Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે
    • Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે
    • Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું
    • CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી
    • Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે
    • Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત
    • Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»સમયસર ફલેટનો કબ્જો ન સોંપાતા 11 ટકા વ્યાજ ચુકવવા બિલ્ડરને હુકમ
    અમદાવાદ

    સમયસર ફલેટનો કબ્જો ન સોંપાતા 11 ટકા વ્યાજ ચુકવવા બિલ્ડરને હુકમ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.10
    ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા ગ્રાહકોના હિતમાં વધુ એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા `શ્રી સિદ્ધેશ્વર પેસિફિક’ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનાર અમદાવાદના મહિલા ગ્રાહકને સમયસર કબજો ન આપવા બદલ ગુજરેરાએ બિલ્ડર પેઢી મેસર્સ એસ. પી. ઇન્ફ્રા અને તેના ભાગીદારો વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે. ઓથોરિટીના સભ્ય ડો. એમ. ડી. મોડિયાની કોરમે બિલ્ડરને નિર્ધારિત સમયમાં વ્યાજ સહિત ફ્લેટનો દસ્તાવેજ અને પ્રત્યક્ષ કબજો સોંપવાનો હુકમ કર્યો છે.

    આ કેસની વિગતો અનુસાર, અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા ફરિયાદી શ્રીમતી વૈશાલી મિલિંદ શાહ દ્વારા એડવોકેટ આર. પી. દેસાઈ મારફતે વડોદરાની ભાગીદારી પેઢી મેસર્સ એસ. પી. ઇન્ફ્રા અને તેના ભાગીદારો મનિષભાઇ, પ્રવિણભાઇ, કિશોરભાઇ, સુરેશભાઇ અને રવિ પાનસુરીયા વિરૂદ્ધ ગુજરેરા સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    ફરિયાદીએ બિલ્ડરના પ્રોજેક્ટમાં ફ્લેટ નંબર એ-101 કુલ રૂપિયા 38 લાખની કિંમતે બુક કરાવ્યો હતો અને જૂન 2024 સુધીમાં રૂપિયા 29 લાખ ચૂકવી પણ દીધા હતા. કરાર મુજબ બિલ્ડરે ડિસેમ્બર 2024 સુધીમાં ફ્લેટનો કબજો સોંપવાનો હતો, પરંતુ બિલ્ડર નિયત સમયમાં કબજો આપવામાં નિષ્ફળ રહ્યો હતો. ગુજરેરા દ્વારા આ અંગે સામાવાળા બિલ્ડરને નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં તેઓ હાજર ન રહેતા ઓથોરિટીએ કાયદા મુજબ એકતરફી કાર્યવાહી હાથ ધરી હતી.

    ગુજરેરાએ આ મામલે કાયદાકીય જોગવાઈઓ અને બેંકના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ નોંધ્યું કે બિલ્ડરે કરાર પૂર્વે જ કુલ રકમના 10 ટકાથી વધુ રકમ સ્વીકારીને રેરા એક્ટની કલમ 13(1) નો સ્પષ્ટ ભંગ કર્યો છે.

    આ ગંભીર બેદરકારી બદલ ગુજરેરા સચિવને બિલ્ડર સામે કાયદેસરની સુઓમોટો કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. ફરિયાદી ગ્રાહક બાકી રહેતી રૂપિયા 9 લાખની રકમ ચૂકવવા તૈયાર હોવાથી ઓથોરિટીએ તેમના હિતમાં ચુકાદો સંભળાવ્યો છે.

    ઓથોરિટીએ પોતાના આદેશમાં જણાવ્યું છે કે પ્રોજેક્ટનું વપરાશનું પ્રમાણપત્ર (યુઝ પરમિશન) મળ્યા બાદ બિલ્ડરે ગ્રાહકને બાકી રકમ અને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા નોટિસ આપવી પડશે. ગ્રાહક દ્વારા આ રકમ ચૂકવ્યાના 30 દિવસમાં બિલ્ડરે ફ્લેટનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપી શાંત અને પ્રત્યક્ષ કબજો સોંપવો પડશે.

    આ સાથે જ બિલ્ડરે ગ્રાહક પાસેથી લીધેલી રૂપિયા 29 લાખની રકમ પર જાન્યુઆરી 2025 થી એપ્રિલ 2026 સુધીનું વાર્ષિક 11 ટકા લેખે થતું વ્યાજ 45 દિવસમાં ચૂકવવું પડશે, તેમજ મે 2026 થી ફ્લેટનો પ્રત્યક્ષ કબજો ન સોંપાય ત્યાં સુધી દર મહિને નિયમિત રીતે 11 ટકા લેખે વ્યાજ ચૂકવતા રહેવું પડશે. આ ઉપરાંત બિલ્ડરે ફરિયાદીને કાનૂની ખર્ચ પેટે રૂપિયા 5,000 અલગથી ચૂકવવાનો રહેશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 10, 2026
    અમદાવાદ

    Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી

    June 10, 2026
    રાષ્ટ્રીય

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    મુખ્ય સમાચાર

    Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ

    June 10, 2026
    રાષ્ટ્રીય

    India માં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા

    June 10, 2026
    રાષ્ટ્રીય

    Modi ની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026

    CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 10, 2026

    Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી

    June 10, 2026

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.