Vadodara,તા.૯
વડોદરામાં એક સંવેદનશીલ ઘટના સામે આવી છે, જેમાં ભાજપના એક સ્થાનિક નેતાની ભત્રીજી વિધર્મી યુવક સાથે પ્રેમ સંબંધમાં હોવાનો અને ગુપ્ત રીતે લગ્ન કરી લીધાનો મામલો સામે આવ્યો છે. યુવતી બે દિવસથી ગુમ થતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. બાદમાં યુવતી તાંદલજા વિસ્તારમાંથી મળી આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ વડોદરાના સમા વિસ્તારમાં રહેતા ભાજપના એક નેતાની ભત્રીજી અચાનક ઘેરથી ગુમ થઈ ગઈ હતી. યુવતીનો કોઈ સંપર્ક ન થતાં પરિવારજનોએ અનેક સ્થળે શોધખોળ કરી હતી. પરંતુ કોઈ માહિતી ન મળતાં આખરે સમા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવતી એડવોકેટ તરીકે કાર્યરત હતી. તે દરમિયાન તેની ઓળખાણ એક બિનહિંદુ એડવોકેટ યુવક સાથે થઈ હતી. ઓળખાણ પછી બંને વચ્ચે નજીકતા વધી અને બાદમાં પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. આ બાબત વિશે પરિવારજનોને અગાઉ કોઈ જાણ નહોતી.
યુવતીની શોધખોળ દરમિયાન એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે યુવતીએ લગભગ છ મહિના પહેલા જ તે બિનહિંદુ યુવક સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. આ માહિતી સામે આવતા પરિવારજનો આશ્ચર્યમાં પડી ગયા હતા.
પરિવારજનોએ પોલીસ પાસે મદદ માગી હતી, પરંતુ શરૂઆતમાં પૂરતી કાર્યવાહી ન થતા તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી ૐટ્ઠજિર જીટ્ઠહખ્તરટ્ઠદૃૈ સુધી પણ રજૂઆત કરી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે યુવતીને શોધવા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી.
આ મામલામાં કેટલાક હિંદુ સંગઠનો પણ સક્રિય બન્યા હતા અને યુવતીની શોધખોળ શરૂ કરી હતી. અંતે વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી યુવતી મળી આવી હતી. ત્યારબાદ યુવતીને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવી હતી.
પોલીસે યુવતીને સ્ટેશનમાં લઈ જઈ તેની કાઉન્સેલિંગ કરી હતી અને સમગ્ર મામલે પૂછપરછ કરી હતી. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ યુવતીને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.
આ ઘટના સામે આવતા વડોદરામાં આ મુદ્દે ભારે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ પરિવારજનો આ મામલાને ‘લવ જેહાદ’ તરીકે રજૂ કરી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ સમગ્ર મામલે તટસ્થ રીતે તપાસ કરી રહી છે. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

