- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
મેષ આજે અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. આ રાશિ ના લોકોએ આજે મફત સમય માં આધ્યાત્મિક પુસ્તકો નો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવા થી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આજે, તમે તમારા લગ્નજીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો. સફર માં કોઈ સુંદર અજાણી વ્યક્તિ ને મળવું તમને વધુ સારું લાગે છે. વૃષભ આજે શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા…
Nikhil Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! સોમવારના ભારે ઘટાડા બાદ મંગળવારે ભારતીય Stock Marketમાં સુધારાના પ્રયાસ જોવા મળ્યા હતા. જોકે, શરૂઆતમાં બજારનું વલણ મર્યાદિત રહ્યું હતું અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સાવચેત રહ્યા હતા. આઈટી શેરોમાં ખરીદી અને રૂપિયામાં મજબૂતીથી બજારને ટેકો મળ્યો હતો. બીજી તરફ, ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ, મોંઘવારીની ચિંતા અને વિદેશી રોકાણકારોની વેચવાલી બજારની તેજીને મર્યાદિત કરી શકે છે. તેથી હાલના સુધારાને ટકાઉ તેજી કરતાં રિકવરીના પ્રયાસ તરીકે જોવો યોગ્ય રહેશે. સેન્સેક્સમાં અગાઉના સત્રના ઘટાડા બાદ ખરીદીનો પ્રયાસ જોવા મળ્યો હતો. જોકે, બજારમાં સતત મજબૂતી માટે મુખ્ય શેરોમાં ખરીદીનું સાતત્ય જરૂરી છે. ઊંચા સ્તરે નફારૂપી વેચવાલી વધે…
અકસ્માતમાં સમાધાનના બહાને બોલાવી યુવાનને છરીના છ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો મૂળ અમરેલીનો પરેશ ચૌહાણને આંબેડકરનગર ચોક નજીક બોલાવી રાધે, અનિલ ઉર્ફે કાનો સહિત ચાર શખ્સએ પૂર્વયોજિત કાવતરું રચી હત્યા કરી Rajkot તા.૧૩ઃ રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થયાં છે. ગત તા.૨ ઓક્ટોબરની મોડી રાત્રે જંગલેશ્વરના ખ્વાજા ચોક નજીક જૂનાગઢ ગણેશનગરમાં રહેતા ૫૬ વર્ષીય રીક્ષાચાલક પ્રૌઢ ઇકબાલ ઉર્ફે જૂનાગઢી લોધીની પાઇપના ઘા ઝીંકી હત્યા નીપજાવી દેવામાં આવી હતી. જે મામલાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં આંબેડકરનગર ચોક નજીક ગત મોડી રાત્રે મવડી પાળ રોડ પર રહેતા ૨૮ વર્ષીય યુવાન પરેશ…
સ્વસ્તિક યાત્રા કથા ચતુર્થ દિવસે હમ્પીમા (તખુભાઈ સાંડસુર દ્વારા) Hampi તા.૧૩ઃ દક્ષિણ ભારતના કન્યાકુમારીથી કેદારનાથ સુધીની Morari Bapuની નિશ્રામાં ભારત સ્વસ્તિક કથાના ચોથા દિવસે આજે તા ૧૪/૧૦/૨૬ના કર્ણાટકના હમ્પી ખાતે ગાન થયું. હમ્પી શહેર પુરાતત્વ અને ધાર્મિકતાનું દક્ષિણ ભારતનો કેન્દ્રબિંદુ તરીકે પણ ઓળખવું રહ્યું.રામ ચરિત માનસની સમગ્ર ગાથા આ વિસ્તારમાંથી પ્રસાર અને પ્રસારિત થઈ છે. હનુમાનજી અને રઘુરાયનું મિલન આ સ્થળે થયું છે.એટલું જ નહીં પંપા સરોવર લોકમાતા શબરીને મળવાનો અવસર પણ આ જ ક્ષેત્રમાં થયો છે. એટલે રામચરિત માનસના આ ક્ષેત્રનું મહત્વ અધિક માનવામાં આવે છે. ભગવાન શિવના ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક એવા વિરુપક્ષા શિવમંદિરના પ્રાંગણમાં આજે ચોથા…
૧૮.૭૭ ગ્રામ મેફેડ્રોન મોબાઈલ, કાર અને રોકડ મળી ૬.૬૬ લાખનો મુદ્દામાલ કબજે અમદાવાદથી જથ્થો લાવી છૂટકમાં પડીકી બનાવી વેચાણ કરવાનો હતો પ્લાન Rajkot તા.૧૩ઃ શહેરના બેડીપરા ચોકડીથી ભગવતીપરા તરફના રસ્તે કારમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મૂળ વેરાવળના વતની અને હાલ રાજકોટમાં રહેતા બે શખસોને એસઓજીએ ઝડપી રૂપિયા ૫૩,૩૧૦ ની કિંમતનું એમ.ડી. ડ્રગ્સ, મોબાઈલ અને કાર મળી રૂ. ૬.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને શખસોની પૂછતાછમા અમદાવાદથી તેઓ માદક પદાર્થનો જથ્થો લાવ્યાની કબુલાત આપી હતી અને અહીં છૂટકમાં વેચાણ કરે તે પૂર્વે જ પોલીસે બંનેને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, નવરાત્રીના પર્વમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું…
