Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
    • “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
    • 05 જૂનનું પંચાંગ
    • 05 જૂનનું રાશિફળ
    • PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
    • Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
    • Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
    • 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Inflation નો હજુ `કડવો ડોઝ’ બાકી; યુધ્ધની આગ તમામ ચીજો મોંઘી કરશે
    રાષ્ટ્રીય

    Inflation નો હજુ `કડવો ડોઝ’ બાકી; યુધ્ધની આગ તમામ ચીજો મોંઘી કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.3
    પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાથી અર્થતંત્ર પર ફુગાવા જન્ય દબાણ વધવાની આશંકા છે, જેનાથી આવનારા મહિનાઓમાં પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને સામાન્ય વપરાશની વસ્તુઓ મોંઘી થઈ શકે છે.

    રેટિંગ એજન્સી ક્રિસિલે જાહેર કરેલા અહેવાલમાં આ અંદાજ વ્યક્ત કર્યો છે. સાથે જ આવનાર દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 15 મે પછીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આશરે 7.5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે અને જો ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહેશે, તો આ વધારો નજીકના ભવિષ્યમાં 10 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે.

    એટલે કે હજુ પણ ઈંધણમાં 3 રૂપિયા આસપાસના ભાવ વધે તેવું અનુમાન છે. જો આવું થાય તો તેની અસર સમગ્ર અર્થતંત્રમાં પરિવહન ખર્ચમાં વધારા દ્વારા જોવા મળશે, જેનાથી ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓ બંનેની મોંઘવારી વધશે.

    અહેવાલ મુજબ, ઈંધણની કિંમતોમાં વધારાની સીધી અસર મોંઘવારી પર પડશે. ઈંધણની કિંમતોમાં 7.5 રૂપિયા પ્રતિ લીટરના વધારાથી છૂટક મોંઘવારી આશરે 0.36 ટકા વધી શકે છે. જો ઈંધણની કિંમતો 10 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી જાય છે, તો છૂટક મોંઘવારીમાં આશરે 0.48 ટકાનો વધારો થઈ શકે છે.

    ઈંધણના ભાવ વધવાની સૌથી વધુ અસર માર્ગ પરિવહન પર પડશે કારણ કે તેના ખર્ચનો લગભગ 42 ટકા હિસ્સો ઈંધણ પર નિર્ભર છે. જેનાથી માલસામાનની હેરફેર મોંઘી થઈ જશે અને તેની અસર રોજિંદી વસ્તુઓની કિંમતો પર પડશે. દેશમાં આશરે 71 ટકા માલસામાનની હેરફેર માર્ગ પરિવહન દ્વારા જ થાય છે.

    ક્રિસિલના જણાવ્યા અનુસાર, પરિવહન ખર્ચ વધવાથી દૂધ, ફળ, કઠોળ, ચા-કોફી, મસાલા અને માછલી જેવા ખાદ્ય ઉત્પાદનોની કિંમતોમાં વધારો આવી શકે છે કારણ કે આ મોટા પાયે પરિવહન નેટવર્ક પર નિર્ભર છે. કાપડ, ક્નઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, લાકડાના ઉત્પાદનો, સિમેન્ટ અને સિરામિક્સ જેવા ક્ષેત્રોમાં પણ ખર્ચ વધશે.

    રસાયણ, કોલસો અને ધાતુ ક્ષેત્ર પણ મોંઘવારીની ઝપેટમાં આવશે. આવી સ્થિતિમાં કંપનીઓ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે અથવા ઉત્પાદનના જથ્થામાં કાપ મૂકી શકે છે. સપ્ટેમ્બર 2025માં GST દરોમાં કરવામાં આવેલા કાપથી થોડી રાહત મળી છે, પરંતુ ઊંચા ઊર્જા ખર્ચની અસરને તે સંપૂર્ણપણે સંતુલિત કરી શકશે નહીં.

    રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 112 ડોલર પ્રતિ બેરલ રહી છે, જે સમગ્ર વર્ષના અંદાજિત 95 ડોલર પ્રતિ બેરલ કરતા વધારે છે.

    જો કે, એકંદર મોંઘવારી હાલમાં ભારતીય રિઝર્વ બેંકના ચાર ટકાના લક્ષ્યાંકથી નીચે છે, પરંતુ આગળ જતાં તેમાં વધારો થવાનો અંદાજ છે. તેમ છતાં તે રિઝર્વ બેંકના બે થી છ ટકાના દાયરામાં રહી શકે છે.

    રિઝર્વ બેંક મોંઘવારીના વલણો, ખાસ કરીને સ્થાનિક અપેક્ષાઓ અને વ્યાપક ભાવ વધારાના જોખમ પર નજર રાખશે. આ સાથે જ રિઝર્વ બેંકની નજર નબળા ચોમાસા અને અલ નીનો જેવી હવામાન સંબંધી પરિસ્થિતિઓ પર પણ રહેશે, જેના કારણે ખાદ્ય મોંઘવારી વધવાની આશંકા છે.

    Inflation
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026
    રાષ્ટ્રીય

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026
    મુખ્ય સમાચાર

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026
    અન્ય રાજ્યો

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    India પાકિસ્તાનના ભાઈજાનને અવગણ્યું, હવે તુર્કી સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે

    June 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kuwait પર Iranની હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત; એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું

    June 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026

    05 જૂનનું રાશિફળ

    June 4, 2026

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.