જ્યારે કોવિડ લોકડાઉનને કારણે ટીવી અને ફિલ્મોનું શૂટિંગ પૂરી રીતે બંધ થઈ ગયું હતું તે સમયે ખેતી પર ધ્યાન આપ્યું હતું
Mumbai, તા.૧
મોહનલાલ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સૌથી સફળ સુપરસ્ટાર્સમાંથી એક છે. ઇન્ડિયન સિનેમાનાં દિગ્ગજ કલાકારોમાં મોહનલાલનું નામ છે. મોહનલાલનું ટેલેન્ટ માત્ર એક્ટિંગ તેમજ ફિલ્મો સુધી સીમિત નથી. આમ, એક્ટર બીજી અનેક બાબતોમાં પણ જબરજસ્ત હોંશિયાર છે. તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે મોહનલાલનો એક ઓર્ગેનિક બગીચો પણ છે. મોહનલાલ તેમની એક્ટિંગથી લાખો લોકોને ફિદા કરી દેતા હોય છે.
કોવિડ લોકડાઉન દરમિયાન સુપરસ્ટાર મોહનલાલે ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી હતી. ઘર પાસેની જમીન પર એક મસ્ત બગીચો બનાવ્યો હતો. જ્યારે કોવિડ લોકડાઉનને કારણે ટીવી અને ફિલ્મોનું શૂટિંગ પૂરી રીતે બંધ થઈ ગયું હતું. આ સાથે જ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ હતી. તે સમયે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલે ખેતી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.
લોકડાઉન દરમિયાન મોહનલાલે તેમનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેમની ખેતી વિશે વાત કરી હતી. વીડિયોમાં મોહનલાલ પોતે ખેતી કરતા જોવા મળ્યા હતા. ફૂલ-છોડને પાણી આપવાની સાથે-સાથે શાકભાજીની પણ ખેતી કરી. આમ, મોહનલાલે માત્ર કોવિડથી જ નહીં, પરંતુ વર્ષ ૨૦૧૦ થી ખેતી કામ કરી રહ્યાં છે. પરંતુ લોકડાઉનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઠપ પડવા પર ખેતીમાં વધારે એક્ટિવ થઈ ગયા હતા.
આ વિશે વાત કરતા મોહનલાલે પોતે જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર-પાંચ વર્ષોથી અમે નાની જગ્યામાં જરૂરિયાત અનુસાર શાકભાજી ઉગાડી રહ્યાં છે. મોહનલાલનાં બગીચામાં બીન્સ, ભીંડા, ટામેટા, મકાઈ અને સાબુદાણા સહિત અનેક વસ્તુઓ ઉગાડીએ છીએ. આ સાથે મોહનલાલે વધુમાં જણાવ્યું હતું કે તમારી પાસે જમીન નથી તો તમે ગ્રો બેગ્સમાં સફળતાથી ઉગાડી શકો છો. આમ, મોહનલાલ જ્યારે ઘરે હોય ત્યારે જમવામાં ખાસ કરીને બગીચાનાં શાકભાજીનો ઉપયોગ થાય છે.
દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત મોહનલાલ ભારતીય સિનેમાનાં ઇતિહાસનાં બેસ્ટ એક્ટર્સમાંથી એક છે. ૪૫ વર્ષ કરતા વધારે તેમનાં કરિયરમાં ૩૬૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે અને બે વાર બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ પણ જીત્યો છે. લેટેસ્ટમાં ડાયરેક્ટર જીતુ જોસેફની દ્રશ્યમ ૩ માં જોવા મળ્યાં હતા.

