Author: Vikram Raval

Rajkot, તા.28 રાજકોટના રહીશ ફરિયાદી હરદીપસિંહ રાણાએ જુનાગઢ જીલ્લાના આજક ગામના આરોપી અશોકભાઈ પુરોહિત વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ચેક રીટર્ન થયા અંગેની ફરિયાદ દાખલ કરેલ છે. આ કેસની હકીકત ટૂંકમાં જોઈએ તો આરોપીને નાણાકીય જરૂરીયાત ઉપસ્થિત થતા તેમના મિત્ર એવા ફરિયાદી પાસેથી રૂ.17 લાખ હાથ ઉછીનાની સંબંધના દાવે લીધા હતા. ફરિયાદીએ આ રકમની પરત માંગણી કરતા, આરોપીએ ચેક લખી આપેલ. જે ચેક જમા કરાવતા પરત ફરેલ હતો. જેથી ફરિયાદીએ ચેક પરત ફર્યા અંગેની જાણ આરોપીને કરેલ હતી. નોટીસ આરોપીને બજી ગયા બાદ પણ આરોપીએ ફરિયાદીને તેની લેણી રકમ પરત ચૂકવેલ નહીં. જેથી રાજકોટ કોર્ટમાં આરોપી અશોક પુરોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આરોપીને…

Read More

Rajkot. તા.28 ડ્રગ્સની હેરફેરના ગુનામાં ફરાર આનંદનગરના મીલન ડાભીને નાસતા ફરતા ટીમે નાણાવટી ચોક પાસેથી પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ, ડીસીપી રાકેશ દેસાઈની રાહબરી હેઠળ પીએસઆઇ આર.એચ ઝાલા અને સ્કોડ ઝોન 2ની ટીમને બાતમી મળી હતી કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નશાકારક પદાર્થની હેરફેરના ગુનામાં નાસતો ફરતો શખસ મિલન કિરીટ ડાભી (રહે આનંદ નગર બગીચાની સામે બ્લોક નંબર 9 તથા નાણાવટી ચોક આરએમસી આવાસ યોજના ક્વાર્ટર નંબર 270) તેમના ઘરે આવેલ છે, પોલીસે શખસને તેમના ઘરેથી પકડી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી સામે અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અને પડધરી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં…

Read More

Rajkot તા.28 પારેવડી ચોક પાસે બાઈક સવાર મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ કરનાર બેલડીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડી રૂ।.1.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે થોડા દિવસ પહેલાં એક મહિલા તેના પતિ તેમજ બાળકી સાથે પટેલ ચોકથી પારેવડી ચોક તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલ બાઈકમાં સવાર બેલડીએ મહિલાના ગળામાં ઝોંટ મારી સોનાનો ચેન સેરવી લીધો લઈ નાસી છૂટ્યા હતા,જે દરમિયાન મહિલા પણ બાઇક પરથી નીચે પણ પટકાતા તેને ઈજા પણ થઈ હતી. જે મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જે અંગે છેલ્લા એકાદ મહીનાથી શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં રાજકોટ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન…

Read More

Rajkot. તા.28 ઓમ નગર સર્કલ પાસે કારમાં દારૂની મહેફિલ માણી રહેલા મેટાડાના બે અને રાજકોટના એક સહિત 3 શખ્સને એલસીબી ઝોન-2 ની ટીમે ઝડપી લીધા હતાં. પોલીસે દારૂની બે બોટલ અને કાર સહિત કુલ રૂ।,2,50,600નો મુદામાલ કબજે કરી ત્રણેયની પૂછપરછ કરતા ગોંડલ રોડ આંબેડકરનગરમાંથી દારૂ લાવ્યાની કબુલાત આપી હતી. પ્રાપ્ત વિગત મુજબ, ડીસીપી રાકેશ દેસાઈની રાહબરી હેઠળ એલસીબી ઝોન 2ના પીએસઆઇ આર.એચ.ઝાલા તથા તેમની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઓમનગર સર્કલ પાસે બાલાજી કાર કન્સ્ટલન્સીની સામે રોડ પર શંકાસ્પદ કાર જોવા મળી હતી. પોલીસે તપાસ કરતા જીજે 13 સીબી 7463 નંબર પ્લેટ વાળી કારમાં 3 શખ્સો વિદેશી દારૂ ઢીંચતા…

Read More

Rajkot તા.28 રાજકોટમાં ભેજાબાજ મહિલાએ અલગ અલગ દસ લોકો સાથે રૂ. 2.24 કરોડની ઠગાઈ આચરી લીધાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઈમિટેશન જવેલરીની દુકાન ધરાવતી નેહાબેન રજનીકાંતભાઈ ગાંધેશાએ વૃધ્ધ સાથે દુકાનનો સોદો કરી રૂ. 1.05 કરોડની અને અન્ય સાત મહિલા સહિત કુલ નવ લોકો સાથે રૂ.2.24 કરોડની છેતરપિંડી કર્યાની એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે નિર્મલા કોન્વેન્ટ રોડ પર સરસ્વતી સોસાયટી શેરી નં. 4માં રહેતા અને નિવૃત જીવન ગાળતા ઘનશ્યામભાઈ દયાળજીભાઈ માણેક (ઉ.વ.70)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નેહાબેન રજનીકાંતભાઈ ગાંધેશાનું નામ આપી જણાવ્યું કે, ધર્મેન્દ્ર રોડ પરના કડિયા નવ લાઈનશેરી નં.6માંથી નીકળતી વખતે દોમડિયાના ડેલા…

