Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Samrat Chaudhary ને નિશાન બનાવી પ્રશાંત કિશોરે ચુંટણી રસપ્રદ બનાવી

    August 4, 2026

    WhatsApp એ અનેક એકાઉન્ટ અચાનક જ `રીવ્યુ’ પર મુકયા!

    August 4, 2026

    Ram templeમાં દાન ચોરી બાદ હવે ખર્ચનો વિવાદ નિર્માણમાં 800 કરોડના અંદાજ સામે 2200 કરોડ ખર્ચાયા

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Samrat Chaudhary ને નિશાન બનાવી પ્રશાંત કિશોરે ચુંટણી રસપ્રદ બનાવી
    • WhatsApp એ અનેક એકાઉન્ટ અચાનક જ `રીવ્યુ’ પર મુકયા!
    • Ram templeમાં દાન ચોરી બાદ હવે ખર્ચનો વિવાદ નિર્માણમાં 800 કરોડના અંદાજ સામે 2200 કરોડ ખર્ચાયા
    • Gujarat માં 3 વર્ષમાં રૂા.3,708 કરોડનું બેન્ક ફ્રોડ : દેશમાં છઠ્ઠા ક્રમે
    • Census 2027: 17 ઓગસ્ટથી બીજા તબક્કાનો પ્રારંભ, 96 વર્ષ પછી પ્રથમ વખત નોંધાશે જ્ઞાતિ
    • `ખેલાડી ક્યારેય હારતો નથી, તે કાં તો જીતે છે અથવા તો જીત મેળવતાં શીખે છે’: Mandaviya
    • Gujarat ની ITI તથા 17 પોલીટેકનીકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી
    • Gujarat વિધાનસભાના 9મા ચોમાસુ સત્રનું એલાન : 8 થી 10 સપ્ટેમ્બર ધમધમશે ગૃહ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujarat માં 3 વર્ષમાં રૂા.3,708 કરોડનું બેન્ક ફ્રોડ : દેશમાં છઠ્ઠા ક્રમે
    અમદાવાદ

    Gujarat માં 3 વર્ષમાં રૂા.3,708 કરોડનું બેન્ક ફ્રોડ : દેશમાં છઠ્ઠા ક્રમે

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા. 4
    રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલાં તાજેતરનાં આંકડા અનુસાર, છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન ગુજરાતમાં કુલ રૂા.3,707.7 કરોડનાં બેન્ક ફ્રોડ નોંધાયાં છે.

    આ આંકડા સાથે ગુજરાત સમગ્ર દેશનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આટલી મોટી રકમની નાણાકીય છેતરપિંડીનો ભોગ બનવામાં છઠ્ઠા સ્થાને આવી ગયું છે. દેશનાં મુખ્ય વ્યાપારી અને આર્થિક કેન્દ્રો ધરાવતાં રાજ્યોમાં બેન્કિંગ ફ્રોડનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે, જેમાં ગુજરાત પણ એક મહત્વનું હોટસ્પોટ બની રહ્યું છે.

    આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે રાજ્યમાં બેન્ક ફ્રોડની રકમમાં દર વર્ષે સતત ઉછાળો આવી રહ્યો છે. વર્ષ 2023-24માં રાજ્યમાં રૂા.986.2 કરોડનું ફ્રોડ નોંધાયું હતું, જે વર્ષ 2024-25માં 30.4 ટકા વધીને રૂા.1,285.9 કરોડ સુધી પહોંચી ગયું હતું.

    આટલેથી ન અટકતા, વર્ષ 2025-26માં તેમાં વધુ 11.6 ટકાનો વધારો થયો અને રકમ વધીને રૂા.1,435.6 કરોડ થઈ ગઈ. આમ, ત્રણ વર્ષનાં ગાળાની સરખામણી કરવામાં આવે તો કુલ ફ્રોડની રકમમાં 45.6 ટકાનો ચિંતાજનક વધારો થયો છે.

