Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ’સંવિધાન હત્યા દિવસ’ પર પીએમ મોદી અને સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કટોકટીને કાળો ઇતિહાસ ગણાવ્યો

    June 25, 2026

    Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે

    June 25, 2026

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ’સંવિધાન હત્યા દિવસ’ પર પીએમ મોદી અને સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કટોકટીને કાળો ઇતિહાસ ગણાવ્યો
    • Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે
    • કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti
    • ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?
    • ચારે વેદોમાં ગાયત્રી મંત્ર તરીકે સ્થાન ધરાવતી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની છે.
    • અસ્થિરતાની વચ્ચે તેજીનું વલણ, રોકાણકારો માટે સકારાત્મક સંકેત….!!!
    • 26 જૂનનું પંચાંગ
    • 26 જૂનનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»અસ્થિરતાની વચ્ચે તેજીનું વલણ, રોકાણકારો માટે સકારાત્મક સંકેત….!!!
    વ્યાપાર

    અસ્થિરતાની વચ્ચે તેજીનું વલણ, રોકાણકારો માટે સકારાત્મક સંકેત….!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ravi Bhatt

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    આ સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે એકંદરે તેજી તરફી વલણ જોવા મળ્યું. સપ્તાહની શરૂઆત વૈશ્વિક અનિશ્ચિતતા, બોન્ડ યીલ્ડમાં વધઘટ અને ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતાના કારણે દબાણ સાથે થઈ હતી, પરંતુ બાદમાં સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની ખરીદી, બેંકિંગ શેરોમાં મજબૂતી અને પસંદગીયુક્ત ક્ષેત્રોમાં વધેલા નાણાં પ્રવાહના કારણે બજારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો.દિવસ દરમિયાન અનેક વખત તેજી અને મંદીના ઝડપી ઝોક જોવા મળ્યા, જેના કારણે વેપારીઓમાં સાવચેતીનો માહોલ રહ્યો. તેમ છતાં સપ્તાહના અંતે મુખ્ય સૂચકાંકો મજબૂત સ્થિતિમાં બંધ રહ્યા. સમગ્ર સપ્તાહનું ચિત્ર “અસ્થિર પરંતુ તેજી તરફી બજાર” તરીકે સામે આવ્યું.

    વૈશ્વિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના વધુ પડતાં વેલ્યુએશનની ગેમ ઓવર થવા લાગી હોવાની એનાલિસ્ટોએ લાલબત્તી બતાવતાં અને એઆઈ તેમ જ સેમીકન્ડકટર્સ ક્ષેત્રે જાયન્ટ દક્ષિણ કોરિયાની સેમસંગ, એઆઈ હાઈનિક્સ પાછળ દક્ષિણ કોરિયાના બજારોમાં કડાકો બોલાઈ જતાં અને  વિશ્વ વિખ્યાત ઈન્વેસ્ટમેન્ટ ગુરૂ માર્ક ફેબર ભારતીય બજારોમાં ૨૦ ટકા સુધી કડાકાની  આગાહી કરતાં આજે ભારતીય શેર બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. આઈટી-સોફ્ટવેર સર્વસિઝ, ટેકનોલોજી શેરો સાથે ફંડોએ  કેપિટલ ગુડઝ, પાવર શેરો તેમ જ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં હેમરિંગ કરતાં શેરો પાણી પાણી થવા લાગ્યા હતા. ચોમાસું આ વખતે નબળું જવાની આગાહી અને વિલંબને લઈ ચિંતા વધતાં ફંડોએ સાવચેતીમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. આ સાથે પ્રાઈમરી માર્કેટમાં એનએસઈ અને રિલાયન્સ જિયો પ્લેટફોર્મ મેગા આઈપીઓ લઈને આવી રહ્યા હોઈ મોટી મૂડી સેકન્ડરી માર્કેટમાંથી ખેંચાઈ જવાના સંકેતોએ ફંડોનું સેલિંગ પ્રેશર વધ્યું હતું.

