Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    International Flights ના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો

    June 1, 2026

    Superstar Mohanlal બનાવ્યો પોતાનો ઓર્ગેનિક બગીચો

    June 1, 2026

    Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • International Flights ના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો
    • Superstar Mohanlal બનાવ્યો પોતાનો ઓર્ગેનિક બગીચો
    • Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ
    • 02 જૂનનું પંચાંગ
    • 02 જૂનનું રાશિફળ
    • Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત
    • Ahmedabad ના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એએનટીએફની કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું
    • Rajkot બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»International Flights ના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો
    રાષ્ટ્રીય

    International Flights ના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેશની અંદર ઉડાન ભરતી ઘરેલુ ફ્લાઇટ્‌સ માટે જેટ ફ્યુઅલની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી

    New Delhi તા.૧

    વૈશ્વિક બજાર તરફથી એવિયેશન સેક્ટર માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સ માટે ઉપયોગમાં લેવાતા એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (છ્‌હ્લ) એટલે કે જેટ ફ્યુઅલની કિંમતોમાં ભારે ૨૭ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, દેશની અંદર ઉડાન ભરતી ઘરેલુ (ડોમેસ્ટિક) ફ્લાઇટ્‌સ માટે જેટ ફ્યુઅલની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે જૂના ભાવે યથાવત રાખવામાં આવી છે.

    ઉદ્યોગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ મોટા ઘટાડાને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સ માટે જેટ ફ્યુઅલની કિંમતોમાં પ્રતિ કિલોલિટર ૪૦૦ અમેરિકન ડોલરથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ હવે નવી કિંમત ઘટીને આશરે ૧,૧૦૦ અમેરિકન ડોલર પ્રતિ કિલોલિટર થઈ ગઈ છે, જે ભારતીય ચલણમાં આશરે ૧,૦૫,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોલિટર જેટલી થાય છે. અગાઉ વૈશ્વિક બજારમાં તેજીના કારણે ૧ મેના રોજ આ કિંમતો ૭૬.૫૫ ડોલર (૫.૩૩ ટકા) વધીને ૧,૫૧૧.૮૬ ડોલર પ્રતિ કિલોલિટર પર પહોંચી ગઈ હતી. જ્યારે તે પહેલા એપ્રિલ મહિનામાં પશ્ચિમ એશિયાના યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય ઊર્જા સંકટને કારણે કિંમતો બમણાથી પણ વધુ વધીને ૧,૪૩૫.૩૧ ડોલર થઈ ગઈ હતી.

    બીજી તરફ, ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સ માટે છ્‌હ્લના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. એરલાઇન કંપનીઓએ ઘરેલુ સપ્લાય માટે હજુ પણ ૧,૦૪,૯૨૭.૧૮ રૂપિયા પ્રતિ કિલોલિટર ચૂકવવાનું ચાલુ રાખવું પડશે.

    આ દર ૧ એપ્રિલથી લાગુ કરાયો હતો. વાસ્તવમાં, મે મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધ્યા હોવા છતાં સરકારી ફ્યુઅલ રિટેલ કંપનીઓએ મુસાફરો પર મોંઘવારીનો બોજ ન પડે તે માટે કિંમતો વધારી ન હતી અને નુકસાન પોતે સહન કર્યું હતું. હવે જ્યારે વૈશ્વિક સ્તરે કિંમતો નરમ પડી છે, ત્યારે તેનો સીધો લાભ વિદેશી ફ્લાઇટ્‌સને આપવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ સપ્લાય પર કંપનીઓ હજુ પણ નુકસાન ઉઠાવી રહી છે.

    ભારતમાં જેટ ફ્યુઅલની કિંમતોને બે દાયકા પહેલાં જ નિયંત્રણ-મુક્ત (ડિરેગ્યુલેટેડ) કરી દેવામાં આવી હતી, જેથી એરલાઇન્સ સાથેના કરાર મુજબ કિંમતો આંતરરાષ્ટ્રીય માર્કેટના હિસાબે નક્કી થાય છે. પરંતુ હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધના કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો હતો. આવી સ્થિતિમાં છ્‌હ્લની કિંમતોમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો ઝીંકવાની જરૂર હતી, પરંતુ સરકારે અને સરકારી ક્રૂડ કંપનીઓએ ખૂબ જ સંતુલિત અને ગંભીરતાપૂર્વક પગલું ભર્યું. તેમણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ માટે માર્કેટ લિંક્ડ રેટ રાખ્યા, પરંતુ દેશના સામાન્ય નાગરિકોને અસર ન થાય તે માટે ઘરેલુ ફ્લાઇટ્‌સની કિંમતોને નિયંત્રણમાં રાખીને મોટી રાહત આપી છે.

    international flights jet fuel prices
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Amarnath Yatra માટે સૌથી મોટી સુરક્ષા ’ઢાલ અર્ધલશ્કરી દળોની ૬૭૦ કંપનીઓ તૈનાત કરવામાં આવશે

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Party ની મોટી જાહેરાતઃ અભિજીત દીપક ૬ જૂને ભારત આવી રહ્યા છે, જંતર મંતર પર વિરોધ કરશે

    June 1, 2026
    મુખ્ય સમાચાર

    PM ના આ નિવેદનથી સમગ્ર નેપાળમાં ભૂકંપ આવ્યો છે, અને જનતા તેમને રાષ્ટ્રવિરોધી કહી રહી છે

    June 1, 2026
    મુખ્ય સમાચાર

    Rajya Sabha ની ચાર અને વિધાન પરિષદની સાત બેઠકો માટે ચૂંટણી તારીખો જાહેર; ૧૮ જૂને મતદાન યોજાશે

    June 1, 2026
    મુખ્ય સમાચાર

    Supreme Court માં પાંચ નવા ન્યાયાધીશો નિયુક્ત થશે, કેન્દ્ર સરકારે તેમને મંજૂરી આપી છે

    June 1, 2026
    રાષ્ટ્રીય

    MK-1 પરીક્ષણ સફળ, ગુપ્તચર મિશન અને દુશ્મનને ચોક્કસ નિશાન બનાવવું; મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળ્યું

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Superstar Mohanlal બનાવ્યો પોતાનો ઓર્ગેનિક બગીચો

    June 1, 2026

    Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026

    02 જૂનનું રાશિફળ

    June 1, 2026

    Mundra ના પ્રાગપરમાં કલમાર મશીન નીચે કચડાઈ જતાં બે કામદારના મોત

    June 1, 2026

    Ahmedabad ના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એએનટીએફની કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Superstar Mohanlal બનાવ્યો પોતાનો ઓર્ગેનિક બગીચો

    June 1, 2026

    Ahmedabad Municipal Corporation ને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026

    02 જૂનનું પંચાંગ

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.