    સમગ્ર દેશની સ્થિતિ પર નજર કરીએ તો, માત્ર મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્વિમ બંગાળ, તેલંગાણા અને તમિલનાડુ જ ગુજરાત કરતાં વધુ ક્યુમ્યુલેટિવ (કુલ) ફ્રોડ રકમમાં આગળ છે. આ યાદીમાં મહારાષ્ટ્ર રૂા.32,297.9 કરોડનાં વિશાળ ફ્રોડ સાથે સૌથી મોખરે છે, જ્યારે બીજા ક્રમે દિલ્હી (રૂા.16,396.6 કરોડ) અને ત્રીજા ક્રમે પશ્વિમ બંગાળ (રૂા.10,309.6 કરોડ) છે.

    દેશનાં આ ટોચનાં છ રાજ્યોમાં જ મળીને કુલ રૂા.72,000 કરોડથી વધુ રકમની છેતરપિંડી આ ત્રણ વર્ષમાં થઈ છે. ગુજરાત આ મામલે કર્ણાટક (રૂા.2,916 કરોડ), ઉત્તર પ્રદેશ (રૂા.2,699.7 કરોડ) અને પંજાબ (રૂા.2,253.9 કરોડ) જેવા અન્ય મોટા ઔદ્યોગિક રાજ્યો કરતાં પણ આગળ નીકળી ગયું છે.

    બેન્કિંગ ક્ષેત્રનાં સૂત્રો અને સાયબર મોનિટરિંગ એજન્સીઓના જણાવ્યાં અનુસાર, ફ્રોડની રકમમાં થયેલો આ વધારો માત્ર ગુનાઓ વધવાને કારણે નથી, પરંતુ બેન્કોમાં સુધારેલી રિપોર્ટિંગ સિસ્ટમ અને નાગરિકોમાં આવેલી જાગૃતિને કારણે વધુ કેસો સપાટી પર આવ્યાં છે. તપાસ અધિકારીઓનાં મતે ઠગાઈની પદ્ધતિઓમાં બહુ મોટો બદલાવ નથી આવ્યો.

    લોકો આજે પણ અજાણતાં નકલી APK લિંક્સ ડાઉનલોડ કરીને, બેન્ક અધિકારીનાં નામે આવતાં બોગસ KYC અપડેટ મેસેજ, ક્રેડિટ કાર્ડની લોભામણી ઓફર્સ કે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાની લિંક્સ પર ક્લિક કરીને પોતાની ખાનગી બેન્કિંગ વિગતો શેર કરી દે છે. આ પ્રકારની સાયબર ઠગાઈમાં સૌથી વધુ શિકાર વડીલો અને ટેકનોલોજીથી ઓછી માહિતી ધરાવતાં લોકો બની રહ્યાં છે.

    ફ્રોડ થયેલી રકમ પાછી મેળવવાની (રિકવરી) બાબતમાં આંકડા અત્યંત નિરાશાજનક ચિત્ર રજૂ કરે છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન થયેલાં કુલ રૂા.3,707.67 કરોડનાં ફ્રોડમાંથી બેન્કો માત્ર રૂા.96.58 કરોડ જ રિકવર કરી શકી છે, જે કુલ રકમનાં માત્ર 2.6 ટકા જેટલી નાની રકમ છે.

    અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ આવી જ છે, જેમાં મહારાષ્ટ્રનો રિકવરી રેટ 3 ટકા અને કર્ણાટકનો 2.3 ટકા રહ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળ 16.1 ટકા રિકવરી સાથે અપવાદરૂપ રહ્યું છે.

    સાયબર ક્રાઈમ અધિકારીઓનું કહેવું છે કે, જો ગ્રાહક ફ્રોડ થયાનાં પ્રથમ એક કલાકની અંદર (ગોલ્ડન અવર) સાયબર હેલ્પલાઈન પર જાણ કરે, તો ફંડ્સ ફ્રીઝ થવાની અને પૈસા પાછા મળવાની શક્યતા ઘણી વધી જાય છે. પરંતુ મોટાભાગનાં કિસ્સામાં લોકો પોલીસ કે હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં મોડું કરી દે છે, જેથી રિકવરી લગભગ અશક્ય બની જાય છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCensus 2027: 17 ઓગસ્ટથી બીજા તબક્કાનો પ્રારંભ, 96 વર્ષ પછી પ્રથમ વખત નોંધાશે જ્ઞાતિ
    Next Article Ram templeમાં દાન ચોરી બાદ હવે ખર્ચનો વિવાદ નિર્માણમાં 800 કરોડના અંદાજ સામે 2200 કરોડ ખર્ચાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Samrat Chaudhary ને નિશાન બનાવી પ્રશાંત કિશોરે ચુંટણી રસપ્રદ બનાવી

    August 4, 2026
    રાષ્ટ્રીય

    WhatsApp એ અનેક એકાઉન્ટ અચાનક જ `રીવ્યુ’ પર મુકયા!

