ્યાં હતા Ahmedabad, તા.૧૫ નિકોલ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ફાઈનાન્સ લીગલ એડવાઈઝર અને તેમના સ્ટાફના ૧૮ સભ્યોને થાઈલેન્ડ પ્રવાસ કરાવવાના બહાને બોગસ વાઉચર્સ આપી રૂ. ૧૨.૦૩ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેટેલાઇટ ખાતે રહેતા ટ્રાવેલ એજન્ટે રૂપિયા પડાવી લીધા બાદ વિદેશમાં કોઈ સુવિધા પૂરી ન પાડી પ્રવાસીઓને રઝળાવી દીધા હતા. આ મામલે ભોગ બનનારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓઢવ ખાતે રહેતા ગુણવંતભાઈ પટેલ નિકોલ હિલ ટાઉન સ્ક્વેરમાં ‘ન્યૂ વે ફાઈનાન્સ સર્વિસ’ નામે ઓફિસ ચલાવે છે. તેમની…
અઢી વર્ષના માસૂમને બોજારૂપ સમજી પિતાએ પેટ્રોલ છાંટી સળગાવીને મારી નાખતાં અરેરાટી Suigam, તા.૧૫ Suigam ખાતે અરેરાટી ઉપજાવતા બનાવમાં સગા પિતાએ પોતાના જ અઢી વર્ષના માસૂમ પુત્રને પોતાના માટે ‘બોજારૂપ’ સમજીને તેના પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હત્યા બાદ મોતનું સાચું કારણ છૂપાવવા માટે બાળકની લાશને જમીનમાં દાટી દઈ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કરાયો હતો. આ મામલે પોલીસે આરોપી પિતા સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુઈગામના રાવળવાસમાં રહેતા અશોકભાઈ જીતાભાઈ રાવળની પત્ની છેલ્લા કેટલાક સમયથી રિસામણે બેઠી હોવાથી અશોક પોતાના અઢી વર્ષના પુત્ર નવઘણ સાથે સુઈગામમાં એકલો રહેતો હતો.…
પેઢી સામે અગાઉ પણ ‘પ્રભુશ્રી કાઉ ઘી’ના નમૂના સાથે રૂ. ૪,૧૫,૯૩૩ની કિંમતનો ૭૩૪ કિલો જથ્થો જપ્ત કરાયો હતો Palanpur, તા.૧૫ દિવાળીના તહેવારોને પગલે બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસા ખાતે આવેલી મે. બહુચર ડેરી પ્રોડક્ટ્સ પેઢી પર તપાસ હાથ ધરી શંકાસ્પદ ઘીનો ૪૪ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો હતો જ્યારે મુદ્દત પૂરી થયેલા કવિરાજ બ્રાન્ડ ૩૦ લીટર ઘીનો પણ સ્થળ પર જ નાશ કરાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ દરમિયાન પેઢીના માલિક સાગરકુમાર શંકરલાલ ચોખાવાલા સ્થળ પર ઘીનું ઉત્પાદન અને પેકિંગ કરતા હોવાનું જણાયું હતું. આ કામગીરી દરમિયાન લૂઝ ઘીનો નમૂનો લઈ રૂ. ૨૮,૬૦૦ની કિંમતનો ૪૪ કિલોગ્રામ ઘીનો…
સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયોમાં શાળામાં પ્રવેશ ન મળતાં વિદ્યાર્થિનીઓ રડતી જોવા મળી Baku, તા.૧૫ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ Azerbaijanમાં શાળાઓમાં હિજાબ પહેરવા અંગે નવો વિવાદ ઊભો થયો છે. સરકારે શાળાઓના ડ્રેસ કોડમાં સુધારો કરીને એવા કપડાં પર પ્રતિબંધ મૂક્યો છે, જે દેશના બિનસાંપ્રદાયિક નિયમોની વિરુદ્ધ હોય.આ નિર્ણય બાદ હિજાબ પહેરીને આવેલી કેટલીક વિદ્યાર્થિનીઓ અને શિક્ષિકાઓને વર્ગખંડમાં પ્રવેશતાં રોકવામાં આવી હતી, જેના વિરોધમાં વિદ્યાર્થિનીઓએ વર્ગોનો બહિષ્કાર કરી પ્રદર્શનો શરૂ કર્યાં છે. આ વિવાદનો વિરોધ હવે પડોશી દેશ તુર્કી સુધી પહોંચી ગયો છે. Azerbaijanની અંદાજે ૯૬ ટકા વસતિ મુસ્લિમ છે, જેમાં મોટાભાગના શિયા અને નોંધપાત્ર સંખ્યામાં સુન્ની મુસ્લિમો છે. સરકારનું કહેવું…
ચીન Ladakhને ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ માનતું નથી અને ભારત દ્વારા નામ નક્કી કરવાથી લદ્દાખ ક્ષેત્ર પર ચીનનો માલિકી હક કે દાવો બદલાશે નહીં New Delhi, તા.૧૫ કેન્દ્રશાસિત પ્રદેશ Ladakh પર ચીન દ્વારા કરવામાં આવેલા દાવા સામે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે લદ્દાખ ભારતનો અવિભાજ્ય અને અખંડ ભાગ છે અને બેઇજિંગના ઇનકાર કરવાથી નક્કર વાસ્તવિકતા બદલાઈ જવાની નથી. ઉલ્લેખનીય છે કે, બીજી ઓક્ટોબરે ભારત સરકારના ‘સર્વે ઓફ ઇન્ડિયા’ દ્વારા લદ્દાખના ૨૮ વ્યૂહાત્મક સ્થળો અને ભૌગોલિક ક્ષેત્રોની સત્તાવાર ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ યાદીમાં એલએસી પાસે આવેલા ગોગરા અને હોટ સ્પ્રિંગ જેવા વિવાદાસ્પદ વિસ્તારો…
