કટીંગ થાય તે પૂર્વે જ સ્થાનિક પોલીસે દરોડો પાડી 1115 બોટલ દારૂ અને કાર મળી 4.15 લાખનું મુદ્દામાલ કબજે કર્યો
Chotila,તા.31
ચોટીલા શહેરમાં આવેલી સનસાઈન કુલ ની પાછળના ભાગે અકુ બાબ પરમાર નામના શખ્સના ડેલા પાસે કટીંગ માટે મંગાવેલા કારમાં થી રૂપિયા 1.15 લાખની કિંમત નો 11 52 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે પોલીસે દારૂ અને કાર મળી 4.15 લાખનો મુદ્દામાં કબજે કર્યો છે પોલીસે નાસી છુંટેલા બુટલેગરની કારની નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે
સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન ઝાલાવાડ પંથકમાં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા એ આપેલી સૂચનાને પગલે લીંબડી ડીવાયએસપી વી એમ રબારી ના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ મથકના પી.આઇ.આઈ બી વલવી સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે ચોટીલા સન સાઇન સ્કૂલની પાછળના ભાગે અકુ બાબ પરમાર નામના શખ્સના ડેલા પાસે જીજે 36 એજે 4700 નંબરની કારમાં વિદેશી દારૂ હોવાની એ એસ.આઇ.પી.આર રાણા અને કોન્સ્ટેબલ સુખદેવસિંહ રાઠોડ ને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ.ડી.એ સાંખટ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન કારમાંથી રૂપિયા 1.15 લાખની કિંમતના 1152 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી ₹4.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડાની ગંધ આવી જતા બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો છે પોલીસે કાર નંબરના આધારે બુટલેગર ની શોધ ખોળા થઈ છે