    August 4, 2026
    અન્ય રાજ્યો

    Ram templeમાં દાન ચોરી બાદ હવે ખર્ચનો વિવાદ નિર્માણમાં 800 કરોડના અંદાજ સામે 2200 કરોડ ખર્ચાયા

    August 4, 2026
    રાષ્ટ્રીય

    Census 2027: 17 ઓગસ્ટથી બીજા તબક્કાનો પ્રારંભ, 96 વર્ષ પછી પ્રથમ વખત નોંધાશે જ્ઞાતિ

    August 4, 2026
    ગુજરાત

    Gujarat વિધાનસભાના 9મા ચોમાસુ સત્રનું એલાન : 8 થી 10 સપ્ટેમ્બર ધમધમશે ગૃહ

    August 4, 2026
    રાષ્ટ્રીય

    જન સૂરજએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ Nitin Naveen દ્વારા ખાલી કરાયેલી બેઠક પર કબજો કરી લીધો

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,320
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,150
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 12:21
    Categories
    Latest News

    Samrat Chaudhary ને નિશાન બનાવી પ્રશાંત કિશોરે ચુંટણી રસપ્રદ બનાવી

    August 4, 2026

    WhatsApp એ અનેક એકાઉન્ટ અચાનક જ `રીવ્યુ’ પર મુકયા!

    August 4, 2026

    Ram templeમાં દાન ચોરી બાદ હવે ખર્ચનો વિવાદ નિર્માણમાં 800 કરોડના અંદાજ સામે 2200 કરોડ ખર્ચાયા

    August 4, 2026

    Census 2027: 17 ઓગસ્ટથી બીજા તબક્કાનો પ્રારંભ, 96 વર્ષ પછી પ્રથમ વખત નોંધાશે જ્ઞાતિ

    August 4, 2026

    `ખેલાડી ક્યારેય હારતો નથી, તે કાં તો જીતે છે અથવા તો જીત મેળવતાં શીખે છે’: Mandaviya

    August 4, 2026

    Gujarat ની ITI તથા 17 પોલીટેકનીકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી

    August 4, 2026
    Search
    Main News

    Samrat Chaudhary ને નિશાન બનાવી પ્રશાંત કિશોરે ચુંટણી રસપ્રદ બનાવી

    August 4, 2026

    WhatsApp એ અનેક એકાઉન્ટ અચાનક જ `રીવ્યુ’ પર મુકયા!

    August 4, 2026

    Ram templeમાં દાન ચોરી બાદ હવે ખર્ચનો વિવાદ નિર્માણમાં 800 કરોડના અંદાજ સામે 2200 કરોડ ખર્ચાયા

    August 4, 2026

    Gujarat માં 3 વર્ષમાં રૂા.3,708 કરોડનું બેન્ક ફ્રોડ : દેશમાં છઠ્ઠા ક્રમે

    August 4, 2026

    Census 2027: 17 ઓગસ્ટથી બીજા તબક્કાનો પ્રારંભ, 96 વર્ષ પછી પ્રથમ વખત નોંધાશે જ્ઞાતિ

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Samrat Chaudhary ને નિશાન બનાવી પ્રશાંત કિશોરે ચુંટણી રસપ્રદ બનાવી

    August 4, 2026

    WhatsApp એ અનેક એકાઉન્ટ અચાનક જ `રીવ્યુ’ પર મુકયા!

    August 4, 2026

    Ram templeમાં દાન ચોરી બાદ હવે ખર્ચનો વિવાદ નિર્માણમાં 800 કરોડના અંદાજ સામે 2200 કરોડ ખર્ચાયા

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.