New Delhi,તા.25
દેશમાં વધી રહેલા ડીજીટલ ફ્રોડમાં ક્રેડીટકાર્ડ ધારકો પણ ભોગ બને છે તે સંબંધમાં હવે રિઝર્વ બેન્કે તમામ ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરનાર બેન્ક નાણાકીય સંસ્થાઓ માટે ક્રેડીટકાર્ડ ધારક સાથે જો કોઈ છેતરપીંડી થાય તો તે રકમ પાંચ દિવસની અંદર જે-તે ક્રેડીટ કાર્ડ એકાઉન્ટમાં શેડો-રીવર્સલ કરવાની રહેશે.
આ શેડો-રીવર્સલ એ પ્રક્રિયા છે કે ક્રેડીટકાર્ડ બેલેન્સમાં તે રકમ દેખાશે. જો કે ક્રેડીટ કાર્ડ ધારક તેનો ઉપયોગ કરી શકશે નહી કે તેને બાકી દર્શાવી તેના પર કોઈ વ્યાજ કે પેનલ્ટી વસુલી શકાશે નહી.
એક વખતના અંગેની તપાસ પુરી થયા બાદ ફ્રોડ સાબીત થાય તો રકમ ગ્રાહકના ક્રેડીટ કાર્ડ બેલેન્સમાં જમા થઈ જશે. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે, જાન્યુઆરી-2027થી લાગુ પડનારા આ નિયમમાં ક્રેડીટ કાર્ડ ધારક તેના ક્રેડીટ કાર્ડ સાથે જો કોઈ છેતરપીંડી થઈ હોય તો તેની જે તે બેન્ક કે ઈસ્યુ કરનાર ઓથોરિટીને તે અંગે પાંચ દિવસમાં જાણ કરે તો પુરી રકમ પરત મેળવવા હકકદાર રહેશે.
છેતરપીંડીવાળા લેવડદેવડમાં રૂા.50000 સુધીની નુકશાનીમાં ફરિયાદ કરનારને કુલ રકમના 85% અથવા વધુમાં વધુ રૂા.25000 તેને નુકશાન પેટે આપવાની રહેશે. જો 29412 રૂપિયાથી ઓછુ નુકશાન થયું હોય તો રિઝર્વ બેન્ક 65% ગ્રાહકની બેન્ક 10% અને બાકી રકમ લાભાર્થી બેન્ક વહન કરશે. રિઝર્વ બેન્કે જાહેર કર્યુ છે કે ક્રેડીટ કાર્ડ પર રૂા.500થી વધુની લેવડ દેવડ માટે ગ્રાહકને એસએમએસ મળશે.