    સપ્તાહના અંતે ઈરાન-અમેરિકા વચ્ચે મામલો શાંત બની રહ્યો હોઈ અને હોર્મુઝ માર્ગે ફરી ક્રુડ ઓઈલ સહિતના જહાજોનું વહન ચાલુ થઈ જતાં અને ઈરાનના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાન મુલાકાતના આમંત્રણ સાથે વિલંબ બાદ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના પોઝિટીવ પરિબળો તેમ જ એઆઈના વેલ્યુએશન મામલે ચિંતાએ ફરી આઈટી કંપનીઓના ઉદ્યોગ માટે મજબૂત આઉટલૂકને લઈ આજે ફંડો ફરી શેરોમાં તેજીમાં આવ્યા હતા. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે ઈન્ફોસીસના નંદન નિલકેનીના પોઝિટીવ નિવેદન અને વૈશ્વિક મોરચે નાસ્દાકમાં કડાકા બાદ રિકવરી સાથે ઘર આંગણે બેંકિંગ ક્ષેત્રે  વ્યાજ દર વધારાની ટૂંક સમયમાં શક્યતાનો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર દ્વારા ઈન્કારને લઈ ચિંતા હળવી થઈ ધિરાણ વૃદ્વિને વેગ મળવાના સંકેતોએ આજે ફંડો આઈટી સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ખાસ ખાનગી બેંક શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા હતા. ખાનગી બેંક, આઈટી શેરો સાથે ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ રહ્યું હતું.

    વૈશ્વિક પરિબળો :-

    વૈશ્વિક બજારોમાં સમગ્ર સપ્તાહ દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ, ડોલર સૂચકાંકમાં મજબૂતી અને ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતાએ રોકાણકારોમાં સાવચેતી વધારી.એશિયન અને યુરોપિયન બજારોમાં મર્યાદિત તેજી જોવા મળી, પરંતુ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અંગેની ચિંતા યથાવત રહી. મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક વેપાર સંબંધિત અનિશ્ચિતતા બજારના સેન્ટિમેન્ટને અસર કરતી રહી.

    તેજી તરફી કારણો :-

    સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી બજાર માટે મુખ્ય સકારાત્મક પરિબળ રહી. બેંકિંગ અને નાણાકીય શેરોમાં મજબૂત ખરીદી, સ્થાનિક લિક્વિડિટીની ઉપલબ્ધતા અને મહત્વપૂર્ણ આધાર સ્તર ઉપર બજાર ટકવાથી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો.પસંદગીયુક્ત મોટી મૂડીવાળા શેરોમાં મૂલ્ય આધારિત ખરીદી અને રક્ષણાત્મક ક્ષેત્રોમાં વધતી માંગે પણ બજારને ટેકો આપ્યો.

    મંદી તરફી કારણો :-

    વૈશ્વિક અસ્થિરતા, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ, ડોલર સૂચકાંકમાં મજબૂતી અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ રહ્યા.માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ શેરોમાં દબાણ, ઉપરના સ્તરે નફાવસૂલી અને વિદેશી રોકાણકારોની મર્યાદિત વેચવાલીએ બજારમાં અસ્થિરતા વધારી.

    એફઆઈઆઈ / ડીઆઈઆઈ પ્રવૃત્તિ :-

    સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત ખરીદી જોવા મળી, જે બજાર માટે સૌથી મોટો આધાર બની. વિદેશી સંસ્થાગત રોકાણકારોનું વલણ સમગ્ર સપ્તાહ દરમિયાન મિશ્ર રહ્યું.સ્થાનિક નાણાં પ્રવાહે વિદેશી વેચવાલીની અસરને ઘણી હદ સુધી સંતુલિત કરી.

    કોમોડિટી મૂવમેન્ટ :-

    કોમોડિટી બજારમાં સમગ્ર સપ્તાહ દરમિયાન અસ્થિરતા જોવા મળી. ક્રૂડ ઓઈલના ભાવમાં મર્યાદિત વધારો નોંધાયો. ઔદ્યોગિક ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું.સોનામાં સુરક્ષિત રોકાણ માંગના કારણે મજબૂતી જોવા મળી, જ્યારે ચાંદીમાં ભારે વધઘટ જોવા મળી.

    ભાવિ દિશા :- ટૂંકા ગાળામાં ભારતીય શેરબજાર અસ્થિરતા સાથે તેજી તરફી રહી શકે છે. મહત્વપૂર્ણ આધાર સ્તરો ઉપર બજાર ટકેલું રહે તો આગામી સપ્તાહોમાં વધુ ઊંચા સ્તરો જોવા મળી શકે છે.બેંકિંગ, નાણાકીય સેવાઓ અને માળખાગત વિકાસ ક્ષેત્ર બજારને આગળ ધપાવનારા મુખ્ય ક્ષેત્ર બની શકે છે. જોકે વૈશ્વિક અસ્થિરતા, ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી નાણાં પ્રવાહમાં નબળાઈ બજાર માટે જોખમરૂપ બની શકે છે.રોકાણકારોએ આક્રમક ખરીદી કરતાં પસંદગીયુક્ત અને તબક્કાવાર રોકાણની વ્યૂહરચના અપનાવવી વધુ યોગ્ય રહેશે.

