New Delhi,તા.૨૫
વેનેઝુએલા ભૂકંપથી થયેલા ભારે વિનાશથી સમગ્ર વિશ્વમાં ચિંતા અને સહાનુભૂતિનો માહોલ છવાઈ ગયો છે. ભારતે પણ ચિંતા વ્યક્ત કરી છે અને વેનેઝુએલા સરકારને શક્ય તમામ સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ વેનેઝુએલામા માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.
સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું, “વેનેઝુએલામા આવેલા વિનાશક ભૂકંપથી થયેલા વિનાશથી હું ખૂબ જ દુઃખી છું. ભારત વતી, હું વેનેઝુએલા સરકાર અને લોકો પ્રત્યે, ખાસ કરીને પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ અને આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત તમામ લોકો સાથે એકતામાં ઊભા છીએ.” ભારત શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.
ભારત ઉપરાંત, વિશ્વના ઘણા દેશોએ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે અને સહાયની જાહેરાત કરી છે. વેનેઝુએલા ભૂકંપગ્રસ્ત પ્રદેશ છે અને ઉચ્ચ જોખમ ધરાવતા ભૂકંપ ક્ષેત્રમાં આવે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ દેશ બે ટેક્ટોનિક પ્લેટો વચ્ચે સ્થિત છેઃ કેરેબિયન પ્લેટ અને દક્ષિણ અમેરિકન પ્લેટ, જેના કારણે તે સતત ભૂકંપનો ખતરો રહે છે.

