જુગાર રમતી વખતે, પોલીસ આવી ની બુમ સાંભળતા યુવાન દોડતા કૂવામાં ખાબકતા મોત
Vichhiya,તા.02
વિછીયા તાલુકાના થોરીયાળી ગામે જુગાર રમતી વખતે પોલીસ આવી ની બૂમ સાંભળી ભાગવા ગયેલા યુવાનનું કુવામાં પડી જતા મોત નીપજયાના બનાવમાં પરિવારે હત્યાનો આક્ષેપ કરતા ચકચાર જાગી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વિછીયા ના બોટાદ રોડ ઉપર રહેતા મુન્નાભાઈ મકુભાઈ રાજપરા નું કૂવામાં પડી જતા પ્રાથમિક તપાસમાં થોરીયાળી માં ૧૦શખ્સો જુગાર રમતા હતા ત્યારે કોઈએ રાડ પાડી કે પોલીસ આવી ત્યારે જુગારી ભાગ્યા હતા અને મુન્નાભાઈ રાજપરા દિવાલ ફુદતી વખતે કુવામાં ખાબકતા તેનું મોત નીપજ્યું હતું મરનાર મુન્નો ત્રણ ભાઈ માં નાનો છે નાસભાગ પછી મુન્નો ક્યાંય નજરે પડ્યો ન હતો અને ઘનશ્યામભાઈ ની વાડીના કુવામાંથી મળ્યો હતો તેની દાઢી અને પડખાના ભાગે ઈજા થઈ હતી મુન્નો જુગારમાં બે લાખ રૂપિયા જીત્યો હતો પરિવારે આશંકા વ્યક્ત કરી છે