    સમગ્ર સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે એકંદરે તેજી તરફી વલણ જોવા મળ્યું. સ્થાનિક ખરીદી અને બેંકિંગ ક્ષેત્રની મજબૂતી બજાર માટે મુખ્ય ટેકો બની, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા અને ઉપરના સ્તરે નફાવસૂલી અસ્થિરતા વધારતી રહી.એકંદરે બજારનું માળખું હાલમાં “અસ્થિરતા વચ્ચે મજબૂત તેજી અને સાવચેત આશાવાદ” દર્શાવે છે.

    તા.૨૯.૦૬.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૫.૦૬.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૧૦૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૦૦૮ પોઈન્ટ થી ૨૩૮૮૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ટાટા કેમિકલ્સ ( ૭૫૮ ) :- સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૭૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૭૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૭૭૩ થી રૂ.૭૮૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૭૯૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • બ્લુ જેટ હેલ્થકેર ( ૫૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૦૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૪૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૫૪૮ થી રૂ.૫૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • આધાર હાઉસિંગ ફાઇનાન્સ ( ૫૧૮ ) :- રૂ.૪૯૪ નો પ્રથમ તેમજ રૂ.૪૮૦ ના બીજા સપોર્ટથી હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૩૮ થી રૂ.૫૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • વેસુવિયસ ઇન્ડિયા ( ૪૮૧ ) :- રિફ્રેક્ટરી અને ઇન્ડસ્ટ્રીયલ મટિરિયલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૪૯૪ થી રૂ.૫૦૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૧૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • અપોલો ટાયર્સ ( ૪૨૭ ) :- રૂ.૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૩૯૦ ના બીજા સપોર્ટથી ઓટો ટાયર અને રબર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૪૫ થી રૂ.૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • રિલેક્સો ફૂટવેર ( ૪૧૪ ) :- ફૂટવેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલિવરીબેઇઝ રોકાણ માટે રૂ.૪૨૭ થી રૂ.૪૪૯ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
    • જેકે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ( ૪૦૯ ) :- ઓટો એન્સિલરી અને ટાયર મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજિત રૂ.૪૨૭ થી રૂ.૪૩૪ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
    • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ ( ૩૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૦૩ આસપાસ રોકાણકારે રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૨૯૭ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
    • રેડિંગ્ટન લિમિટેડ ( ૨૮૩ ) :- આઈટી ડિસ્ટ્રિબ્યુશન અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૨૬૫ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૨૯૦ થી રૂ.૩૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૧૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • હુડકો ( ૨૧૧ ) :- ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ અને હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૭ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૩૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!

                     By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ક્રેડીટ કાર્ડ ફ્રોડમાં બેન્ક પાંચ દિવસમાં રકમ પરત કરશે: Reserve Bank

    June 25, 2026
    રાષ્ટ્રીય

    Adani સામેના ક્રિમિનલ ચાર્જીસ રદ થશે? અમેરિકી કોર્ટમાં અરજી

    June 25, 2026
    વ્યાપાર

    અસ્થિરતા વચ્ચે બજારમાં ખરીદીના પ્રવાહ સામે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    June 24, 2026
    રાષ્ટ્રીય

    દેશની બેંકિંગ સિસ્ટમને મજબૂત બનાવવા માટે ૧,૪૧,૧૭૧ કરોડ રૂપિયા ઠાલવ્યા: RBI

    June 23, 2026
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

    June 23, 2026
    વ્યાપાર

    Aadhaar Cardના નિયમમાં મોટા ફેરફાર

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ’સંવિધાન હત્યા દિવસ’ પર પીએમ મોદી અને સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કટોકટીને કાળો ઇતિહાસ ગણાવ્યો

    June 25, 2026

    Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે

    June 25, 2026

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026

    ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?

    June 25, 2026

    ચારે વેદોમાં ગાયત્રી મંત્ર તરીકે સ્થાન ધરાવતી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની છે.

    June 25, 2026

    26 જૂનનું પંચાંગ

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ’સંવિધાન હત્યા દિવસ’ પર પીએમ મોદી અને સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કટોકટીને કાળો ઇતિહાસ ગણાવ્યો

    June 25, 2026

    Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે

    June 25, 2026

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.