(મિલાપ રૂપારેલ) Amreli, તા.14
અમરેલીનાં માંગવાપાળ રોડ ઉપર એસ.ટી. બસ હડફેટે બાઇક સવાર ચાલકનું ગંભીર ઇજાથી મોત થયું હતું. અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે રહેતાં મુકેશભાઇ જેઠાભાઇ પરમાર નામનાં વકીલાતના નાના ભાઇ ભાવેશભાઇ ગત તા.7 ના રોજ સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના સમયે માંગવાપાળથી અમરેલી તરફ પોતાના હવાલાવાળુ મોટર સાયકલ નં.GJ-14-AR-7960 લઇને આવતા હતા.
ત્યારે અમરેલી માંગવાપાળ રોડ ઉપર આવેલ નારાયણ જીનીગ મીલ સામે પહોચતા સામેથી આવતા એક એસ.ટી. બસના ચાલકે એસ.ટી.બસ પુરઝડપે ચલાવી વકીલના ભાઇ ભાવેશભાઈના મોટર સાયકલ સાથે અકસ્માત કરી શરીરે ગંભીર ઇજાઓ પહોચાડતા દવાખાને સારવાર ખસેડાયેલ જ્યાં ભાવેશભાઈનું દરમ્યાન મોત નિપજ્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
વેપારી પર હુમલો
લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામે રહેતાં જગદીશભાઇ જાદવભાઇ હાડગરડા નામનાં 28 વર્શિય યુવકના નાના ભાઇ કાબાભાઇને મોબાઇલ રીપેરીંગની દુકાન હોય તેમાં તે જે ગામે રહેતાં આરોપી વિપુલભાઇ કડવાભાઇ સોહલાના ટ્રેકટરના ડ્રાઇવરે મોબાઇલ ફોન રીપેરીંગના મુકેલ આપેલ હતો. જે મોબાઇલ ફોન રીપેરીંગ થઇ જતા કાબાભાઇએ મોબાઇલ રીપેરીંગના પૈસા માંગેલ હતા.
તે વાતનું મનદુઃખ રાખી આરોપીએ વિપુલભાઇ કડવાભાઇ સોહલા, કડવાભાઇ નોંઘાભાઇ સોહલા તથા ભાવેશભાઇ કડવાભાઇ સોહલાએ લોખંડની પાઇપો વડે આ બંને ભાઇઓને માર મારતા ભનુબેન વચ્ચે પડતા તેઓને ઇજાઓ કરી તેમજ મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ લોખંડની પાઇપો તથા છુટ્ટા પાણકાના ઘા કરી વાહનોના કાચ તોડી અંદાજે રૂપિયા 20,000 થી વધારેનું નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