માસીયાઈ બહેનને ત્યાં જમવા ગયેલા મનીષ ઉર્ફે મનિયો રાઠોડ પર મહેશ સોલંકી, પુત્ર ટકો અને મામા કૃણાલ ઉર્ફે પબ્બોએ છરીના ઘા, તલવારનો ઉંધો ઘા માર્યો Rajkot તા.૧૩ઃ શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી ખૂન ખૂનની કોશિશ લૂંટ અને મારામારી જેવા બનાવો શેર બજારના સેન્સેક્સની જેમ ઉછાળો જોવા મળ્યો છે.જેમા સામું જોવા જેવી નજીવી બાબતે યુવાન પર પિતા-પુત્ર સહિત ત્રણ શખસોએ તીક્ષણ હથિયાર વડે હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. થોરાળા પોલીસે ગુનો નોંધી એક આરોપીને ઝડપી લીધો હતો જયારે બે આરોપીઓને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. વધુ વિગતો મુજબ, આજીડેમ ચોકડી પાસે યુવરાજનગર નજીક જીવરાજનગર મફતિયાપરામાં રહેતા મનીષ ઉર્ફે…
Rajkot તા.૧૩ઃ ભારતના દૂરંદેશી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારત સેમી કંડકટર મિશન અંતર્ગત આવનાર યુગ સેમી કંડકટર્સનો હશે અને ભારત દેશનું એમાં વિશેષ યોગદાન રહે તે માટે સરકારશ્રી દ્વારા ઘણા બધા ચીપ ડિઝાઇન – સેમિકન્ડક્ટર્સ પ્લાન્ટ સ્થાપવા મંજૂરીઓ અપાયેલ છે. આ એડવાન્સ ટેકનોલોજી માટે આવનાર પેઢીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, શું યોગદાન આપી શકે ? તે માટે -વાણી કાર્યક્રમ અંતર્ગત મળેલ અનુદાન ની સહાયથી વીવીપી કોલેજના ઇ.સી. વિભાગ દ્વારા બે દિવસીય વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ. આ વર્કશોપમાં ૮૭થી વધુ ફેકલ્ટી મેમ્બર્સ, રિસર્ચ સ્કોલર્સ અને ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધેલ હતો. કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે વીવીપીના ઇસી વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી…
Rajkot તા.૧૩ઃ ગાંધીનગર ગુજરાત રાજ્યના ‘‘સેવા સંકલ્પ અભિયાન‘‘ અંતર્ગત ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના હેઠળની નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ () સાથે સંકલિત રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ ૨૦૨૬૨૭ ની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ બે દિવસીય રાજ્ય કક્ષાનો ગ્રાન્ડ ફિનાલે તારીખ ૧૪ અને ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન રાજકોટ ખાતે આવેલા હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું કે, , ‘‘મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શનમાં સમાજમાં સત્ય, તર્ક અને જ્ઞાન આધારિત વિચારસરણીને પ્રોત્સાહિત કરવા તથા પરંપરાગત વહેમો…
(મહેશ રાવલ દ્વારા) Surendranagar તા.૧૩ઃ પોલીસ મહાનિરીક્ષક નીર્લીપ્ત રાય સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ જીલ્લામાંથી શરીર સંબંધી ગુન્હામા સંડોવાયેલા માથાભારે ઇસમોને ત્વરીત પકડી તેમજ તેઓ વીરુદ્ધ કડક કાર્યવાહી અને તેઓની અસામાજીક પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એમ રબારી સાહેબ, લીંબડી ડીવીઝન, નાઓએ એકશન પ્લાન તૈયાર કરી માર્ગદર્શન આપી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરવામાં આવેલ. જે અન્વયે લીંબડી પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૧૦૩૧૨૬૦૪૭૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૦૯(૧),૫૪,૧૧૫(૨), ૧૧૮(૧),૩૫૧(૩), ૬૧(૨) ૩૨૪ તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(એ), ૨૫(૧-બી)(એ) ના કામે આરોપીઓએ આ કામના ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે ફરીયાદી સામે પિસ્ટલ તાકી ત્રણ…
શેરી, મહોલ્લામાં નાની બાળાઓ પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલાવી રહૈ છે પાર્ટી પ્લોટ, સામાજિક જ્ઞાતિની વાડીઓના આયોજનોમાં અર્વાચીન રાસ-ગરબાની ધૂમ (મિલન જોશી દ્વારા) Junagadh તા.૧૩ઃ જૂનાગઢ મહાનગર સહિત સમગ્ર સોરઠ પંથકમાં માઈભક્તો દ્વારા જગતજનની મા જગદંબાની આરાધનાનો મહાઉત્સવ એટલે આસો નોરતાની અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. માતાજીના મંદિરો, મઢોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યા છે, બીજી બાજુ માતાજીના ભક્તો દ્વારા માતાજીની આરાધના, અનુષ્ઠાન, દિવ્ય મહાઆરતી થઈ રહ્યા છે. શક્તિધામો ’જય માતાજી’ના નાદથી ગુંજી ઊઠ્યા છે, આ સાથે શેરી, પાર્ટી પ્લોટ, સામાજિક જ્ઞાતિની વાડીઓના આયોજનોમાં અર્વાચીન રાસ-ગરબાની ધૂમ જમાવટ થઈ રહી છે. સમગ્ર જિલ્લામાં માતાજીના ૬૦૦ થી વધુ સ્થળો…