રાજેગૌડાની દલીલ છે કે હાઈકોર્ટે માત્ર ૨૭૯ રદ થયેલા ટપાલ મતપત્રોની જ ફરી તપાસનો આદેશ આપ્યો હતો New Delhi, તા.૧૫ કર્ણાટકની શૃંગેરી વિધાનસભા બેઠકની ૨૦૨૩ની ચૂંટણીની મતગણતરી સાથે જોડાયેલી વીડિયો રેકોર્ડિંગ ગાયબ થઈ જવાના મામલે Supreme Court ભારતીય ચૂંટણી પંચની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ સંજીવ સચદેવાની પીઠે ચૂંટણી કરાવતી દેશની સર્વોચ્ચ સંસ્થા પાસેથી જ મહત્ત્વપૂર્ણ રેકોર્ડ ખોવાઈ જવા સામે ભારે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી હતી. અદાલતે ચૂંટણી પંચને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી સુનાવણી સુધી ઉપલબ્ધ રેકોર્ડ રજૂ કરવામાં નહીં આવે, તો પંચ સામે કડક પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.સુનાવણી દરમિયાન જ્યારે…
ઘટનાથી વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ ચિંતા ઊભી થઈ Germany, તા.૧૫ Germanyના બોખુમ શહેરમાં રહેણાક ઇમારતમાં આગ લાગતાં અભ્યાસ માટે ગયેલા ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. મૃતકોમાં ૨૫ અને ૨૭ વર્ષની બે યુવતીઓ તથા ૨૬ વર્ષનો એક યુવક સામેલ છે. આ દુર્ઘટનામાં અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે. પોલીસે હત્યાની આશંકાએ ૪૧ વર્ષના એક રોમાનિયન નાગરિકની ધરપકડ કરી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.આ ઘટના જર્મનીના નોર્થ રાઇન-વેસ્ટફેલિયા રાજ્યના બોખુમ શહેરમાં બુધવારે બની હતી. રહેણાક ઇમારતમાં આગ લાગ્યાની જાણ થતાં જ અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇમારતમાં તપાસ દરમિયાન…
આરોપીના ઘરની તલાશી દરમિયાન પોલીસને એક રાઇફલ, રાઇફલની અનેક લોડેડ મેગઝીન, સેંકડો રાઉન્ડ ગોળા-બારૂદ અને ટૅક્ટિકલ સાધનો મળી આવ્યા Washington, તા.૧૫ Americaમાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને એક ભયાનક નરસંહારની સાજીશ રચવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અમેરિકી રાજ્ય ઈલિનોઈસના ઓરોરા વિસ્તારમાં આવેલા એક હિન્દુ પૂજાસ્થળ પર હુમલો કરવાની તૈયારી કરી રહેલા ૧૯ વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ યુવક નવરાત્રીના પવિત્ર અવસર પર આ હુમલો અંજામ આપવાની ફિરાકમાં હતો. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આરોપીની ઓળખ એલેક્ઝેન્ડ્રોસ પેપોરાકિસ તરીકે થઈ છે. તપાસ દરમિયાન પોલીસને એક મેનિફેસ્ટો હાથ લાગ્યો છે, જેમાં ‘શ્વેત…
Vadodara, તા.૧૪ વડોદરા શહેર અને જિલ્લામાં સામી દિવાળીએ જ રેશનિંગ દુકાનો પરથી સિંગતેલ મેળવતા અનેક ગ્રાહકોને તેલ નહીં મળે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સિંગતેલ મેળવવા માટે પાત્રતા ધરાવતા લાભાર્થીઓની સરખામણીએ પુરવઠા વિભાગ દ્વારા વ્યાજબી ભાવની દુકાનદારોને ૨૦થી ૪૦ ટકા જેટલો ઓછો જથ્થો ફાળવવામાં આવ્યો છે. જેના કારણે રેશનિંગ દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે રોજેરોજ ઘર્ષણ અને અથડામણ થાય તેવા સંજોગો ઊભા થયા છે. દિવાળીના તહેવારો માટે વિતરણ કરવાનું થતું સિંગતેલ ચાલુ ઓક્ટોબર માસમાં આપવામાં આવી રહ્યું છે. સરકાર અને પુરવઠા વિભાગ દ્વારા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો પાસેથી ૧૦૦ ટકા મુજબ જથ્થાના નાણાં ભરાવી લેવામાં આવ્યા છે. જોકે, પૂરેપૂરી રકમ સરકારી…