Read More

Gondal તા.28 ગોંડલના મોવિયા રોડ પર રુપાવટી પુલ નજીક નર્મદા નાં પાણી ની પાઇપલાઇન તુટતા 50 ફુટ ઉંચો ફુવારો છુટ્યો હતો. અને હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં પાણી પુરવઠાની ટીમે સ્થળ પર દોડી જઈ મુખ્ય લાઈનમાં પાણીનો પ્રવાહ બંધ કર્યો હતો. પરંતુ પાઈપલાઈનમાં રહેલો પાણીનો જથ્થો ખાલી ન થાય ત્યાં સુધી પાણી પ્રવાહ ચાલુ રહ્યો હતો.એકબાજુ ગોંડલ પંથક માં ભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણી નો જથ્થો આસપાસના ખેતરો અને રસ્તાઓ પર ભરાતા જળબંબાકાર  હાલત થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

Read More

Prabhaspatanતા.28 સોમનાથમાં વરસાદી પાણી આવતા નદી નાણા વિસ્તાર બગલાઓના ચલપહલથી ધમધમતો થયો તાજેતરના હારે વરસાદથી હિરણ-2 ડેમના સાત દરવાજા ખોલાતા સોમનાથ હીરણ નદીમાં ભારે પાણી આવતા અને નદી ભરચક બનતા નદી કાંઠાની આસપાસ કે ત્યાં ખાબોચ્યા પાણીના ખાડાઓમાં મહેમાન બન્યા છે સોમનાથના સદભાવના મેદાન કે જે મેળાના મેદાન તરીકે પણ ઓળખાય છે ત્યાં બગલાઓએ ધામા નાખ્યા છે. એની જમીન અને ખાબોચિયા પાણી તથા નદીમાં જળચર માછલીઓ તથા જીવજંતુ શિકાર તેનો મુખ્ય આહાર છે. આ બગલાઓ રંગરૂપ નવીનતમ હોય લોકો નિહાળવા એકઠા પણ થાય છે લાંબા પગ લાંબી ડોક અને ઉડતી વખતે અંગ્રેજી એસ આકાર ડોક પાછળ ખેંચી પાક ફફડાવી ઉડતા…

Read More

Jasdan,તા.28 તરણેતર ગ્રામિણ ઓલિમ્પિકમાં વિંછીયાના મોઢુકાની મોળીલા પ્રાથમિક શાળાનું ગૌરવપૂર્ણ પ્રદર્શન ખેલ કુદમાં વિજેતાઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા.તરણેતર ગ્રામિણ ઓલિમ્પિકમાં વિછીયાના મોઢુકાની મોળીલા પ્રાથમિક શાળાના ભાઈઓ તથા બહેનોની લંગડીની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમત દરમિયાન ખેલાડીઓએ દોડ, કૂદકા અને સંતુલન સાથે ઉત્તમ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ખેલ પ્રત્યેની લગન અને સતત મહેનતના પરિણામે બંને ટીમોએ તૃતીય સ્થાન મેળવ્યું હતું . વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.વિદ્યાર્થીઓની સિદ્ધિથી શિક્ષકો, વાલીઓ તથા ગામલોકોમાં આનંદ અને ગર્વની લાગણી છવાઈ ગઈ હતી.

Read More

Jasdan,તા.28 જસદણ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાલિકાના નવા બિલ્ડીંગ ભવનમાં ભૂમિ શુદ્ધિકરણ  શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર અને સદસ્યો પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જસદણ નગરપાલિકા મુકામે ગણેશ ચતુર્થી તથા સવંત સ્તરીના પાવન દિવસે નગર પાલિકાના નવા ભવન ખાતે ભૂમિ શુદ્ધિકરણ તથા શાંતિ પાઠ  વાસ્તુ ચંડી ના પાઠ નગરપાલિકાના તમામ કર્મચારી ભાઈઓ દ્વારા યોજવામાં આવેલ જેનો તમામ ખર્ચ પણ નગરપાલિકાના કર્મચારી ભાઈઓએ ઉઠાવેલ હતો આ યજ્ઞનો હેતુ ભૂમિ શુદ્ધિકરણ અને કાયમીક નવા બિલ્ડીંગમાં શાંતિ સુલેહ જળવાઈ રહે અરજદારોના કામનો તુરંત નિકાલ થાય તેમજ શહેરભરમાં સ્વચ્છતા તેમજ શાંતિ જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં પાલિકાના…

Read More

Bhavnagar તા.28 છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની ભારે ખુવારી થઈ છે અને અનેક લોકોના મોત નિપજયા છે. જમ્મુમાં વાદળ ફાટવાથી કિશતવાડ વિસ્તારમાં તબાહી મચી હતી તે સમાચાર હજુ તાજા છે તયાં પ્રાપ્ત માહિતી મુજબ વૈષ્ણોદેવીમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં 33 લોકોનાં કરુણ મોત નિપજ્યા છે તેવા દુ:ખદ સમાચારો પ્રાપ્ત થયા છે. રિયાસી જીલ્લામાં ભારે વરસાદ પગલે ભૂસ્ખલન થતાં વૈષ્ણોદેવી મંદિર માં દર્શનાર્થે આવેલા લોકોમાંથી 33 લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુની રામકથા પોલેન્ડ ખાતે ચાલી રહી છે ત્યારે તેમણે આ કરુણાંતિકા માં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને રૂપિયા 4,95,000 ની હનુમંત સંવેદના રાશિ…

Read More